નર્મદા જિલ્લા ના દેડીયાપાડા ગામ ખાતે સરકારી હોસ્પિટલ માં નર્સિસ દિન ની ઉજવણી

દેડીયાપાડા,

૧૨ મી મે ,”આંતરરાષ્ટ્રીય નર્સિસ દિન તરીકે ઉજવવા માં આવે છે ત્યારે દેડીયાપાડા ના સરકારી હોસ્પિટલ માં નર્સિસ દિન ઉજવવા માં આવ્યો. આ નિમિત્તે દેડીયાપાડા ૧૦૮ એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા સરકારી હોસ્પિટલ માં ફરજ બજાવતા નર્સ સ્ટાફ ને સન્માનિત કરવા માં આવ્યા.
આધુનિક સમય માં એક નર્સ ની ભૂમિકા અને નર્સ નું મહત્વ દરેકે સમજવું અને જાણવું જરૂરી છે. અને એક ઉદ્દેશ થી તેમની સેવાઓ ને ઉચિત સન્માન આપવા માટે ૧૨ મી મે જન્મેલા નર્સ ફ્લોરેન્સ નાઇટિંગલ ની યાદ માં આ દિવસ મનાવાય છે.
નર્સ નું મહત્વ શું છે? એની અગત્યતા શું છે? ત્યારે જ ખબર પડે જ્યારે આપણે એક દર્દી બની સારવાર લીધી હોય. દર્દી ની સંપૂર્ણ જવાબદારી એક નર્સ ની હોય છે. ડોક્ટર તો દર્દી ને મળવા અને તપાસવા દિવસ માં ફક્ત એક કે બે વાર જ આવે છે. ઘણી વાર તો એવું બનતું હોય છે કે દર્દી ના સગા સંબંધી , બીમારી ને કારણે ચિંતા તથા તણાવ અનુભવતા હોય છે . તેઓ પોતાના નો ગુસ્સો નર્સ પર ઠાલવે છે પણ છતાં નર્સ હંમેશા ચહેરા પર સ્મિત રાખી પોતાની હસતા મુખે નિભાવે છે.
કોરોના ની મહામારી માં કોરોના વોરિયર્સ તરીકે ના જો ખરેખર ‘હીરો’ હોય તો એ નર્સ છે. કોરોના વાઈરસ ના મુશ્કેલી ના સમય માં ઘણા કિસ્સા ઓ નર્સ ની કામગીરી ને લઈ જોવા મળ્યા છે ને સાંભળવા મળ્યા છે જેમાં દેડીયાપાડા ના રહેવાસી વસાવા જાગૃતિ બેન પંકજ ભાઈ, જેઓ પોતાના પરિવાર થી દુર વલસાડ મુકામે પોતાના બે ૧૧ મહિના ના જુડવા બાળકો ની સાથે હાલ કોરોના ની લડત સામે પોતાની ફરજ નિભાવે છે.

એક બાજું એક માં ની ફરજ અને એક બાજુ એક નર્સ તરીકે ની પોતાના ના દેશ માટે ની ફરજ એક સાથે નિભાવવી ખરેખર પ્રશંસનીય છે. જ્યારે એક નર્સ કોરોના ની ફરજ બજાવી જ્યારે પોતાના ના ઘરે જાય છે અને પોતાનું બાળક હાથ ફેલાવી અને રડી અને પોતાની માં પાસે જવા કરગરે છે અને માં જતા જ પોતાના બાળક ને ઉંચકી ના શકે , વહાલ ના કરી શકે , બાળક પોતાની માં વગર આખો દિવસ એકલું રહ્યું હોય એના થી વધારે કરુણ બાબત શું હોઈ શકે. ખરેખર આજ ના દિન નિમિત્તે આવા નર્સિસ ને કોટી કોટી વંદન છે.

રિપોર્ટર : વિશાલ પટેલ, દેડીયાપાડા(નર્મદા)

Related posts

Leave a Comment