એલ. એન્ડ ટી. ઈન્ડસ્ટ્રીયલ – કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યૂટની થઈ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી 

હિન્દ ન્યુઝ, વડનગર

   મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરની તેમની મુલાકાત દરમિયાન એલ. એન્ડ ટી. ઈન્ડસ્ટ્રીયલ – કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યૂટની થઈ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ.

રાજ્ય સરકારે ફાળવેલી 37,628 ચો.મી. જમીન પર ચાર હજાર ચો.મી.ના ઓપન પ્રેક્ટિકલ યાર્ડ સાથે નિર્માણ થઈ રહેલ આ ઇન્સ્ટીટ્યૂટ ઔદ્યોગિક માંગને અનુરૂપ વિવિધ 14 જેટલા ટ્રેડ્સમાં તકનીકી કોર્સનું શિક્ષણ અને વોકેશનલ ટ્રેનીંગ આપશે. વાર્ષિક 3040 તાલીમાર્થીઓને લાંબા અને ટૂંકા ગાળાના સિવિલ ટ્રેડ્સના અભ્યાસ ક્રમોમાં આ ઇન્સ્ટીટ્યૂટમાં તાલીમ વ્યવસ્થા છે તેમજ ડિજીટલ બોર્ડ અને ઇ-લર્નિંગ સહિતની એડવાન્સ્ડ ટ્રેનિંગ ડિલીવરી સિસ્ટમ્સ ઉપલબ્ધ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ આ અવસરે ઇન્સ્ટીટ્યૂટના પરિસરમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.

Related posts

Leave a Comment