હિન્દ ન્યુઝ, સુરત વિદ્યાર્થીને ‘માણસ’ બનાવવો, સંસ્કારવાન અને સભ્ય બનાવવો એમાં જ શિક્ષણની સાર્થકતા સમાયેલી છે શાંતિ પમાડે તે સંત: સંતની સમીપ જતા શાંતિ અને પરમ ઉર્જાનો અનુભવ થાય એ ખરા અર્થમાં સંત છે :- પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધર્મ અને શિક્ષણના સમન્વયની સાથે સદ્દકાર્યોની સુવાસ ફેલાવતા સ્વામિનારાયણ ગુરૂકુલ પરંપરાને દેશના અન્ય રાજ્યોમાં વ્યાપક બનાવવા અનુરોધ કરતા પૂર્વ રાષ્ટ્રપતિ
Read MoreMonth: February 2025
સુરત પોલીસ કમિશનરનું જાહેરનામુ
હિન્દ ન્યુઝ, સુરત વરાછાના સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તાથી વૈશાલી સર્કલ સુધીના વિસ્તારમાં આગામી છ મહિના સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર તથા પાર્કિંગ કરવા પર પ્રતિબંધ ભારે વાહનો તેમજ ખાનગી લકઝરી બસો રાત્રીના ૧૦થી સવારના ૦૬ વાગ્યા સુધી ઉપયોગ કરી શક્શે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી શકાશે
Read Moreજિલ્લા કાનૂની સત્તા મંડળ-સુરત દ્વારા તા.૮મી માર્ચે સુરત જિલ્લાની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
હિન્દ ન્યુઝ, સુરત સમાધાનથી ટાર્ગેટેડ કેસોનું નિરાકરણ કરાશે, પક્ષકારો તથા તેમના વકીલોએ સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષની અધ્યક્ષતામાં આગામી તા.૮/૩/૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.
Read Moreહિમોફિલિયાના દર્દીઓની પડખે ગુજરાત સરકાર
હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૪ માં હિમોફિલિયાના દર્દીઓ માટે રૂ.૮ કરોડના ખર્ચે જીવનરક્ષક ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શન પુરા પાડવામાં આવ્યા ઓપરેશન ની જરૂર હોય તેવા ૧૮ હિમોફીલીયાના દર્દીઓને જરુરી ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શનો આપી ઓપરેશન કરી જીવ બચાવવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા GMSCL મારફતે ખરીદી કરી આ ઇન્જેક્શન સરકારી સિવિલ હોસ્પિટલમાં તમામ જરુરીયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક આપવામાં આવે છે
Read Moreનાણાંકીય વ્યવસ્થાપનમાં ગુજરાતનો દબદબો, 21 મોટા રાજ્યોની સરખામણીમાં જાહેર દેવામાં ઘટાડા મામલે પ્રથમ ક્રમે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાતના કુલ ઘરેલુ ઉત્પાદન સામે દેવામાં છેલ્લા 10 વર્ષમાં 4.5%નો ઘટાડો, સરેરાશ 10 વર્ષની પ્રાથમિક ખાધ GSDPના માત્ર 0.3%: NCAER રિપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ ગુજરાતે મજબૂત નાણાંકીય વ્યવસ્થાપન અને રાજકોષીય દૂરદર્શિતાનો પુરાવો રજૂ કર્યો: મુખ્યમંત્રી
Read Moreગુણવત્તાસભર આરોગ્યની સુવિધાઓ માટે કટિબદ્ધ રાજ્ય સરકાર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ▶️ રાજ્યની GMERS સંલગ્ન સોલા (અમદાવાદ), ગાંધીનગર, ગોત્રી (વડોદરા), પાટણ, હિંમતનગર, જૂનાગઢ અને વલસાડની મેડિકલ હોસ્પિટલને અત્યાધુનિક હાઇ-એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા ▶️ આ માઈક્રોસ્કોપ દ્વારા GMERS મેડિકલ હોસ્પિટલને “સેન્ટર ઓફ એક્સેલન્સ” તરીકે વિકસાવવાની દિશામાં પ્રેરણા મળશે તેમજ રાજ્યના 4 હજારથી ગામોને ઘર આંગણે વિશ્વસ્તરીય તબીબી સુવિધાઓનો લાભ મળશે
Read Moreઇઝ ઓફ લિવિંગ માટેની પ્રતિબદ્ધતા
હિન્દ ન્યુઝ, ગાંધીનગર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો હેઠળ રાજ્યની મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે એક જ દિવસમાં એક સાથે કુલ ₹537.21 કરોડ મંજૂર ▶️ અમદાવાદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત 260 ઈલેક્ટ્રિક બસ અને 7 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ માટે અનુદાન તરીકે ₹58.47 કરોડ ▶️ ગાંધીનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારીના 10 કામો માટે ₹3.98 કરોડ ▶️ રાજકોટ મહાનગરમાં રાજકોટ-જેતપુર માર્ગ ફોર લેનથી સિક્સ લેનમાં NHAI દ્વારા રૂપાંતરિત કરવાની ચાલી રહેલી કામગીરીના સંદર્ભમાં પાણી પુરવઠા આધારિત પાઇપલાઇન શિફ્ટ કરવાના કામો માટે…
Read Moreભાવનગરમાં શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજ ખાતે તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ “માતૃભાષા મહોત્સવ 2025” કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત “માતૃભાષા મહોત્સવ 2025” અંતર્ગત “મળી માતૃભાષા મને ગુજરાતી” વિષય પર કાર્યક્રમ તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫ ના સવારે ૮ કલાકે શ્રીમતી કાપડિયા મહિલા આર્ટસ કોલેજ, નાના અંબાજી મંદિર પાસે, કોર્ટ રોડ ભાવનગર ખાતે યોજાશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ શ્રી ડો. ભાગ્યેશ જહા તેમજ વક્તા ડો. કે. ડી. બગડા, ડો. પારૂલબેન ભટ્ટ રહેશે. કાર્યક્રમનું સંચાલન ડો.…
Read Moreભાવનગરમાં પી.એમ. કેન્દ્રીય વિદ્યાલય ખાતે અગ્નિશામક યંત્રોનું પ્રદર્શન યોજાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર પી એમ કેન્દ્રીય વિદ્યાલય ભાવનગર પરા ખાતે તા. ૧૫-૦૨-૨૦૨૫ ના રોજ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના માર્ગદર્શન એવમ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ન્યૂ દિલ્હીના દિશાનિર્દેશ અનુસાર ભાવનગર મહાનગર પાલિકાના ફાયર એન્ડ આપાતકાલીન વિભાગ દ્વારા વિદ્યાર્થોઓ માટે ફાયર સેફટી અને પ્રતિકારના પ્રાથમિક પગલાં અંગે સાવધાની ફેલાવવા એક વિશેષ પ્રદર્શન યોજાયું. વિદ્યાલયના આચાર્ય નીરજ જોનવાલ દ્વારા પ્રસંગોચિત પ્રવચનમાં જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સજાગત અને સાવચેતી વધે છે જે આવનારા સમયમાં વિદ્યાર્થોઓ માટે ઉપયોગી નિવડશે.
Read Moreસરખડી ખાતે બહેનોની સૌરાષ્ટ્ર ઝોન કક્ષા વૉલિબોલ સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લામાં ખેલ મહાકુંભ ૩.૦ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત કોડિનાર ખાતે અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન એજ એમ દરેક વયજૂથમાં વિવિધ જિલ્લાઓની ભાઈઓ તથા બહેનોની વૉલીબોલ સ્પર્ધામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોડિનાર તાલુકાના સરખડી ખાતે જે.આર.વાળા માધ્યમિક શાળાના મેદાનમાં અંડર ૧૪, અંડર ૧૭ તથા ઓપન વયજૂથ બહેનોની વૉલીબોલ સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ટૉસ ઉછાળી અને સ્પર્ધાની શરૂઆત કરાવી…
Read More