નિસરાયા ગામના મીનાબેન ઠાકોરે કુટુંબ કલ્યાણ ની કાયમી પદ્ધતિ અપનાવી જીવન સુરક્ષિત બનાવ્યું

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અલારસા ખાતે આરોગ્ય વિભાગની ‘જોખમી સગર્ભા માતા‘ યોજનાના માધ્યમથી માતા અને બાળકના આરોગ્યને સુરક્ષિત કરવા માટેનું મહત્વપૂર્ણ પગલું હાથ ધરાયું છે. આ યોજના હેઠળ જોખમી સગર્ભા માતાઓની ઓળખ કરીને તેમને જનરલ હોસ્પિટલમાં સલામત ડિલિવરી કરાવવામાં આવે છે અને સરકારી આરોગ્ય યોજનાઓના લાભ આપવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ માતા મરણ અને બાળ મરણને અટકાવવાનો છે, જેમાં મમતા દિવસ અને પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જે અન્વયે બોરસદના નિસરાયાના ૩૧…

Read More

વિશ્વ મચ્છર દિવસ

હિન્દ ન્યુઝ, આણંદ     વૈશ્વિક સ્તરે વિશ્વ મચ્છર દિવસ ૨૦૧૫ થી દર વર્ષે ૨૦ મી ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી સર રોનાલ્ડ રોસ કે જેઓએ ૧૮૯૭ માં મનુષ્યમાં માદા મચ્છરોને કારણે મેલેરિયા સંક્રમિત થવાની શોધ કરી હતી, તેમના સ્મરણાર્થે ઉજવવામાં આવે છે. જીવવિજ્ઞાન કહે છે કે, મચ્છરોની લગભગ ૩,૫૦૦ પ્રજાતિ છે અને તેથી પણ વધુ મહત્ત્વની વાત એ છે કે મચ્છરથી સૌથી વધુ પરેશાન માનવી જ છે ! હિંસક જાનવરોને કારણે દેશમાં એટલા મોત થતા નથી, તેટલા મોત નાનાં નાનાં મચ્છરોના કરડવાથી થાય છે. ભારત સરકારે…

Read More

જીવદ્રવ્ય બધી જાતના પાકોના મૂળને ખોરાક તત્વોની પૂરતી કરે છે

પ્રાકૃતિક કૃષિમાં જીવદ્રવ્યની અગત્યતા હિન્દ ન્યુઝ, ભાવનગર     ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા મિશન મોડમાં કામગીરી થઇ રહી છે. ભાવનગર જિલ્લાના ખેડૂતો રાસાયણિક ખેતીને તિલાંજલી આપીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાં છે. ત્યારે પ્રાકૃતિક કૃષિમાં જીવદ્રવ્યની અગત્યતા અંગે વિગતવાર જાણકારી મેળવીએ.  જીવદ્રવ્યમાં સર્જન અને વિંઘટન બન્ને પ્રક્રિયા એક સાથે સંળગ ચાલતી રહે છે. જીવદ્રવ્ય પાકના મૂળને ખોરાક આપતો અગત્યનો સ્ત્રોત જ નથી પરંતુ અસંખ્ય સુક્ષ્મજીવાણુઓના માધ્યમથી ખોરાક આપવા વાળો સ્ત્રોત પણ છે. જીવદ્રવ્યમાં ખોરાક તત્વોને અદલ-બદલ કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે.…

Read More

શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ હોઈ, નીચાણવાળા વિસ્તારોના ગામલોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર નહીં કરવા તંત્રનો અનુરોધ

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં તા. ૨૦ ઓગસ્ટના રોજ બપોરે ૧૨ વાગ્યે ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થતાં શેત્રુંજી ડેમના ૫૯ દરવાજા ૨ ફુટ ખોલવામાં આવ્યા છે તથા ડેમમાંથી ૧૫,૩૪૦ ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર થાય છે. જેથી શેત્રુંજી ડેમની નીચાણવાળા વિસ્તારમાં આવેલ પાલીતાણા તથા તળાજા તાલુકાના ગામોના લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર નહીં કરવા ભાવનગર જળ સિંચન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીની યાદીમાં જણાવાયું છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડિયો સંદેશ દ્વારા નીચાણવાળા…

Read More

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ સીઝનમાં ચોથી વખત 100% ભરાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ આજે તા. ૨૦ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ આ સીઝનમાં ચોથી વખત 100% ભરાઈ જતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આજે બપોરે ૧૨ વાગ્યે શેત્રુંજી ડેમ 100% ભરાઇ જતાં 20 દરવાજા 0.3 મી. ખોલવામાં આવ્યા હતા ત્યારબાદ બપોરે ૧૨.૧૫ વાગ્યે ૫૯ દરવાજા 0.3 મી. ખોલવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૧૭ જૂન ૨૦૨૫ ના રોજ પ્રથમ વખત, તા. ૬ જુલાઈ ૨૦૨૫ ના રોજ બીજી વખત, તા. ૧૩ જુલાઈ ૨૦૨૫ ના રોજ આ ચોમાસાની સીઝનમાં ત્રીજી વખત 100%…

Read More

ભાવનગરમાં જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાની કલા મહાકુંભ સ્પર્ધાનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર      રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર ભાવનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર સંચાલિત કલા મહાકુભ જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાએ અલગ અલગ સ્પર્ધાનો પ્રારંભ જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.  આ સ્પર્ધા ૬ થી ૧૪ વર્ષની વયજુથ, ૧૫ થી ૨૦ વર્ષની વયજુથ અને ૨૧ થી ૫૯ વર્ષની વયજુથ અંતર્ગત જિલ્લાકક્ષાની રાસ, લોકનૃત્ય, એકપાત્રીય અભિનય, કથક, ભરતનાટ્યમ, સર્જનાત્મક કારીગરી, સમૂહગીત, લગ્નગીત, કાવ્ય લેખન, નિબંધ લેખન, ગઝલ, શાયરી, વકૃત્વ…

Read More

ભાદરવી અમાસ નિમિતે કોળીયાક નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મંદિરનાં ઓટલાથી ઉતરીને આગળ જતું રહે ત્યાર પહેલાં દરીયામાં સ્નાન ન કરવાં અંગે જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર       આગામી તા.૨૨, ૨૩/૦૮/૨૦૨૫ નાં રોજ ભાદરવી અમાસ નિમિતે ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન તાબાનાં કોળીયાક ગામ પાસે આવેલ દરીયા કિનારે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મોટો મેળો ભરાય છે.  આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ફુલ (અસ્થિ) ૫ધરાવવા તથા દરિયા સ્નાન કરવા માટે આવે છે. આ દરીયામાં નિષ્કલંક મહાદેવનાં ઓટા પાસે જમણી બાજુમાં પાણીમાં ગંભીર વમળ હોય છે, જેના લીધે સને-૧૯૭૭ માં ૧૭ માણસોનાં ડુબી જવાથી મૃત્યુ થયેલ છે.  જેથી આ વર્ષે દરીયામાં સ્નાન કરવા માટે લોકો દરીયાનું પાણી નિષ્કલંક મહાદેવનાં ઓટલાથી ઉતરીને આગળ જતું રહે ત્યાર…

Read More

પ્રાદેશિક કમિશનર દ્વારા વલ્લભીપુર-તળાજા નગરપાલિકાની મુલાકાત: વિકાસ કાર્યો અને સ્વચ્છતા અંગે સૂચનાઓ આપી 

હિન્દ ન્યુઝ, ભાવનગર   ભાવનગર ઝોનના પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ધવલ પંડ્યા દ્વારા ભાવનગર જિલ્લાની વલ્લભીપુર અને તળાજા નગરપાલિકાઓની મુલાકાત લીધેલ હતી. આ મુલાકાત દરમિયાન વલ્લભીપુર અને તળાજા ખાતે ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા અને દૈનિક સમાચાર પત્રોમાં આવેલ ફરિયાદોના અનુસંધાને સાઇટ વિઝિટ કરવામાં આવી હતી.  વલ્લભીપુર નગરપાલિકા ખાતે જાહેર શૌચાલય પાસે અવારનવાર ગંદકીના પ્રશ્ને સ્થળ મુલાકાત લઈ શૌચાલયની મરામત કરાવવા અને ત્યાંથી બગાડ થતા પાણી માટે યોગ્ય વ્યવસ્થા કરવા અને નગરપાલિકાના આયોજન હેઠળના કોમ્યુનિટી હોલ પાસે નવીન શૌચાલય બનાવવા અને શહેરમાં અન્ય સ્થળે શૌચાલય બનાવવા જગ્યા શોધીને આયોજન કરવા સૂચના આપવામાં…

Read More

બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાનો લાભ લેવા તા. ૧ સપ્ટેમ્બર સુધી આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગર જિલ્લાના બાગાયતદારો માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. યોજના હેઠળના વિવિધ ઘટકની સહાય માટે નવા આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ને તા.૧૮ ઓગસ્ટ થી તા.૧ સપ્ટેમ્બર સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે અંતર્ગત સહાયનો લાભ લેવા માંગતા બાગાયતદરોએ www.ikhedut.gujarat.gov.in વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.  જેમાં લાભ લેવા માંગતા ખેડૂતોએ અરજી કરતાં પહેલા આઈ- ખેડૂત પોર્ટલ પર નોંધણી કરવી ફરજિયાત છે. તેમજ અરજીમા જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ…

Read More

ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામે ફળ અને શાકભાજી પરીરક્ષણની તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, આણંદ    નાયબ બાગાયત નિયામકની કચેરી, આણંદ દ્વારા આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામ ખાતે મહિલા સશક્તિકરણના હેતુ સાથે બે દિવસીય ફળ અને શાકભાજી પરિક્ષણની મહિલા વૃત્તિકા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કિચન કેનીગ યોજના હેઠળ કુલ ૩૩ તાલીમાર્થી મહિલાઓને પ્રતિદિન રૂ. ૨૫૦/- સ્ટાઈપેંડ સાથે વિવિધ વાનગીઓ બનાવટ શીખવવામાં આવે છે. આ તાલીમમાં મહિલાઓએ ગુલાબનો શરબત,પપૈયા જામ, કેળાના છાલની સેવ, ટામેટાની ચટણી, ટામેટા કેચપ, અને બટાટાની જલેબી જેવી વિવિધ બનાવટો બનાવી હતી. બાગાયત અધિકારી ડૉ. હિતેષ ઠાકરીયાએ જ્ણાવ્યુ કે આ યોજનાનો હેતુ મહિલાઓને ફળ અને શાકભાજીમાંથી…

Read More