હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગીર સોમનાથ સંચાલિત અનુસુચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક – યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર–૨૦૨૫-૨૬ આગામી સમયમાં યોજાશે. આ શિબિરમાં અનુસુચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક–યુવતીઓમાં વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા, તેમજ યુવક યુવતીઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવા માટે તાલુકાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન થશે.…
Read MoreMonth: June 2025
પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક(SUP) તથા ૧૨૦ માઈક્રોન કરતા ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટીક કેરી બેગના ઉત્પાદન, સંગ્રહ, વેંચાણ અને વિતરણ પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જાહેર જીવનમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકની કોથળી, પ્લાસ્ટીકની થેલીઓની અંદર વધેલો ખાદ્ય પદાર્થ ખાવાથી પશુઓ મૃત્યુને ભેટેલ હોવાના અને પશુઓના પેટમાંથી પ્લાસ્ટીકનો જથ્થો કાઢેલાના ઘણા કિસ્સાઓ બને છે. તેમજ પ્લાસ્ટીક બેગ સાથે ખાદ્ય પદાર્થોવાળી વસ્તુઓ ગટરોમાં નાખવાથી ગટરો પેક થઈ જાય છે અને ગંદુ પાણી જાહેરમાં વહેવાના કારણે ગંદકી ફેલાતી હોય છે. પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ(એમેડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ના નિયમ-૪ ની જોગવાઈ મુજબ ૧૨૦ માઈક્રોન કરતા ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટીક કેરી બેગના ઉત્પાદન, સંગ્રહ, વેંચાણ અને વિતરણ પ્રતિબંધિત છે તેમજ પોલીસ્ટાયરીન અને એક્ષપાન્ડેબલ પોલીસ્ટાયરીન સહિતની…
Read Moreવેરાવળ અને ગીરગઢડામાં કુલ ૧૧૦૦ થી વધારે ખેડૂતોએ ખેતીલક્ષી માહિતી મેળવી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ પ્રિ-ખરીફ કેમ્પેઇન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના પંદરમાં દિવસે કૃષિરથના માધ્યમથી ગીર ગઢડા અને વેરાવળ તાલુકાના ગામોમાં ખેડૂતોને ખેતીલક્ષી માહિતી પૂરી પાડવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન આગળ ધપી રહ્યું છે ત્યારે ગીરગઢડા તાલુકાના પીછવી, ઉમેદપરા અને ફાટસર તથા વેરાવળ તાલુકાના આણંદપરા, સુંદરપરા અને બોસન એમ કુલ ૬ ગામોમાં સેમિનારના માધ્યમથી ખેડૂતોને ખેતીલક્ષી માહિતી આપવામાં આવી હતી. તજજ્ઞો દ્વારા ચોમાસું ઋતુ માટે ખેતી અને પશુપાલન વિષયક તેમજ સરકારની વિવિધ યોજનાઓ, પ્રાકૃતિક ખેતી અને ડ્રોન ટેક્નોલોજી વિશે પ્રત્યક્ષ…
Read Moreબાળ મજૂરી અટકાવી દેશના ભવિષ્યને સુરક્ષિત બનાવીએ
હિન્દ ન્યુઝ, બોટાદ બાળક એ સમાજનું એવું બીજ છે જેને સાચું અને યોગ્ય વાતાવરણ મળે તો તે ભવિષ્યનું સુંદર ફળ આપતું વૃક્ષ બને છે. જ્યારે બાળક શાળાના વર્ગખંડના બદલે કારખાનાની ભઠ્ઠી કે કોઈ ચાની ટપરી પર જોવા મળે ત્યારે દેશની પ્રગતિ અટકે છે. ભારતીય બંધારણની કલમ – ૨૩ માં જોખમી ઉદ્યોગોમાં બાળકોને મજૂરી માટે રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં બાળ મજૂરીના દૂષણને નાથવા માટે શ્રમ આયુક્તની કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧૫૦ જેટલી રેડ પાડીને ૧૩ બાળ શ્રમિકોને મુક્ત કરાવી કામે રાખનાર એકમો વિરુધ્ધ…
Read More૨૧ જૂનના રોજ બોટાદ જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ સરકારી હાઈસ્કૂલ, બોટાદ ખાતે યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ ૨૧મી જૂન – ૨૦૨૫ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણીનાં સુચારૂ આયોજનના ભાગરૂપે બોટાદ નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાતની અધ્યક્ષતામાં ક્લેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણીની સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં કામગીરી અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન બોટાદ નિવાસી અધિક કલેક્ટરએ દર વર્ષની જેમ આ વર્ષે ૨૧મી જૂને પણ બોટાદ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી ભવ્ય રીતે થાય અને બહોળી સંખ્યામાં લોકો ભાગીદાર બની યોગ કરે તેમજ સુંદર અને સુવ્યવસ્થિત…
Read Moreભાવનગર જિલ્લામાં બાળ અને તરૂણ શ્રમયોગી પ્રતિબંધ અને નિયમન કાયદા હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ૧૧૧ બાળકોને મુક્ત કરાવીને રૂ.૧,૪૫,૦૦૦નો દંડ વસૂલાયો
૧૨ જૂન-વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ હિન્દ ન્યુઝ, ભાવનગર બાળક એ સમાજનું એવું બીજ છે જેને સાચું અને યોગ્ય વાતાવરણ મળે તો તે ભવિષ્યનું સુંદર ફળ આપતું વૃક્ષ બને છે. જ્યારે બાળક શાળાના વર્ગખંડના બદલે કારખાનાની ભઠ્ઠી કે કોઈ ચાની ટપરી પર જોવા મળે ત્યારે દેશની પ્રગતિ અટકે છે. ભારત સરકાર આ બાબતની ગંભીરતાને સમજીને બાળ મજૂરીની સમસ્યાને સમાપ્ત કરવા માટે અનેક પગલાં લઈ રહી છે. ભારતીય બંધારણની કલમ – ૨૩માં જોખમી ઉદ્યોગોમાં બાળકોને મજૂરી માટે રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં બાળ મજૂરીના દૂષણને…
Read More૨૧ મી જૂન, વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે ભાવનગર મ્યુનિસિપલ કમિશ્નર એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી ૨૧ મી જૂન, વિશ્વ યોગ દિવસની ઉજવણીના સુચારુ આયોજન અંગે આજે ભાવનગર મહાનગર પાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે મ્યુનિસિપલ કમિશ્નર એન. કે. મીણાના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ હતી. “Yoga For One Earth One Health” અને “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત”ની થીમ સાથે ભાવનગર મહાનગર પાલિકા કક્ષાના કાર્યક્રમની સાથે તમામ શાળાઓ/કોલેજો, આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશનો, તમામ વોર્ડમાં તેમજ આઇકોનીક સ્થળો ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓને યોગ દિવસ સંબધિત જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ ઉજવણીમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે રીતનું…
Read Moreઅમદાવાદ શહેરમાં થયેલી વિમાન દુર્ઘટના અંગે સૌ નાગરિકોને નમ્ર અપીલ
હિન્દ ન્યુઝ, અમદાવાદ આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાંઓના DNA સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. 50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્ટેબલ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકના નજીકના સગા (માતા પિતા અથવા બાળકો) DNA સેમ્પલ આપી શકશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં આ DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે. બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન…
Read Moreવિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટના સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી
હિન્દ ન્યુઝ, અમદાવાદ એર ઇન્ડિયાના અમદાવાદથી લંડન જતાં વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટના સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમગ્ર ઘટનાની તલસ્પર્શી માહિતી મેળવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી કિંજરાપુ રામમોહન નાયડૂ, કેન્દ્રીય રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ પણ આ બેઠકમાં જોડાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીને આ બેઠકમાં નાગરિક ઉડ્ડયન વિભાગ, DGCA, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર અને રાહત કમિશનર દ્વારા સમગ્ર વિમાન દુર્ઘટનાનો ઘટનાક્રમ, રાહત-બચાવ કામગીરી,…
Read Moreલાયસન્સી સર્વેયરની કારર્કીદી બનાવવા ઈચ્છુક ઉમેદવારો માટે જમીન માપણી અંગેના લાયસન્સની જાહેરાત
હિન્દ ન્યુઝ, બોટાદ મહેસુલ વિભાગ, ગુજરાત સરકાર હસ્તકની સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યની જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીઓમાં ચાલતી ઓનલાઇન માપણીઓની કામગીરીનો વ્યાપ વધવા પામેલ હોવાથી આ કામગીરીને પહોંચી વળવા ખાનગી વ્યક્તિઓને માપણી લાયસન્સ આપવામાં આવે છે. આ માપણી લાયસન્સ મેળવવા માટે ઉમેદવાર પાસે આ મુજબની લાયકાત જરૂરી છે. ૧. ડીગ્રી સિવીલ, એન્જિનિયર, ૨. ડિપ્લોમાં સિવીલ એન્જિનિયર, ૩. આઇ.ટી.આઇના કોર્ષ કરેલ સર્વેયર ૪. દીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટ સંસ્થા, ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે ત્યારે તેનો કોર્ષ કરેલ…
Read More