હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સઘન સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં આયોજનપૂર્વક તાલાલા, કોડીનારના વિવિધ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને અને વિસ્તારો સ્વચ્છ બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભીમદેવળ અને વલાદર ગામની શાળાની સાફ-સફાઈ કરવામાં આવી હતી. ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત જિલ્લાનાં તાલાલા તાલુકાના ભીમદેવળ ગામે શાળાની સાફ-સફાઈ કરવામાં આવી હતી.તેમજ કોડીનાર તાલુકાના વલાદર ગામે શાળાની આસપાસ સહિતના વિસ્તારની સાફ-સફાઈ કરીને કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો અને શાળાને ચોખ્ખી અને સુઘડ બનાવવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં…
Read MoreDay: October 27, 2023
કોડીનાર નગરપાલીકા દ્વારા આવાસ યોજના અને પોલીસ લાઇન વિસ્તારમાં સ્વચ્છતા અભીયાન અંતર્ગત સાફ સફાઇ કરાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ‘સ્વચ્છતા હી સેવા’ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન ચાલી રહ્યુ છે.જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર નગરપાલીકા દ્વારા શહેરના આવાસ યોજના અને પોલીસ લાઇન વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને આ વિસ્તારો સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યા છે. “સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ, કોડીનાર નગરપાલિકા શહેર વિસ્તારમાં આવેલ RAY તથા IHHDP (૫૧૨ તથા ૩૧૨ આવાસ યોજના)ના વિસ્તારોની સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા કરવામાં આવી હતી.અને કોથળીઓ, કાગળો, પ્લાસ્ટિક, ઝાડના ખરી ગયેલ પાદડાઓ સહિતનો કચરો એકઠો કરવામાં આવ્યો હતો તેમજ શહેરમાં આવેલા પોલીસ લાઇન વિસ્તારમાં…
Read Moreવાઈબ્રન્ટ ગીર સોમનાથ ઈવેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર બનતો નેચરલ મધ ઉત્પાદન સ્ટોલ
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ વેરાવળ ખાતે આસોપાલવ લૉન્સમાં ગીર સોમનાથ જિલ્લાના “વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ ગીર સોમનાથ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ડિસ્ટ્રીક્ટ વાઈબ્રન્ટ સમિટમાં હાથશાળ, બાગાયત, ઉદ્યોગ, ખેતીવાડી, એસબીઆઇ સહિતના ૨૫ જેટલા સ્ટોલનુ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. આ સમીટ અંતર્ગત વેરાવળના મધ ઉછેર કરતા અને ગીર હની પ્રોડક્ટનું ઉત્પાદન કરતા ભાવીનભાઈ ખાંભલાને સ્ટોલ ફાળવાયો હતો. વાઈબ્રન્ટ સમિટમાં પોતાના પ્રોડક્ટની પસંદગી થતાં ભાવિનભાઈએ સરકારશ્રી ઉપરાંત વહીવટી તંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. વેરાવળના મધ ઉછેર અને ગીર હની નામની નેચરલ મધ પ્રોડક્ટનુ વેચાણ કરતા ભાવીન…
Read Moreધોળકા ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટસ્ વર્ષ 2023 અંતર્ગત તાલુકા કક્ષાનો મિલેટસ્ મેળો યોજાયો
હિન્દ ન્યુઝ, ધોળકા ધોળકા સ્વામીનારાયણ મંદિર મુકામે ખેતીવાડી શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ 2023 અંતર્ગત તાલુકા કક્ષાનો મિલેટસ્ મેળો તથા પ્રાકૃતિક ખેતી અનુસંધાને પરિસંવાદ યોજાયો. જેમાં મુખ્ય અતિથિ તરીકે ધોળકા નાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, એપીએમસીના ચેરમેન પ્રવિણસિંહ ડાભી, જિલ્લાના આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ મકવાણા તેમજ તાલુકા અને નગરપાલીકાના હોદેદારો, ખેતીવાડી નિયામક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક હિનાબૈન દ્વારા ખુબ સરસ વક્તવ્ય આપ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે ભગીરથ પ્રયત્નો કરવામાં આવ્યા.
Read More