હિન્દ ન્યુઝ,જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેની સમગ્ર કાર્યવાહી પર દેખરેખ રાખવા ૧૨ – જામનગર સંસદીય મતવિસ્તાર માટે ત્રણ ઑબ્ઝર્વરઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જનરલ ઑબ્ઝર્વર તરીકે હસમત અલી યાતો (IAS), પોલીસ ઑબ્ઝર્વર તરીકે ઉત્તપલ કુમાર નાસ્કર (IPS) અને ખર્ચ ઑબ્ઝર્વર તરીકે અવિજિત મિશ્રા (IRS) ની નિમણુક કરવામાં આવી છે. આ ઓબ્ઝર્વરઓ દ્વારા જામનગર જિલ્લા સેવા સદન ખાતેના સભાખંડમા ચૂંટણી લક્ષી કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા બેઠકનું આયોજન કરી જિલ્લામાં થયેલ ચૂંટણી સંબંધિત સમગ્ર કામગીરીની નોડલ અધિકારીશ્રીઓ…
Read MoreMonth: April 2024
લાલપુર તાલુકાના ઝાંખર ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી તેમજ શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત લોકોમાં મતદાન જાગૃતિ લાવવા માટે જામનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.તેના ભાગરૂપે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઝાંખર ખાતે વિદ્યાર્થીઓમાં મતદાનના મહત્વ અંગે જાગૃતિ આવે તે હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પોતાના વાલીઓને મતદાન કરાવવા અંગે વિદ્યાર્થીઓએ શપથ પણ લીધા હતા. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઝાંખરના સામૂહિક પ્રયત્નો થકી મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન સફળ રહ્યું હતું.
Read Moreજનરલ ઓબ્ઝર્વર ટી.આનંદનું આણંદ ખાતે આગમન
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને ૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ લોકસભા મતદાર વિભાગ માટે ચૂંટણીલક્ષી કામગીરીને અનુલક્ષીને ટી.આનંદ(આઈ.એ.એસ.)ની નિમણૂંક કરવામાં આવી છે. ૧૬-આણંદ લોકસભા મતદાર વિભાગ અને ૧૦૮-ખંભાત વિધાનસભા મતદાર વિભાગમાં મૂકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આ મતદાર વિભાગોમાં ચૂંટણીના અનુસંધાને જાહેર જનતા તથા ઉમેદવારોને કોઈપણ સમસ્યા હોય તો તેઓ જનરલ ઓબ્ઝર્વર ટી.આનંદના મોબાઈલ નં.૮૭૯૯૨ ૦૨૯૩૯ ઉપર સંપર્ક કરી શકશે, તેમજ સોમવાર અને બુધવારે બપોર બાદ ૪-૦૦ કલાક થી ૫-૦૦ કલાક દરમિયાન આણંદ સરકીટ હાઉસ ખાતે રૂબરૂમાં…
Read Moreપોલીસ નિરીક્ષક સુ. મેરીન જોસેફનું આણંદ ખાતે આગમન
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨ હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને ૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ લોકસભા મતદાર વિભાગ માટે ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ નિરીક્ષક પોલીસ નિરીક્ષક સુ મેરીન જોસેફ (આઈ.પી.એસ.)ની નિમણૂંક કરવામાં આવી છે. ૧૬-આણંદ લોકસભા મતદાર વિભાગ અને ૧૦૮-ખંભાત વિધાનસભા મતદાર વિભાગમાં મૂકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આ મતદાર વિભાગોમાં ચૂંટણીમાં કાયદા અને વ્યવસ્થાના અનુસંધાને જાહેર જનતા તથા ઉમેદવારોને કોઈપણ સમસ્યા હોય તો તેઓ પોલીસ નિરીક્ષક સુ મેરીન જોસેફના મોબાઈલ નં.૬૩૫૧૧૩૮૨૮૦ ઉપર સંપર્ક કરી શકશે, તેમજ…
Read Moreજામનગર શંકર ટેકરીમાં ‘હિન્દુ સેના’ની નીકળી ભવ્ય રામ સવારી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર દિગ્વિજય પ્લોટ શંકર ટેકરી વિસ્તાર રામનગરના ખૂણે આવેલ શંકરના મંદિરેથી રામ નવમી નિમિત્તે રામસવારીનું પ્રસ્થાન કરી શ્રી રામ અને શ્રી હનુમાનજી સ્વરૂપે રામસવારી બપોરે 1:30 વાગ્યે વાંજતે ગાજતે હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ, આ વિસ્તારના કોર્પોરેટર પ્રવિણસિંહ જાડેજા, બીજેપીના હિતેશ શેઠિયા દ્વારા પ્રસ્થાન કરાવી શંકર ટેકરીના મુખ્ય માર્ગો પર જય શ્રી રામના નાદ સાથે રામ સવારી ફરી અને લોકો રામમય બની ગયા હતા. રામસવારી પ્રસ્થાન વખતે ચારણ સમાજ, ભણસાલી સમાજ, રાજપૂત સમાજ અને અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ…
Read Moreयुवा मतदाताओं के सभी प्रश्नों के उत्तर दिए जिलाधिकारी यशपाल सिंह मीणा
हिन्द न्यूज़, बिहार वैशाली जिला निर्वाचन पदाधिकारी सह जिला पदाधिकारी श्री यशपाल मीणा ने आज जिला शिक्षा एवं प्रशिक्षण संस्थान(डायट), हाजीपुर में आयोजित मतदाता जागरूकता कार्यक्रम में हिस्सा लिया। उन्होंने सभी छात्रों को पूरी मतदान प्रक्रिया के बारे में विस्तार से जानकारी दी। उन्होंने छात्रों के साथ बातचीत करते हुए उनके ढेर सारे सवालों के जवाब दिए। उन्होंने मतदाता हेल्पलाइन नंबर 1950 के बारे में भी जानकारी दी और बताया कि इस पर कॉल कर ढेर सारी जानकारी प्राप्त की जा सकती है। वैसे युवा जिनकी उम्र 18…
Read More12-જામનગર સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઑબ્ઝર્વર, પોલીસ ઑબ્ઝર્વર અને ખર્ચ ઑબ્ઝર્વર ની નિમણૂક કરાઇ
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે 12-જામનગર સંસદીય મત વિસ્તાર માટે જનરલ ઑબ્ઝર્વર તરીકે હસમત અલી યાતો (IAS), પોલીસ ઑબ્ઝર્વર તરીકે ઉત્તપલ કુમાર નાસ્કર (IPS) અને ખર્ચ ઑબ્ઝર્વર તરીકે અવિજિત મિશ્રા (IRS) ની નિમણુંક કરવામાં આવી છે. 12- જામનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત માટે નાગરિકો તેમને રૂબરૂ મળી શકશે.…
Read Moreધોધા તાલુકાના ખરકડી ગામે બાલમશા પીરની દરગાહ ખાતે રમઝાન ઈદ પછી ઉર્ષનાં મેળા અંગેનું જાહેરનામું બહાર પડાયું
હિન્દ ન્યુઝ, ધોધા ભાવનગર જિલ્લાનાં ધોધા તાલુકાનાં ખરકડી ગામે બાલમશા પીરની દરગાહ ખાતે દર વર્ષે રમઝાન ઈદ પછી ઉર્ષનો મેળો ભરાય છે. આ વર્ષે પણ તા. ૧૯/૦૪/૨૦૨૪ થી તા. ૨૧/૪/૨૦૨૪ સુધી ખરકડી મુકામે ઉર્ષ ઉજવવામાં આવનાર છે. જેમાં આજુબાજુનાં ગામડાઓ તેમજ બીજા જિલ્લાઓમાંથી પણ હિન્દુ મુસ્લીમ સમાજનાં માણસો મોટા પ્રમાણમાં એકઠા થનાર છે. આ વર્ષે પણ ખરકડી ગામે ઉર્ષનાં દિવસો દરમ્યાન લોકોની ધાર્મિક લાગણી દુભાઈ તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તા. ૧૯/૦૪/૨૦૨૪ થી તા. ૨૧/૪/૨૦૨૪ સુધી ૩ દિવસ ખરકડી ગામ તથા તેની આજુબાજુનાં આઠ કી.મી.નાં વિસ્તારમાં કોઈપણ…
Read Moreજામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ફરજ માટે નિમાયેલા ફલાઇંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સની નિમણુંકમાં સુધારા હુકમ જાહેર કરાયો
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી–2024 ના અનુસંધાને 12-જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ જામનગર જિલ્લાના તમામ 5 વિધાનસભા મતદાર વિભાગો માટે જેમને મુખ્ય નિર્વાચીન અધિકારી તરફથી, આ કચેરી તરફથી, નોડલ અધિકારી તરફથી, ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારી તરફથી ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવી છે. તે પૈકી જે અધિકારી કે કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી, તો તેઓ ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકે તે માટે સરકારના ગૃહ વિભાગના જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરિતી અધિનિયમ-1973 ની…
Read Moreલાલપુર તાલુકામાં મતદાન જાગૃતિ અન્વયે સાઈકલ રેલી યોજાઈ
”અવસર લોકશાહીનો… લોકસભા સામાન્ય ચૂંટણી-2024” હિન્દ ન્યુઝ, લાલપુર સમગ્ર જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે મહત્તમ પ્રમાણમાં નાગરિકો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય તે હેતુથી મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લાલપુર તાલુકામાં સ્થિત લાલપુર ગામમાં લોકસભા સામાન્ય ચુંટણી–2024 અન્વયે મતદાર જાગૃતિ અંગે મતદારોને જાગૃત કરવા માટે લાલપુર પ્રાંત અઘિકારીના માર્ગદર્શન હેઠળ વીર સાવરકર વિદ્યાલય ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાઈકલ રેલીમાં અધિકારીગણ, સંસ્થાના કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અઘિકારી, લાલપુરની યાદીમાં જણાવવામાં…
Read More