ભાવનગરમાં પી.એમ. કેન્દ્રીય વિદ્યાલય ખાતે અગ્નિશામક યંત્રોનું પ્રદર્શન યોજાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર        પી એમ કેન્દ્રીય વિદ્યાલય ભાવનગર પરા ખાતે તા. ૧૫-૦૨-૨૦૨૫ ના રોજ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના માર્ગદર્શન એવમ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ન્યૂ દિલ્હીના દિશાનિર્દેશ અનુસાર ભાવનગર મહાનગર પાલિકાના ફાયર એન્ડ આપાતકાલીન વિભાગ દ્વારા વિદ્યાર્થોઓ માટે ફાયર સેફટી અને પ્રતિકારના પ્રાથમિક પગલાં અંગે સાવધાની ફેલાવવા એક વિશેષ પ્રદર્શન યોજાયું. વિદ્યાલયના આચાર્ય નીરજ જોનવાલ દ્વારા પ્રસંગોચિત પ્રવચનમાં જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સજાગત અને સાવચેતી વધે છે જે આવનારા સમયમાં વિદ્યાર્થોઓ માટે ઉપયોગી નિવડશે.

Read More

સરખડી ખાતે બહેનોની સૌરાષ્ટ્ર ઝોન કક્ષા વૉલિબોલ સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ                 રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લામાં ખેલ મહાકુંભ ૩.૦ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત કોડિનાર ખાતે અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન એજ એમ દરેક વયજૂથમાં વિવિધ જિલ્લાઓની ભાઈઓ તથા બહેનોની વૉલીબોલ સ્પર્ધામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોડિનાર તાલુકાના સરખડી ખાતે જે.આર.વાળા માધ્યમિક શાળાના મેદાનમાં અંડર ૧૪, અંડર ૧૭ તથા ઓપન વયજૂથ બહેનોની વૉલીબોલ સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ટૉસ ઉછાળી અને સ્પર્ધાની શરૂઆત કરાવી…

Read More

વેરાવળ અને તાલાલા તાલુકામાં તા.૧૯ અને ૨૦ ફેબ્રુઆરીના રોજ દ્વિ દિવસીય વોટરશેડ યાત્રા યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ               ગ્રામીણ વિકાસ મંત્રાલય જમીન સંસાધન વિભાગ વોટરશેડ મેનેજમેન્ટ વિભાગ હેઠળ તાલાલા તાલુકાના પીપળવા અને ધ્રામણવા તેમજ વેરાવળ તાલુકાના ગુણવંતપુર અને ઈન્દ્રોઈ ખાતે તા.૧૯ અને ૨૦ ફેબ્રુઆરીના રોજ વોટરશેડ યાત્રા યોજાશે. જેના માધ્યમથી પાણી વિષયક પ્રવૃત્તિઓ અંગે ગ્રામજનોને સમજ આપવામાં આવશે. તા.૧૯ ફેબ્રુઆરી અને ૨૦ ફેબ્રુઆરી એમ બે દિવસ આ યાત્રાના માધ્યમ થકી વોટરશેડ વિસ્તારમાં ખેતપાળા, બંધપાળા અને કન્ટૂરપાળા, પગથિયા પદ્ધતિ, કન્ટિન્યૂઅસ કન્ટૂર ટ્રેન્ચ, ખરાબાની જમીનમાં સુધારા કરવા, બાગાયત તથા વનીકરણ, જમીન સમથળ, ખેત તલાવડી, નાના તળાવ અને કાઢીયા, ખેડૂતના જમીનમાં…

Read More

આંબાવાડીમાં જીવજંતુનો ઉપદ્રવ અટકાવવા બાગાયત વિભાગ દ્વારા સૂચનો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ             આંબાવાડીમાં મધિયો/હોપર અને થ્રીપ્સનો ઉપદ્રવ જોવા મળે તો બાગાયત વિભાગના સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર મેંગો તાલાલા દ્વારા આંબાપાકની ખેતી કરતા ખેડૂત મિત્રોને ઉપદ્રવ નિયંત્રણ માટે કેટલીક ભલામણો કરવામાં આવી છે. આ ભલામણો અનુસાર બુફ્રોફેંજીન ૨૫% SC ૧૦૦૦ મી.લી અથવા ડેલ્ટામેથ્રિન ૨.૮% EC ૫૦૦ મી.લી અથવા ઇમીડાક્લોપ્રિડ ૧૭.૮% SL ૪૦૦ મી.લી અથવા લેમડાસાયહેલોથ્રીન ૫% EC ૧૦૦૦ મી.લી અથવા ટોલ્ફેનપાયરાડ ૧૫% EC ૨૦૦૦ મી.લી.પ્રતિ ૧૦૦૦ લીટર મુજબ છંટકાવ કરવાનો રહેશે. આ ઉપરાંત ભુકીછારાના નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ ૫% SC @૧૦૦૦ મી.લી. અથવા પ્રોપીકોનાઝોલ ૨૫%…

Read More

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્યપેટા ચૂંટણીની મત ગણતરી

હિન્દ ન્યુઝ, આણંદ         આણંદ જિલ્લાની ૩ નગરપાલિકાઓ આંકલાવ, બોરીયાવી અને ઓડ તથા ઉમરેઠ તાલુકાની વોર્ડ નંબર ૪ અને ખંભાત તાલુકાની ૧ બેઠક ૨૪- ઉંદેલ – ૨, પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયેલ છે. સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય પેટા ચૂંટણીનું મતદાન બાદ તેની મત ગણતરી આજે તા. ૧૮ મી ફેબ્રુઆરીને મંગળવારના રોજ સવારના ૯ – ૦૦ કલાકથી હાથ ધરાનાર છે. જે અન્વયે ઓડ નગરપાલિકાની મત ગણતરી ડી. એમ.પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ- ઓડ ખાતે, બોરીયાવી નગરપાલિકાની મત ગણતરી અખિલેશ એન્ડ તારકેશ આર્ટસ-કોમર્સ કોલેજ, બોરીઆવી ખાતે, ઉમરેઠ નગરપાલિકા પેટા…

Read More

આણંદ જિલ્લામાં મોટર સાયકલના પસંદગીનો નંબર મેળવવા ઓનલાઇન તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરીના રોજ ઓકસન માં ભાગ લઇ શકાશે

હિન્દ ન્યુઝ, આણંદ           એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ MCYCLE ની નવી સિરિઝ GJ 23-EE-0001 થી 9999 છે. પસંદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલિકોએ તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ઓનલાઇન httpparivahan.gov.infancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે. તા.૨૪-૦૨-૨૦૨૫ ના ૧૬-૦૦ કલાકથી તા.૨૬૦૨૨૦૨૫ ના ૧૬-૦૦ કલાક સુધી AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. તા.૨૬-૦૨-૨૦૨૫ ના ૧૬-૦૦ કલાક થી તા.૨૮૦૨૨૦૨૫ ના ૧૬-૦૦ કલાક સુધી સમય AUCTION નું…

Read More

આણંદ જિલ્લામાં ધો. ૧૦ અને ધો. ૧૨ ની બોર્ડ પરીક્ષા

હિન્દ ન્યુઝ, આણંદ            ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૨૭ મી ફેબ્રુઆરી થી ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ લેવામાં આવનાર છે. આણંદ જિલ્લામાં યોજાનાર બોર્ડની આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પરીક્ષાલક્ષી યોગ્ય માર્ગદર્શન એક જ જગ્યાએથી મળી રહે તે માટે આણંદ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ શ્રી અને જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ પરીક્ષા શરૂ થતા પહેલા અને બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવનાર છે. આ…

Read More

વર્ષ ૨૦૨૪-૨૫ માટે સોલાર પાવર યુનિટ/કીટ ઘટક માટે અરજીઓ સ્વીકારવા તા. ૧૮/૦૨/૨૦૨૫થી આઈ ખેડૂત પોર્ટલ પુન: ખોલાશે

હિન્દ ન્યુઝ, બોટાદ       સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ ૨૦૨૪-૨૫ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે તા. ૧૮/૦૨/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી પુન: આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવનાર છે, નાણાંકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે. જેથી બોટાદ જિલ્લાના ખેડૂતોને અરજી કરવા માટે બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવે છે. 

Read More

શારીરિક ક્ષતિગ્રસ્ત (OH) કેટેગરીના ખેલાડીઓ માટે જિલ્લાકક્ષાની વિવિધ રમતો તા.૨૩/૦૨/૨૦૨૫ ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, ખસ રોડ, બોટાદ ખાતે યોજાશે

સ્પે.ખેલ મહાકુંભ ૩.૦- બોટાદ જિલ્લો હિન્દ ન્યુઝ, બોટાદ      સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર બોટાદ કચેરી હસ્તક શારીરિક ક્ષતિગ્રસ્ત(OH) ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શારીરિક ક્ષતિગ્રસ્ત (OH) કેટેગરીના ખેલાડીઓ (ભાઈઓ/બહેનો) માટે જિલ્લાકક્ષાની વિવિધ રમતો તા.૨૩/૦૨/૨૦૨૫ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, ખસ રોડ, બોટાદ ખાતે યોજાશે. સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓ વધુ માહિતી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, તાલુકા સેવા સદન, ૩ જો માળ, બી-વીંગ, ઓફીસ નં.૦૪, પાળીયાદ રોડ, બોટાદ કચેરીનો સંપર્ક કરવા માટે જિલ્લા…

Read More

પ્રાકૃતિક કૃષિ તરફ વળેલા નવા ખેડૂતો માટે મુશ્કેલીઓ અને નિવારણ

હિન્દ ન્યુઝ, બોટાદ              ખેડૂત મિત્રો, રાસાયણિક ખાતરોથી થકી ભયંકર હાનિકારક અસરોથી ખેતી અને મનુષ્યજીવનને બચાવી શકવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે છે. પ્રાકૃતિક ખેતી પાણી અને જમીનના દૂષણને ઘટાડી ઝેરી અવશેષોને પ્રવેશતા અટકાવે છે. ધરતીપુત્રો શરૂઆતમાં જ્યારે રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતીમાં આવશે તો કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓ આવશે. પરંતુ ખેડૂત મિત્રો, પ્રાકૃતિક કૃષિ તરફ કરેલા તમારા પ્રયત્નોની કાયમી અસર પડશે. તેથી તમારી પ્રતિબદ્ધતા દ્વારા ઉજ્જવળ, વધુ ટકાઉ ભવિષ્યની ખેતી કરી રહ્યાં છો તેવો વિશ્વાસ અવશ્ય રાખશો. બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ તરફ…

Read More