સોમનાથની આજુબાજુ પિકનિક મનાવવાના પાંચ ઉત્તમ સ્થળો

“ઈન્ટરનેશનલ પિકનિક ડે” હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       દર વર્ષે ૧૮મી જૂનના દિવસે ‘આંતરરાષ્ટ્રીય પિકનિક ડે’ ઉજવવામાં આવે છે. વ્યસ્ત સમયમાંથી પણ થોડો સમય કાઢી અને દોસ્તો અને પરિવારજનો સાથે ઉત્તમ પળો પસાર કરી શકાય એ માટે ૧૮મી જૂનના રોજ ‘આંતરરાષ્ટ્રીય પિકનિક ડે’ની ઉજવણી કરવામાં આવે છે.  પિકનિક શબ્દ મૂળ ફ્રેંચમાંથી આવ્યો છે. ટૂ પેક-એટલે કે ભોજન અને નેક-એટલે કે હળવું. આ બન્ને શબ્દને જોડીને શબ્દ બન્યો છે પિકનિક. વર્ષ ૧૭૪૮માં ‘પિકનિક’ શબ્દ અંગ્રેજીમાં પ્રચલિત થયો. વર્ષ ૧૮૪૬માં થોમસ કોલે ‘અ પિકનિક’ નામનું સુંદર દ્રશ્ય દોરેલું. જેમાં નદીની પાસે…

Read More

પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કરાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલના અધ્યક્ષસ્થાને વેરાવળ તાલુકા સરકારી પ્રાથમિક શાળાના આચાર્યની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ વૃક્ષારોપણ કરાયું હતું તેમજ શાળાઓ હરિયાળી બને એ માટે શાળાઓને ૧૦૦૦ જેટલા રોપાઓનું વિતરણ કરાયું હતું. આ બેઠકમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવના આયોજન તેમજ અન્ય શાળાકીય પ્રવૃત્તિ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમદાવાદની દુર્ઘટનામાં સદગત્ ના આત્માની શાંતિ માટે ૨ મિનિટનું મૌન પાળી અને તમામ શિક્ષકો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વેરાવળ, બી.આર.સી વેરાવળ દ્વારા…

Read More

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગીર ગઢડા તાલુકાના જરગલી ગામના નિલ અરવિંદભાઇ ખૂટનું દુઃખદ અવસાન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     અમદાવાદથી લંડનની ઉડાન ભરી રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 171 વિમાન ટેકઓફ થયાની 2 મિનિટમાં ગુરુવારે બપોરે 1:40 કલાકે મેઘાણીનગર આઇજીપી કંપાઉન્ડમાં ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 240થી વધુ પેસેન્જર અને ક્રૂ મેમ્બર હતા.  આ પ્લેનમાં ગીર સોમનાથ જિલ્લાના કુલ-૫ પેસેન્જર હતા.જે પૈકી ૩(ત્રણ) પેસેન્જર ગીર ગઢડા તાલુકાના હતા. જેઓનું પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ ત્રણ મૃતકો પૈકી જરગલી ગામના નીલ અરવિંદભાઇ ખુટનું અમદાવાદ ખાતે થયેલાં દુર્ભાગ્યપૂર્ણ પ્લેનક્રેશમાં તેમનું દુઃખદ અવસાન થયું હતું.  વહીવટીતંત્ર દ્વારા પરિવારજનોનો સંપર્ક કરી સાંત્વના પાઠવવામાં આવી હતી. મૃતકનું બોડી…

Read More

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ 100% ભરાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ તા.17/06/25 ના બપોરે ૧ કલાકે 100% ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસતો હોઈ શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતા તા. ૧૭ જૂનના રોજ બપોરે એક કલાકે શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા,…

Read More

પાલીતાણા તાલુકાના ત્રણ ગામોમાંથી ૩૧ લોકોને રેસ્ક્યુ કરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં ગઈકાલથી શરૂ થયેલા વરસાદમાં આઠથી બાર ઇંચ સુધી વરસાદ વરસી ચુક્યો છે ત્યારે ગઈકાલે રાત્રે પાલીતાણા તાલુકાના કુલ ત્રણ અલગ અલગ ગામોએ રેસ્ક્યુ કરવાની જરૂરિયાત ઊભી થયેલ હતી જેમાં કુલ ૩૧ જેટલા લોકોને તંત્ર દ્વારા સહી સલામત રેસ્કયુ કરવામાં આવ્યા હતા. જે અન્વયે સેંજળીયા ગામેથી કુલ 19 લોકો, મોખડકા ગામેથી કુલ 11 લોકો તેમજ આકોલાળી ગામેથી 1 વ્યક્તિ એકદમ સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવેલ હતા.  આ રેસ્ક્યુ કામગીરીમાં સેંજળીયા ગામે મામલતદાર, મોખડકા ગામે તાલુકા વિકાસ અધિકારી તેમજ આકોલાળી ગામે પી.આઈ. રૂરલ પો.સ્ટે.…

Read More

પાલિતાણાની શેત્રુજી ડેમ 80% ભરાઈ જતાં નીચાણવાળા વિસ્તારોના ગામોને સતર્ક કરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર જિલ્લામાં છેવટ છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમનો જળસ્તર વધતા આજે ૧૭/૬/૨૫ ના રોજ બપોરે ૧-૨ વાગ્યાની વચ્ચે એના અમુક ગેટ ખોલવામાં આવશે. આથી જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં પાલિતાણા તાલુકા ના ૫ અને તળાજા ના ૧૨ ગામોના તમામ લોકોને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ સલામત સ્થળે જવા માટે જણાવવામાં આવ્યું છે.

Read More

આંતરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫’: એક પૃથ્વી – એક સ્વાસ્થ્ય માટે યોગ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ૨૧ જૂન આંતરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર યોગ અભ્યાસ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ઈણાજ વી.સી.હોલ ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ ગ્રામ્યસ્તરથી લઈ શહેરી સ્તર સુધી યોગ દિવસની ઉજવણી સુનિયોજીત રીતે થાય તે અંગે ઉપસ્થિત સર્વેને માર્ગદર્શિત કર્યાં હતાં. કલેક્ટરએ યોગ દિવસની ઉજવણીમાં નાગરિકો અને વિવિધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી થાય અને તમામના સહિયારા પ્રયાસોથી આ કાર્યક્રમ સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાએ જણાવ્યું હતું કે, આ…

Read More