આણંદ જિલ્લામાં માતા-બાળ મૃત્યુદર ઘટે તે માટે કાર્ય કરવા અનુરોધ કરતાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા અને માતા-બાળકને વધુ સારી આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી, આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુ દેવાહુતી ઉપસ્થિત રહ્યા હતા. આણંદ જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ અને શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે માતા અને બાળકોની આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવે છે. માતા અને બાળ આરોગ્યની સેવાઓ દરમ્યાન સગર્ભાવસ્થાથી લઈને ૪૨ દિવસની અંદર પ્રસુતાના કારણોસર માતા મરણ અને નવજાત શિશુથી લઈને ૧ વર્ષ સુધી કોઈપણ…

Read More

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

મત ગણતરી તા. ૧૮ મી ફેબ્રુઆરી ના રોજ ઓડ, બોરીયાવી, ઉમરેઠ, આંકલાવ અને ખંભાત ખાતે યોજાશે હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લાની ૩ નગરપાલિકાઓ આંકલાવ, બોરીયાવી અને ઓડ તથા ઉમરેઠ તાલુકાની વોર્ડ નંબર ૪ અને ખંભાત તાલુકાની ૧ બેઠક ઉંદેલ પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ (રવિવાર) (સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી) ના રોજ રાખવામાં આવેલ છે. સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય/ પેટા ચૂંટણીનું મતદાન બાદ તેની મત ગણતરી આગામી તારીખ ૧૮ મી ફેબ્રુઆરીને મંગળવારના રોજ સવારના ૯ – ૦૦ કલાકથી હાથ ધરાનાર છે. જે અન્વયે ઓડ નગરપાલિકાની મત…

Read More

આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો પદભાર સંભાળતા સુ. દેવાહુતી

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાની બદલી આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે થતા તેમની જગ્યાએ આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે વર્ષ ૨૦૨૦ ની બેચના આઈ.એ.એસ. અધિકારી સુ. દેવાહુતીની બદલીથી નિમણૂક થતાં તેમણે આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો પદભાર સંભાળ્યો છે. જમ્મુ કાશ્મીરના વતની એવા સુ. દેવાહુતી બી.એ, એલ.એલ.બી. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સનદી સેવા માટેની પરીક્ષા પાસ કરી વર્ષ ૨૦૨૦ માં આઈ.એ.એસ. થયા. આઈ.એ.એસ. બન્યા બાદ તેમણે પ્રોબેશન સમયમાં ખેડા જિલ્લામાં અને ત્યારબાદ આસિસ્ટન્ટ કલેકટર, ગોંડલ અને રાજકોટ ગ્રામ્યમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. આણંદ…

Read More

આણંદ મહાનગરપાલિકા વિસ્તારના ગામડી,મોગરી, જીટોડિયા અને લાંભવેલના વિવિધ વિસ્તારોમાં વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાની સુચના મુજબ આણંદ મહાનગરપાલિકા વિસ્તાર સ્વચ્છ અને સુંદઢ રહે એ માટે વિવિધ વિસ્તારોમાં સફાઈ જેવી કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં ગામડી, મોગરી, જીટોડીયા અને લાંભવેલ, બાકરોલ માં વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપા તંત્રના સેનેટરી વિભાગ દ્વારા આણંદ શહેર ઉપરાંત વલ્લભ વિદ્યાનગર, કરમસદ,ગામડી,મોગરી, જીટોડીયા અને લાંભવેલના વિવિધ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી રહી છે, જેને નાગરિકોનો વ્યાપક આવકાર મળી રહ્યો છે. મનપા તંત્ર દ્વારા નાગરિકોમાં સ્વચ્છતા અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આણંદ મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં…

Read More

ફેબ્રુઆરી માસમાં યોજાનાર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન આગામી તારીખ ૧૬ મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર હોય તથા ચૂંટણીના કારણે આચાર સંહિતા અમલમાં હોય ફેબ્રુઆરી માસમાં યોજાનાર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ ની બેઠક ભાગ – ૧ મોકૂફ રાખવામાં આવી છે, તેમ આણંદ કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયું છે.

Read More

મતદાનના દિવસે ચૂંટણી સબંધી ફરિયાદો માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરાશે

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર જિલ્લાની ધ્રોલ, કાલાવડ તથા જામજોધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી આગામી તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજવામાં આવશે. આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે તા.૧૬/૦૨/૨૦૨૫ (રવિવાર) ના રોજના મતદાનના દિવસે ચૂંટણી સંબધી ફરીયાદો માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચેરી ખાતે રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવનાર છે.  નાગરિકો ફોન નંબર ૦૨૮૮ ૨૫૪૧૯૬૦ અથવા ઈ મેઈલ એડ્રેસ dymam-ele-jam@gujarat.gov.in પર સંપર્ક કરી શકશે. તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Read More

જામનગરના મહિલાએ પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો 

હિન્દ ન્યુઝ, જામનગર      ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા મહાકુંભ મેળામાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. ગુજરાત માંથી પણ મોટી સંખ્યામાં લોકો મહાકુંભ મેળામાં પહોચ્યા છે. ત્યારે જામનગરમાં રહેતા નિધિબેન દવે અને તેમના પતિએ કુંભ મેળામાં પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી અનોખું સેવાકીય કાર્ય કર્યું છે. તેઓએ મહાકુંભમાં ૧૫૦૦ જેટલા જ્યુટ બેગ્સનું સાધુ સંતોને વિતરણ કર્યું હતું. જ્યુટ એટલે કે શણ માંથી બનાવેલી વસ્તુઓ જે ટકાઉ હોય છે અને સાથે સાથે ઇકો ફ્રેન્ડલી પણ હોય છે.  જામનગરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી તેમજ લોકોનું સ્વાસ્થ્ય સુધરે તે…

Read More

વડોદરા ની જનતાને લાભ લેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, વડોદરા    વડોદરા ખાતે મહિલા વિકલાંગ ૪૦ % કે તેથી વધુ હોય તેવી ૧૫ થી ૫૦ વર્ષ વચ્ચેની બહેનો માટે નિશુલ્ક ધોરણે ચાલતા તાલિમ વર્ગો નો લાભ લેવા અનુરોધ આદિજાતિ વિસ્તારના મધમાખી પાલકોને વિનામુલ્યે મધમાખીની હાઈવ્સ તથા કોલોની પૂરી પાડતી બાગાયત ખાતાની યોજના, યોજનાનો લાભ લેવા માંગતા મધમાખી પાલકો તા. ૨૦ મી ફેબ્રુઆરી સુધીમાં આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે ખેડૂતોએ પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માં સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર તા.૧૨/૦૨/૨૦૨૫ થી તા. ૧૮/૦૨/૨૦૨૫ (દિન-૦૭) સુધી…

Read More

રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ‘નેશનલ સાયન્સ ડે 2025’ની ઉજવણી નિમિતે ફેબ્રુઆરી મહિના દરમિયાન વિશેષ પ્રવૃતિઓનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર      યુનાઈટેડ નેશન્સ દ્વારા 2015 માં ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ દિવસ સ્થાપીત કરવામાં આવ્યો. દર વર્ષે જુદી જુદી થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘અનપેકિંગ સ્ટેમ કરિયર:હર વોઇસ ઇન સાયન્સ’ છે. તા.11 ફેબ્રુઆરી, 2025ના રોજ આ ઉજવણીના ભાગરૂપે ‘ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ’ની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.  જેમાં એવી મહિલાઓને યાદ કરવામાં આવી કે જેમને અનેક ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી ભારતને ગૌરવ અપાવ્યું. જુદા જુદા ક્ષેત્રમાં આગળ આવેલ મહિલાઑ જેવી કે…

Read More

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિએ ઘન કચરો,પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગરપાલિકા વિસ્તાર, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ, અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ ખાતે ઘન કચરો, પ્લાસ્ટીક તથા શીપ કટીંગ દરમિયાન નિકળતા વાયરો તથા અન્ય વસ્તુઓને બાળવા/સળગાવાની પ્રવૃતિને કારણે ઉત્પન્ન થતા ધુમાડાથી હવામાન ખૂબ જ પ્રદુષિત થાય છે અને તે લોકોનાં સ્વાસ્થ્ય માટે હાનીકારક નીવડે છે. આથી કોઈપણ વ્યક્તિએ આ તમામ વિસ્તારોમાં ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા નહિ તે માટે જાહેરનામું બહાર પાડવા પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગરના પત્ર થી દરખાસ્ત રજુ થયેલ છે.…

Read More