આણંદ ખાતે રૂ. ૧૮.૫ કરોડના ખર્ચે નવનિર્મિત ઇપ્કોવાલા ઓડિટોરિયમનું લોકાર્પણ કરતા શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, આણંદ       આણંદ ખાતે સરદાર પટેલ રાજમાર્ગ ઉપર સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નિર્માણ કરવામાં આવેલ ઇપ્કોવાલા ઓડિટોરિયમનું શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલે ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે , અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ, પૂ.ભાઇકાકા જેવી મહાન વિભૂતિઓએ આ વિસ્તારના લોકોના સામાજિક-શૈક્ષણિક અને આર્થિક કલ્યાણ માટે આદરેલા શિક્ષણ-સેવાના યજ્ઞના યોગદાનમાં આજે એક છોગુ ઉમેરાયું છે. આ ઓડિટોરિયમ આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે. જે આણંદ, વિદ્યાનગર અને ખેડા જિલ્લાના નગરજનોને ઉપયોગી સાબિત થશે. ઓડિટોરિયમ માં ઉત્તમ પ્રકારની વ્યવસ્થાઓ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઉભી કરવામાં આવી છે. આ ઓડિટોરિયમના નિર્માણમાં યુનિવર્સિટી…

Read More

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરનો ૬૭મો પદવીદાન સમારોહ

હિન્દ ન્યુઝ, આણંદ             વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમણે મેળવેલા જ્ઞાનને અંત્યોદય સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સરદાર પટેલની સત્યની વિચારધારા સાથે આગળ વધી વ્યસનોથી દૂર રહી, રાષ્ટ્રહિત માટે કાર્ય કરવા જણાવી, તેમનું જ્ઞાન સમાજ – રાષ્ટ્રની એકતાની સાથે સંશોધન ક્ષેત્રે ઉપયોગી બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના પ્રારંભમાં સૌને આવકારતાં યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજન પટેલે યુનિવર્સિટીની સિધ્ધિઓની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે…

Read More

ભાવનગરના જવાહર મેદાન ખાતે શનિ અને રવિવારના રોજ “મિલેટ મહોત્સવ-૨૦૨૫”નું વિશેષ આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર              સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની જાળવણી માટે મિલેટ્સ ઉત્તમ ધાન્ય છે. આ મિલેટ્સ(શ્રી અન્ન)નો આહારમા વધુ ઉપયોગ થાય અને માનવ તંદુરસ્ત રહે તેવા સુંદર અને શુભ આશયથી લોક જાગૃતિ માટે ગુજરાત સરકારનાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટે ભાવનગરના જવાહર મેદાન ખાતે તા.૮ અને ૯ મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ થી રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી “મિલેટ મહોત્સવ-૨૦૨૫”નું વિશેષ આયોજન કર્યુ છે. જેમાં મિલેટ્સની વિવિધ લાઇવ વાનગીઓના ફુડકોર્ટ, પ્રદર્શન સ્ટોલ તેમજ નિષ્ણાંતો દ્વારા મિલેટ્સનું આહારમા મહત્વ અંગેના માર્ગદર્શન…

Read More

ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની અને મહાનગરપાલિકાની પેટા ચૂંટણી માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર             ભાવનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણી, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી તથા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજવા તથા મતગણતરી તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજવા રાજ્ય ચૂંટણી આયોગે નક્કી કરેલ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન અને મતગણતરીના દિવસોએ રાજ્ય ચૂંટણી આયોગના કાર્યાલય ખાતે તેમજ કલેકટર કચેરી, ભાવનગર ખાતે કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કલેકટર કચેરી, ભાવનગર ખાતેના કન્ટ્રોલ રૂમના ટેલીફોન નંબર : ૦૨૭૮-૨૪૨૦૩૦૫ તથા ઇ-મેલ એડ્રેસ : secbav@gmail.com છે.          આ ઉપરાંત રાજ્ય ચૂંટણી આયોગના અધિકારીશ્રીઓના ટેલીફોન નંબરો…

Read More

मुख्यमंत्री भूपेंद्र पटेल ने गुजरात म्यूनिसिपल कॉर्पोरेशन क्रिकेट टूर्नामेंट-2025 का शुभारंभ किया

हिन्द न्यूज़, गांधीनगर गांधीनगर महानगर पालिका द्वारा पहली बार राज्य की विभिन्न महानगर पालिकाओं की टीमों के बीच क्रिकेट टूर्नामेंट का आयोजन आईआईटी गांधीनगर के क्रिकेट मैदान पर आयोजित होगा पांच दिवसीय टूर्नामेंट

Read More

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી સંચાલિત એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ-માંડવીના વિદ્યાર્થીઓ કરાટેની સ્પર્ધામાં ઝળક્યા

હિન્દ ન્યુઝ, સુરત           ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિ બાળકોને ઉચ્ચ શિક્ષણની સાથે કરાટે સ્વરક્ષણ તાલીમ અ[અપાઈ રહી છે, જેના પરિણામે બાળકો સ્વરક્ષણની સાથે રમત-ગમત ક્ષેત્રમાં પણ આગળ વધી મેડલો પ્રાપ્ત કરી રહ્યા છે, ત્યારે સુરતના લાડવી ખાતે તા. ૧ અને ૨ ફેબ્રુ. દરમિયાન આયોજિત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ માંડવીના વિદ્યાર્થીઓ ઉજ્જવળ દેખાવ કરતા કુલ ૪૩ જેટલા મેડલો પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.           આ પૈકી ૨૬ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ…

Read More

જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને માસ ડ્રગ એડમીનીસ્ટેશન (MDA)ની કામગીરીમાં અન્ય વિભાગોના સહકાર અને સંકલન માટે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત                 રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે ફાઈલેરીયા રોગ નિર્મૂલન ૨૦૨૭ અંતર્ગત માસ ડ્રગ એડમીનીસ્ટેશન (MDA)ની કામગીરીમાં અન્ય વિભાગોના સહકાર માટે આંતર માળખાકીય સંકલન માટે આજરોજ કલેકટર કચેરી ભરૂચના સભાખંડમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ તમામ અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપી તે અંગે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડી કેટલાંક સૂચનો આપ્યા હતા.           સરકારના સમયાંતરે આવતી વિવિધ રસીકરણ ઝૂંબેશમાંથી કોઈ નાગરિક બાકાત ન રહી જાય તેની પુરતી તકેદારી રાખવા…

Read More

વલસાડમાં કલેક્ટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ યોજાયો

હિન્દ ન્યુઝ, વલસાડ               વલસાડમાં કલેક્ટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ યોજાયો ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, વલસાડ દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા કલા મહાકુંભ ૨૦૨૪-૨૫નું તા.૦૩ અને ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ સંસ્કાર કેન્દ્ર તેમજ શાહ એન.એચ.કોમર્સ કોલેજ, વલસાડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.              કાર્યક્રમને જિલ્લા કલેક્ટર નૈમેષ દવેએના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કલામાં મહાકુંભમાં છ ભાગમાં…

Read More

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના NSS વિભાગ દ્વારા ૭ દિવસીય ખાસ શિબીરનો ઉદધાટન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત                  સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના એન.એસ.એસ. (NSS ) વિભાગ દ્વારા તારીખ ૩ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન સાત દિવસીય ખાસ શિબિરનું આયોજન પ્રાથમિક શાળા રંભાસ તા.વઘઈ ખાતે કરવામાં આવેલ છે. માજી ધારાસભ્ય અને જિલ્લા સદસ્ય મંગળભાઇ ગાવિતે આ ખાસ શિબીરનો પ્રારંભ કરાવ્યો હતો.              આ પ્રસંગે મંગળભાઇ ગાવિતે એન.એસ.એસ વિભાગનું મહત્વ સમજાવી શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને એન.એસ.એસ.ની તાલીમ મેળવી કઇ રીતના સમાજ સેવા કરી શકે તે માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ તેઓએ…

Read More

ડાંગ કલેક્ટર મહેશ પટેલ અને નિવાસી અધિક કલેકટર બી.બી.ચૌધરીને અપાયુ બદલી વિદાયમાન

હિન્દ ન્યુઝ, ડાંગ રાજ્ય સરકારે તાજેતરમા જ કેટલાક સનદી અધિકારીઓની જાહેર હિતમા કરેલી બદલી અને બઢતીના કારણે ડાંગમાંથી, વિદાય લઈ રહેલા કલેક્ટર મહેશ પટેલ, તેમજ નિવાસી અધિક કલેક્ટર બી.બી.ચૌધરીને જિલ્લાના વહીવટી તંત્ર સાથે મહેસુલી અધિકારી, કર્મચારીઓએ ભાવભીનુ વિદાયમાન આપ્યુ હતુ. કલેક્ટર મહેશ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન, સૌ અધિકારી પદાધિકારીઓના સુમેળભર્યા સંકલન સાથે, જિલ્લાના કાર્યોને ગતિ પ્રદાન કરી હતી. સાથે જ વિજળી, નાણાં અને પાણી બચાવવા સાથે, કચેરીના રિસોર્સનો બહેતર ઉપયોગ કરી પ્રજાહિત માટે કઇ રીતે વધુ સારુ કાર્ય કરી શકાય તે માટે વિષેશ ધ્યાન આપ્યુ હતુ. જિલ્લા કલેક્ટરના કાર્યકાળ દરમિયાન…

Read More