હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં કાર્યરત પશુઓ માટેની ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ સેવા અબોલ જીવો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત આ નિઃશુલ્ક ફરતું પશુ દવાખાનું ગુજરાતના અનેક ગામડાઓ તેમજ શહેરોમાં પશુઓને તાત્કાલિક સારવાર પૂરી પાડી રહ્યું છે. તાજેતરમાં, જામનગરની વિભાપર ગૌશાળા દ્વારા ૧૯૬૨ હેલ્પલાઈન પર એક ગૌ વંશના પગમાં તકલીફ હોવા અને ચાલી ન શકવા અંગે જાણ કરવામાં આવી હતી. આ માહિતી મળતાં જ, જામનગરની કરુણા એમ્બ્યુલન્સના ડો. જીગરભાઈ કારેણા અને પાઈલોટ કમ ડ્રેસર ભગવાનભાઈ ગલચર તેમજ જામનગર…
Read MoreDay: July 28, 2025
સોમનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિભાવપૂર્વક બિલ્વપત્ર શૃંગાર અર્પણ
હિન્દ ન્યુઝ, સોમનાથ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પવિત્ર સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે મોટી સંખ્યામા ભક્તો ભક્તો ઉમટ્યા. સોમનાથ મહાદેવને આ પાવન દિવસે ભવ્ય રીતે બિલ્વપત્રના શૃંગારથી સજાવવામાં આવ્યા હતા. આ વિશેષ શૃંગાર દ્રષ્ટિએ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને અનેક ભક્તોએ પોતાના અંતરમાં શ્રદ્ધા અને ભક્તિની ભાવનાથી પરિપૂર્ણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બિલ્વ માટે કહેવાય છે કે, दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम्। अघोरपापसंपर्कं बिल्वपत्रं शिवर्पणम्॥” અર્થ બિલ્વવૃક્ષનું દર્શન કરવું, તેનો સ્પર્શ કરવો પાપ નાશક છે. ઘોર પાપોથી મુક્તિ માટે બિલ્વપત્રનું શિવજીને અર્પણ કરવું અગત્યનું…
Read Moreબાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરવાની યોજના માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું મુકવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સને ૨૦૨૫-૨૬ માં બાગાયત ખાતાની કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરવાની યોજના માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in) તારીખ ૨૫/૦૭/૨૦૨૫ થી ૦૮/૦૮/૨૦૨૫ સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે. નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ પર યુઝર મેન્યુઅલ મુજબ અરજી કરતા પહેલા ખેડૂતોએ મોબાઈલ નમ્બર દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ ઓનલાઈન અરજી કરી અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ કલેઈમ સબમીટ કરતી વખતે સહી કરી…
Read Moreકોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિથી માહિતગાર થતાં વિદ્યાર્થીઓ
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પણ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માહિતગાર કરી પ્રાકૃતિક કૃષિના ફેલાવામાં સિંહફાળો આપી રહ્યું છે. કોડીનારની કે.ડી.બારડ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આશરે ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓેને તાદ્રશ્ય માટી, બીજ, છોડ, પાણી, સિંચાઈ, ખેડ, ખાતર, બિયારણ સહિતની પ્રાકૃતિક કૃષિની વિવિધ જરૂરિયાત વિશે માહિતગાર કરાયા હતાં. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વિસ્તરણ વિષય નિષ્ણાંત પૂજાબેન નકુમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ વિશે વિગતવાર…
Read Moreજિલ્લામાં દિવ્યાંગ બાળકોનો મેગા એસેસમેન્ટ કેમ્પ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ના પાંચ વર્ષ પૂર્ણ થયાની પહેલ તરીકે અને વિઝનને સાકાર કરવા ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાં પહેલી ઓગસ્ટથી વેરાવળ, ઉના અને કોડીનાર ખાતે દિવ્યાંગ બાળકોનો મેગા એસેસમેન્ટ કેમ્પ યોજાશે. ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાં પહેલી ઓગસ્ટના રોજ બી.આર.સી. ભવન વેરાવળ ખાતે વેરાવળ અને તાલાલા તાલુકાનો, બીજી ઓગસ્ટના રોજ બી.આર.સી. ભવન ઉના ખાતે ઉના અને ગીરગઢડાનો તેમજ ચોથી ઓગસ્ટના રોજ બી.આર.સી. ભવન કોડીનાર ખાતે કોડીનાર અને સૂત્રાપાડાનો મેગા એસેસમેન્ટ કેમ્પ સવારે ૧૦.૩૦ કલાકે યોજાશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષા સમાગમ દ્વારા સમગ્ર શિક્ષા અંતર્ગત દિવ્યાંગ બાળકો…
Read Moreશ્રાવણ શુક્લ તૃતીયાના પાવન અવસરે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને અર્પિત કરવામાં આવ્યો વિશેષ અર્કપુષ્પ શૃંગાર
હિન્દ ન્યુઝ, સોમનાથ અર્કનો પુષ્પ… જેને આપણે “મંદાર” કે “અર્કપત્ર” તરીકે પણ ઓળખીએ છીએ… વૈદિક યુગથી જ શિવ આરાધનાનો અત્યંત મહત્વનો ભાગ રહ્યો છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ પુષ્પ શિવજીને અત્યંત પ્રિય છે, કારણકે તે તપ, ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે. અર્કપુષ્પમાં તેજ, ઔજસ અને ઔષધીય ગુણધર્મો ઉપરાંત એક અલૌકિક આધ્યાત્મિક ઊર્જા પણ સમાયેલી છે. આ કારણે જ્યારે આ દિવ્ય પુષ્પથી શૃંગાર થાય છે, ત્યારે તે માત્ર બાહ્ય શણગાર નહીં, પરંતુ બ્રહ્મસંયોગનું જીવંત માધ્યમ બની જાય છે. શ્રી સોમનાથ મહાદેવને અર્પણ થયેલા સેંકડો અર્કપુષ્પો… જાણે ભક્તોની પ્રાર્થનાઓમાંથી ખીલી ઉઠ્યા હોય.…
Read Moreકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે વોર્ડ નં.૧૧ ગોકુલધામ સોસાયટીમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના વોર્ડ નં.૧૧માં આવેલ ગોકુલધામ સોસાયટી (વિભાપર)ના કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. લોકભાગીદારી સ્કીમ અંતર્ગત ધારાસભ્યશ્રી તથા કોર્પોરેટરની ગ્રાન્ટ માંથી અંદાજિત રૂ.૧૦ લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે સોસાયટીમાં આવેલ કોમન પ્લોટમાં પેવર બ્લોકની કામગીરી થવાથી લોકો ધાર્મિક, સામાજિક પ્રસંગો સહિત અન્ય રીતે પ્લોટ ઉપયોગમાં લઈ શકશે. લોકોને ઘર આંગણે જ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે પ્રકારે સરકાર હંમેશા…
Read More