હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારતની અગ્રણી સંરક્ષણ સંશોધન સંસ્થા વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ-ભારત દ્વારા ભારતીય કૃષિ સંશોધન હેઠળ કાર્યરત મત્સ્ય સંશોધન સંસ્થાઓ સી.એમ.એફ.આર.આઈ અને સી.આઈ.એફ.ટીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના મુખ્ય બંદરો વેરાવળ અને પોરબંદર ખાતે શાર્ક સહિત તમામ પ્રજાતિઓનાં બચ્ચાની માછીમારી ઘટાડવાના પ્રયાસોના ભાગ રૂપે વિકસાવવામાં આવનારા ઉપકરણ માટે વેરાવળ નાં ભીડિયામાં આવેલ કેવટ ભુવન ખાતે, માંગરોળ અને પોરબંદરમાં બોટ એસોસિએશન હોલ ખાતે આયોજીત ટ્રેનિંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માછીમારો સહભાગી થયા હતા. વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ-ભારતના મરીન વિભાગના મુરલીધરન અને ડૉ. પ્રવીણ કુમાર દ્વારા ગુજરાતમાં કાર્યરત વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ-ભારતના કામો…
Read MoreMonth: August 2025
‘‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા”
હિન્દ ન્યુઝ, વલસાડ “કચરામાંથી કલા – સ્વચ્છ ભારત તરફ સર્જનાત્મક પગલું”ને સાકાર કરતું ધરમપુરનું સાયન્સ સેન્ટર, સાત કૃતિ રાષ્ટ્રીય સ્તરે ઝળહળી કેન્દ્ર સરકારના “WASTE TO ART – Reimagining Waste” નામના પ્રકાશનમાં પણ ગુજરાતમાંથી એક માત્ર ધરમપુરના સાયન્સ સેન્ટરની વિશિષ્ટ કૃતિઓને સ્થાન મળ્યું કચરામાં ફેંકી દેવાયેલી વસ્તુઓ, તૂટેલી વસ્તુઓ, જુના ઈલેક્ટ્રોનિક્સ સાધનો અને કચરાના પદાર્થમાંથી શ્રેષ્ઠ કૃતિ બનાવવામાં આવી “ઝાડ નીચે ધ્યાન કરતા સન્યાસી”, “સ્પેસ ક્રાફ્ટ”, “જીપ”, “ટેન્કર”, “રોબોટ”, “મોટરસાઇકલ” અને “હેલીકોપ્ટર” જેવી ધ્યાનાકર્ષક અને કલાત્મક કૃતિઓ તૈયાર કરી “હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા” થીમ પર સાયન્સ સેન્ટરમાં આયોજિત…
Read Moreરાજકોટ ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર કૈલાસ પર્વતનાં દર્શન
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર પુનિત સોસાયટી કોઠારીયા મેઈન રોડ પર આવેલ મંદિર માં ત્રીજા સોમવાર માં કૈલાસ પર્વત ના દર્શન થયેલ છે તેમજ ફરાળી ભેળ અને અન્ય પ્રસાદ લઈ બધા ભક્તો લાહવો લીધો છે. પૂજારી મહેશભાઈ એમ ત્રિવેદી, અમરભાઇ, દિલીપભાઈ ત્રિવેદી અને અન્ય ભક્તો સાથે આપી સહકાર આપી ને સહકાર્ય કરે છે. રિપોર્ટર્ : ઘનશ્યામ ત્રિવેદી, રાજકોટ
Read Moreરાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ગઢશીશાના ખેડૂતે કમલમ્ ફળના ઉત્પાદનને વધુ ગુણવત્તાયુક્ત બનાવ્યું
હિન્દ ન્યુઝ, ભુજ પ્રાકૃતિક ખેતી આજના સમયમાં ખેડૂતો, પર્યાવરણ તેમજ મનૂષ્યો માટે વરદાનરૂપ છે. રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત પ્રાકૃતિક ખેતી અભિયાનમાં કચ્છના અનેક ખેડૂતો જોડાઇને મીઠા ફળ મેળવી રહ્યા છે ત્યારે ગઢશીશા ખાતે ખેતી કરતા કેશુભાઇ પારસીયા પણ હાલ પ્રાકૃતિક ખેતી તરફ ડગ માંડીને ઉચ્ચ ગુણવત્તાના પાક મેળવી રહ્યા છે. વર્ષોથી રાસાયણિક ખેતી કરતા કેશુભાઇએ જોયું કે, રાસાયણિક ખાતર, જતુંનાશક દવાના કારણે જમીન સાથે નાણાં પણ ધોવાઇ રહ્યા છે ત્યારે તેમણે તેના વિકલ્પમાં શું કરી શકાય તેના પર વિચાર શરૂ કર્યો અંતે તેમના પ્રાકૃતિક ખેતી કરતા તેમના મિત્રો પાસેથી માહિતી…
Read Moreએલ. એન્ડ ટી. ઈન્ડસ્ટ્રીયલ – કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યૂટની થઈ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી
હિન્દ ન્યુઝ, વડનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરની તેમની મુલાકાત દરમિયાન એલ. એન્ડ ટી. ઈન્ડસ્ટ્રીયલ – કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યૂટની થઈ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ. રાજ્ય સરકારે ફાળવેલી 37,628 ચો.મી. જમીન પર ચાર હજાર ચો.મી.ના ઓપન પ્રેક્ટિકલ યાર્ડ સાથે નિર્માણ થઈ રહેલ આ ઇન્સ્ટીટ્યૂટ ઔદ્યોગિક માંગને અનુરૂપ વિવિધ 14 જેટલા ટ્રેડ્સમાં તકનીકી કોર્સનું શિક્ષણ અને વોકેશનલ ટ્રેનીંગ આપશે. વાર્ષિક 3040 તાલીમાર્થીઓને લાંબા અને ટૂંકા ગાળાના સિવિલ ટ્રેડ્સના અભ્યાસ ક્રમોમાં આ ઇન્સ્ટીટ્યૂટમાં તાલીમ વ્યવસ્થા છે તેમજ ડિજીટલ બોર્ડ અને ઇ-લર્નિંગ સહિતની એડવાન્સ્ડ ટ્રેનિંગ ડિલીવરી સિસ્ટમ્સ ઉપલબ્ધ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ…
Read Moreઐતિહાસિક અને પુરાતત્વીય ધરોહર સમાન વડનગર વિકાસ પ્રોજેક્ટ્સની કાર્યપ્રગતિનું નિરીક્ષણ સ્થળ મુલાકાત કરતા મુખ્યમંત્રી
હિન્દ ન્યુઝ, વડનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઐતિહાસિક અને પુરાતત્વીય ધરોહર સમાન વડનગરમાં રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા મહત્ત્વના વિકાસ પ્રોજેક્ટ્સની કાર્યપ્રગતિનું નિરીક્ષણ સ્થળ મુલાકાત લઈને કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને પગલે ઉત્તરોત્તર વિકાસ પામી રહેલ પુરાતત્વિય અને ઐતિહાસિક નગરી વડનગરની મુલાકાતે આવતા મુસાફરો અને યાત્રિકો માટે પર્યટનની સુવિધાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશથી વડનગર રેલવે સ્ટેશનથી શહેરના મુખ્ય જોવાલાયક સ્થળો સાથે જોડતું અંદાજે ₹17 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ અને પબ્લિક પ્લાઝાનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું તથા ગુણવત્તા જાળવણી સાથે આ…
Read Moreપવિત્ર શ્રાવણ માસના આજના ત્રીજા સોમવારે વડનગર સ્થિત પૌરાણિક મહત્વ ધરાવતા હાટકેશ્વર મહાદેવના ભક્તિભાવપૂર્વક દર્શન કરતા ગુજરાત મુખ્યમંત્રી
હિન્દ ન્યુઝ, વડનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પવિત્ર શ્રાવણ માસના આજના ત્રીજા સોમવારે વડનગર સ્થિત પૌરાણિક મહત્વ ધરાવતા હાટકેશ્વર મહાદેવના ભક્તિભાવપૂર્વક દર્શન કરીને રાષ્ટ્ર અને રાજ્યના સતત વિકાસ અને પ્રગતિ તથા સૌ નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ, શાંતિ માટે પ્રાર્થના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાટકેશ્વર મંદિરનો સ્વદેશ દર્શન યોજના અને હેરિટેજ સર્કિટ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, મંદિર પરિસરમાં યાત્રી સુવિધા વિકાસના પ્રથમ તબક્કાના રૂ. 18 કરોડના કામો અને બીજા તબક્કામાં રૂ. 4.22 કરોડના અનુદાનથી ગર્ભ ગૃહ, સભામંડપ, શિખર તથા યજ્ઞશાળા અને સ્વાગત કેન્દ્રના કામો પૂરા…
Read Moreનવી સિવિલની નર્સીસ બહેનોએ તબીબો, વિભાગીય વડાઓ, દર્દીઓ, સિક્યુરિટી સ્ટાફને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી
હિન્દ ન્યુઝ, સુરત છેલ્લા ત્રણ દાયકાથી નર્સીસ બહેનો દ્વારા ઉજવાય છે રક્ષાબંધન પર્વ નર્સીસ બહેનોએ દર્દીઓની બહેનની ભૂમિકા નિભાવી દર્દીઓને રક્ષાસૂત્ર બાંધીને તેમના ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરી છેલ્લા ૧૧ વર્ષથી હું દિવાળી અને રક્ષાબંધનની ઉજવણી નવી સિવિલ ખાતે કરૂ છું, દર્દીઓના આશીર્વાદ અને સેવાસંતોષ પ્રાપ્ત થાય છે: હેની રમેશચંદ્ર સંઘવી
Read Moreપોલીસ અને સરપંચ વચ્ચેના સુમેળ-સહયોગ વધારવા અનોખા કાર્યક્રમનું આયોજન…
હિન્દ ન્યુઝ, સુરત ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે રાજ્યભરમાં ‘પોલીસ-સરપંચ પરિસંવાદ’ કાર્યક્રમ યોજાયા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સુરતના કામરેજ પોલીસ સ્ટેશન ખાતે અને રાજ્યના પોલીસ વડા વિકાસભાઈ સહાય અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સરપંચો અને ગ્રામજનો સાથે પરિસંવાદમાં જોડાયા. સાયબર અવેરનેસ, મહિલા સુરક્ષા, નવા કાયદા, ગુનાખોરી અટકાવવા માટે ગ્રામ કક્ષાએ સીસીટીવી કેમેરા સહિતની બાબતે પોલીસ અને ગ્રામજનોના સંયુક્ત પ્રયાસો અંગે ચર્ચા કરાઈ.
Read Moreરાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તા.૧૨/૦૮/૨૦૨૫ ના રોજ યોજાનાર “તિરંગા યાત્રા” કાર્યક્રમ અનુસંધાને આજ તા.૦૮/૦૮/૨૦૨૪, શુક્રવારના રોજ રેસકોર્ષ ખાતે સ્થળ મુલાકાત કરતા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓ
તા.૧૨ ઓગષ્ટના રોજ સવારે ૦૮:૩૦ કલાકે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રિંગ રોડ ખાતેથી “તિરંગા યાત્રા” યોજાશે. હિન્દ ન્યુઝ, રાજકોટ ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન “તિરંગા યાત્રા” કાર્યક્રમની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. રાજ્ય કક્ષાએ લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા.૧૨/૦૮/૨૦૨૫ ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રિંગ રોડ…
Read More