હિન્દ ન્યુઝ, અમદાવાદ
આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાંઓના DNA સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે.
50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્ટેબલ છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
મૃતકના નજીકના સગા (માતા પિતા અથવા બાળકો) DNA સેમ્પલ આપી શકશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં આ DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે. બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે.
સગા – સ્નેહીજનોને આ કસોટી ભવન ખાતે DNA સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે તે આ મુજબ છે. : 6357373831 | 6357373841
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તૂટી પડવાની દુર્ઘટના સામે આવતા તત્કાલ બચાવ અને રાહત કામગીરી તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૂચનાઓ આપી
મુખ્યમંત્રીને આ દુ:ખદ ઘટનાની જાણ થતાં જ તેમણે મુખ્ય સચિવ પંકજભાઈ જોષી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ફોન પર સંપર્ક કરીને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરિડોરની વ્યવસ્થા માટે અને હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી
