ઐતિહાસિક અને પુરાતત્વીય ધરોહર સમાન વડનગર વિકાસ પ્રોજેક્ટ્સની કાર્યપ્રગતિનું નિરીક્ષણ સ્થળ મુલાકાત કરતા મુખ્યમંત્રી 

હિન્દ ન્યુઝ, વડનગર

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઐતિહાસિક અને પુરાતત્વીય ધરોહર સમાન વડનગરમાં રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા મહત્ત્વના વિકાસ પ્રોજેક્ટ્સની કાર્યપ્રગતિનું નિરીક્ષણ સ્થળ મુલાકાત લઈને કર્યું હતું. 

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને પગલે ઉત્તરોત્તર વિકાસ પામી રહેલ પુરાતત્વિય અને ઐતિહાસિક નગરી વડનગરની મુલાકાતે આવતા મુસાફરો અને યાત્રિકો માટે પર્યટનની સુવિધાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશથી વડનગર રેલવે સ્ટેશનથી શહેરના મુખ્ય જોવાલાયક સ્થળો સાથે જોડતું અંદાજે ₹17 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ અને પબ્લિક પ્લાઝાનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું તથા ગુણવત્તા જાળવણી સાથે આ કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે તે માટે રેલ્વે અને રાજ્ય સરકારના ટુરીઝમ ડિપાર્ટમેન્ટ વચ્ચે આ પ્રોજેક્ટના યોગ્ય કો-ઓર્ડીનેશન અને ઈન્ટીગ્રેશન માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.

Related posts

Leave a Comment