હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કપાસમાં ચૂસિયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે વાવણી બાદ લેવાના પગલાં આ મુજબ સૂચવાયા છે. શેઢાપાળા ઉપર નિંદામણો ખાસ કરીને ગાડર/ કાંકસી/ જંગલી ભીંડા/ કોંગ્રેસ ઘાસ/ જંગલી જાસૂદ વિગેરે પ્રકારના નિંદામણોનો છોડ ઉખાડીને નાશ કરવો. મોલોમશી તથા તડતડીયાનાં જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (ક્રાયસોપા) ની ૨ થી ૩ દિવસની ઇયળો હેકટરે ૧૦,૦૦૦ ની સંખ્યામાં ૧૫ દિવસના ગાળે બે વખત છોડવી. લીમડાનાં મીંજનું પ%નું દ્રાવણ અથવા એઝાડીરેકટીન જેવી બિનરાસાયણિક તત્વ ધરાવતી ૧૫૦૦, ૩૦૦૦ કે ૧૦,૦૦૦ પીપીએમ અનુક્રમે ૫ લી,…
Read MoreMonth: July 2025
વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગને સહકાર આપવા અપીલ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર નિવાસ સ્થળ “ગીર” છે. ગુજરાતનું ગૌરવ એશિયાઈ સિંહ સૌરાષ્ટ્રના ૨૦,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં મુક્તપણે પરિભ્રમણ કરે છે. જેના સંરક્ષણમાં વન વિભાગની સાથે સાથે સૌરાષ્ટ્રના લોકોનો પણ ખૂબ જ મોટો ફાળો રહેલો છે. સ્થાનિક લોકોના સહકારને કારણે આજે ગીર સંરક્ષિત વિસ્તાર, સિંહોની વસ્તીના સંરક્ષણ અને માનવીય પ્રભુત્વ ધરાવતી જગ્યા ઉપર પણ સિંહની વસ્તીમાં વધારો દર્શાવતી એક અદભુત વાત બની છે.આ અવિરત પ્રયાસનો લાભ લઈને સિંહો હવે જોખમની બહાર આવી ગયા છે, અને અગાઉ જ્યાંથી તેઓ નામશેષ થઈ ગયા હતા તેવા વિસ્તારોમાં…
Read Moreવિશ્વ વસ્તી દિવસ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત કુટુંબ નિયોજન અંગે માર્ગદર્શન અપાયું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં “વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૫” ઉજવણી અંતર્ગત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભાવસ્થાના સ્વાસ્થ્ય સમયની થીમ “માં બનવાની ઉમર એ જ, જયારે શરીર અને મન તૈયાર હોય” અંતર્ગત લઘુ શિબિર, સાસુ વહુ મીટીંગ, સ્વસહાય જૂથો, આંગણવાડી વિભાગ, પંચાયતી રાજ સંસ્થાઓની મીટીંગ યોજાઈ હતી. જેમાં કુટુંબ નિયોજન કાયમી અને બિન કાયમી પદ્ધતિઓ, સગર્ભાની યોગ્ય દેખભાળ વ્યવસ્થા, બે બાળક વચ્ચે અંતરના…
Read Moreજિલ્લા રોજગાર અધિકારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા રોજગાર અધિકારી સરોજ સાંડપાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને તેમને યોગ્ય કારકિર્દી પસંદગીમાં મદદરૂપ થવા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને વિવિધ કારકિર્દી વિકલ્પો વિશે માહિતી મળી રહે તે માટે બેઠકમાં કેરિયર કોર્નર સ્થાપવા અને તેને વધુ કાર્યક્ષમ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.આ ઉપરાંત, શાળાના વિદ્યાર્થીઓને વિવિધ વોકેશનલ કોર્સિસ વિશે માહિતગાર કરવા ચર્ચા કરાઈ હતી.સમિતિ દ્વારા સંરક્ષણ દળ અને સરકારી ભરતીઓની તૈયારીઓ વિશે શાળાઓના વિદ્યાર્થીઓને સેમિનાર દ્વારા માર્ગદર્શન આપવા અંગે પણ ચર્ચા…
Read Moreગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ (PAC) એ ડૉ.બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય અને અલંગ પોર્ટ સહિત વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ (PAC)એ ભાવનગર જિલ્લાના પ્રવાસના બીજા દિવસના પ્રવાસ દરમિયાન નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, ગાંધીનગર હસ્તકના ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય અને અલંગ પોર્ટ સહિત વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. આ તકે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો અને સમિતિના સભ્યો અર્જુનભાઈ મોઢવાડીયા, નરેશભાઈ પટેલ, વિનેન્દ્રસિંહ ઝાલા, સી. કે. રાઉલજી, પ્રવિણભાઈ માળી, અરવિંદભાઈ રાણા, ડૉ. હસમુખભાઈ પટેલ અને અમૂલભાઈ ભટ્ટ, હેમંતભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા. જાહેર હિસાબ સમિતિએ ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયની મુલાકાત વેળાએ…
Read Moreઆગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી જુલાઈ અને ઓગસ્ટ-ર૦ર૫ ના માસ દરમ્યાન તા. ૧૮/૦૭/૨૦૨૫ ના કલાષ્ટમી, તા. ૨૦/૦૭/૨૦૨૫ ના જયાપાર્વતી વ્રત, તા. ૨૩/૦૭/૨૦૨૫ ના શિવરાત્રિ, તા. ૨૪/૦૭/ર૦ર૫ ના દિવાસા, તા. ૨૮/૦૭/૨૦૨૫ ના દૂર્વા ગણપતિ ચોથ, તા. ૦૨/૦૭/૨૦૨૫ ના દુર્ગાષ્ટમી, તા. ૦૫/૦૮/૨૦૨૫ ના રોજ કમલા એકાદશી, તા. ૦૯/૦૮/૨૦૨૫ ના રોજ રક્ષાબંધન તથા તા. ૧૩/૦૮/૨૦૨૫ ના નાગપંચમી વિગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી,…
Read Moreજિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં મતદાન મથકોના પૂનર્ગઠન અંગે બેઠક યોજાઈ, વિવિધ રાજકીય પક્ષોના સૂચનો લેવાયા
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે મતદાન મથકોના પુનર્ગઠન અંગેની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના સૂચનો આમંત્રિત કરવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન વિવિધ રાજકીય પક્ષોના પદાધિકારીઓએ કલેક્ટર સમક્ષ જરૂરિયાત મુજબના અમુક વિસ્તારોમાં બૂથ ફાળવણી કરવા, મતદાન અંગેના નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા, ભૌગોલિક રીતે એકબીજાથી નજીક આવેલા નેસ વિસ્તારોમાં નવા બૂથ મંજૂર કરવા અને સીમાંકન મુજબ બૂથની યાદી મેળવવા જેવી બાબતો અંગે રજુઆત કરી હતી. કલેક્ટરએ આ તમામ રજૂઆતોને ધ્યાને લઈ…
Read Moreજામનગરમાં માળીયા-ભાદરા સર્કલ-જોડીયા-જાંબુડા પાટિયા રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
સારા ન્યુઝ જામનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા માળીયા-ભાદરા સર્કલ-જોડીયા-જાંબુડા પાટીયા રોડ પર ભારે, અતિભારે તેમજ તેનાથી ઉપલી શ્રેણીના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ રસ્તા પર આવેલા પાંચ મેજર બ્રિજના બાંધકામ જૂના હોવાથી અને મોટાભાગના સ્ટ્રક્ચર તોડીને નવા બનાવવાની કામગીરી મંજૂર થયેલી હોવાથી, હાલની સ્થિતિમાં આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર જોખમી બની શકે છે.આ માટે વૈકલ્પિક રૂટ તરીકે જાંબુડા પાટિયા-ફલ્લા-ધ્રોલ ત્રિકોણબાગ-માવાપર-લખતર-ભાદરા પાટિયા-જોડિયા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. સાથે જ દરરોજ સવારે ૦૮:૦૦ કલાકથી રાત્રે ૨૦:૦૦ કલાક દરમિયાન ધ્રોલ…
Read Moreજામનગરમાં ઉંડ-૩ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું
હિન્દ ન્યુઝ, જામનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા ઉંડ-૩ સિંચાઈ વિભાગ હસ્તકના બાલંભડી, મોટા ભાડુકિયા, કોઠા ભાડુકિયા, રાજડા, શિશાંગ રોડ પર આવેલા મેજર બ્રિજ પરથી દ્વિચક્રીય વાહનો (મોટર સાયકલ) અને રાહદારીઓ સિવાયના તમામ પ્રકારના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિર્ણય બ્રિજની વર્તમાન સ્થિતિ અને સમારકામના કામને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.અગાઉ તા.૧૪/૦૫/૨૦૨૫ ના રોજ જાહેરનામાથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હાલ બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે અને તેની ક્ષમતાને ધ્યાનમાં રાખીને દ્વિચક્રીય વાહનો અને રાહદારીઓ સિવાયના અન્ય વાહનો માટે તેને બંધ રાખવાનો…
Read Moreમાર્ગ સલામતી માટે જિલ્લાના વિવિધ પુલોનું માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરની વિશેષ ટીમ દ્વારા નિરીક્ષણ હાથ ધરાયું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં કોઈપણ અકસ્માત કે દુર્ઘટનાને ટાળવા માટે ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગની ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ટીમ હાલ જિલ્લામાં આવેલા વિવિધ પુલો તથા સ્ટ્રક્ચરોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી રહી છે. આ નિરીક્ષણ અભિયાન આગામી એક સપ્તાહ સુધી ચાલશે, જેમાં ટીમ જામનગરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા પુલોનું વિસ્તૃત નિરીક્ષણ અને ઇન્સ્પેક્શન કરશે. પ્રથમ તબક્કામાં, ધ્રોલ-જોડિયા-જાંબુડા પાટિયા રોડ પરના વિવિધ પુલોની ચકાસણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત તેમની મજબૂતાઈ, માળખાકીય…
Read More