હિન્દ ન્યુઝ, બોટાદ
મહેસુલ વિભાગ, ગુજરાત સરકાર હસ્તકની સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યની જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીઓમાં ચાલતી ઓનલાઇન માપણીઓની કામગીરીનો વ્યાપ વધવા પામેલ હોવાથી આ કામગીરીને પહોંચી વળવા ખાનગી વ્યક્તિઓને માપણી લાયસન્સ આપવામાં આવે છે.
આ માપણી લાયસન્સ મેળવવા માટે ઉમેદવાર પાસે આ મુજબની લાયકાત જરૂરી છે.
૧. ડીગ્રી સિવીલ, એન્જિનિયર, ૨. ડિપ્લોમાં સિવીલ એન્જિનિયર, ૩. આઇ.ટી.આઇના કોર્ષ કરેલ સર્વેયર ૪. દીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટ સંસ્થા, ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે ત્યારે તેનો કોર્ષ કરેલ વ્યક્તિઓ. ૫. ઉપરોક્ત તમામ ઉમેદવારો કોમ્પ્યુટરને લગતા સરવે વિષયક પ્રોગ્રામથી જાણકાર હોવા જરૂરી છે. ઉમેદવારની વય ૧૮ થી ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.(તા.૦૧/૦૬/૨૦૨૫ની સ્થિતિએ) કામગીરીની વાત કરીએ તો, ૧. હદ માપણી, ૨. હિસ્સા માપણીઓ, ૩. બિનખેતી માપણીના કેસો, ૪. રાજ્ય સરકાર અથવા સેટલમેન્ટ કમિશનર નક્કી કરે તે પ્રકારની બીજી માપણી લગત બીજી કામગીરી
નોંધણી ફી વ્યક્તિગત રૂ. ૧૫૦૦, ૨. રીન્યુ ફી વ્યક્તિગત રૂ. ૧૦૦૦, ૩. સિક્યોરીટી ડીપોઝીટ વ્યકિતગત રૂ. ૫૦૦૦ રહેશે.લાયસન્સની અવધિ એક વખત અપાયેલ નોંધણી પ્રમાણ પત્ર ર (વર્ષ) સુધી અમલમાં રહેશે. ત્યાર પછી રીન્યુ કરાવી શકાશે.
ઉપરોક્ત લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ (અગાઉ નોંધણી રદ કરવામાં આવેલ ન હોય) સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય ગાંધીનગરની વેબસાઇટ https://landrecords.qujarat.gov.in પર આપેલ જમીન માપણી લાયસન્સ સર્વેયર તરીકે ઓનલાઈન અરજી લીંક મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે ઇચ્છુક ઉમેદવારો જિલ્લા નિરીક્ષક જમીન દફતર, બોટાદની કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદનો સંપર્ક કરી શકે છે તેમ જિલ્લા નિરીક્ષક, જમીન દફતર કચેરી, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.
