જસદણના પ્રાપ્ત વિગતો અનુસાર સાણથલી ગામના ધીરુભાઈ વેકરીયા પોતાની વાડી જે મેઘપર ગામના સીમાડે ખીજડા વાળા ખેતરમાં મજુર થી ઝાડ ની ડાળી કપાવતા હતા તે દરમિયાન ઝાડની ડાળી માથે પડતા ગંભીર ઇજા થઈ હતી જેથી તેમને તાત્કાલિક ગોંડલ ક્રિષ્ના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવામાં આવેલ હતા આ બનાવ અંગે ગોંડલ પોલીસે જરૂરી કાગળો કરીને આ બનાવની તપાસ આટકોટ પોલીસ દ્વારા હાથ ધરી છે. જસદણ તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ
Read MoreDay: February 10, 2023
શિલ્પકળા ક્ષેત્રે રસ ધરાવતા યુવાનોને સાપ્તી ધ્રાંગધ્રા ખાતેના વિવિધ ત્રણ નિવાસી તાલીમ કોર્સના માધ્યમથી સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની અમુલ્ય તક
હિન્દ ન્યુઝ, ભાવનગર ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત કમિશ્નરશ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી-ગાંધીનગર સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી)-ધ્રાંગધ્રા દ્વારા પથ્થરકળા/શિલ્પ ઉદ્યોગ ક્ષેત્રે સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની ઇચ્છા ધરાવતા યુવાનો પાસેથી વિવિધ ત્રણ નિવાસી તાલીમ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં શિલ્પકાર તરીકે તરીકે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે સ્ટોન ક્રાફટ અને ડીઝાઈનનો ૨ વર્ષનો સર્ટીફીકેટ કોર્ષ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત, સ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઇન-૬ મહિના તથા લેથ ઓપરેશન અને સ્ટોન પ્રોડક્ટ ડિઝાઇન-૩ મહિના-એમ બે ટૂંકા ગાળાના કોર્ષ પણ સાપ્તી ધાંગધ્રા…
Read Moreભાવનગર ની જાહેર જનતાને અનઅધિકૃત વ્યક્તિઓની લોભામણી વાતોમાં ન ફસાવા માટે જિલ્લા ઉધોગ કેન્દ્રનું મહત્વપૂર્ણ આહવાન
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા ઉધોગ કેન્દ્ર ના ધ્યાને આવેલ છે કે, કચેરીમાં આવતા કેટલાક અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા ઉદ્યોગ કેન્દ્રમાથી લોન મેળવવાની અરજીઓ મંજુર કરાવવાની લોભ લાલચ આપી આવી અરજીઓ કરવા અને અરજીઓ મંજુર કરાવવા માટે અનઅધિકૃત રકમની માંગણી અરજદારો પાસેથી કરવામાં આવે છે. સરકારના નિયમોનુસાર અરજદારો પાસેથી આવી અરજીઓ માટે કોઈ જ રકમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વસુલવામાં આવતી નથી તથા આવી અરજીઓ મેળવવા માટે કચેરીની બહારના કોઈપણ વ્યક્તિને અધિકૃત કરવામાં આવતા નથી. નિયમ અનુસારના સરકારી કામકાજ માટે નાણાંની માંગણી કરવી કે નાણાં આપવાની ઓફર કરવી બંને ભ્રષ્ટાચાર નિવારણ…
Read Moreભાવનગરના શામપરા કસ્તુરબા ગર્લ્સ હોસ્ટેલ ખાતે એનેમિયા મુકત ભારત અંતર્ગત ટેસ્ટ, ટ્રીટ અને ટોક (T૩) કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા એનેમિયા મુકત ભારત અંતર્ગત તા.૯ ફેબ્રુઆરીના ટેસ્ટ, ટ્રીટ અને ટોક એમ ટી૩ કેમ્પ ભાવનગર જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ યોજાયો હતો. જેમાં મુખ્યત્વે ૧૦ થી ૧૯ વર્ષની કિશોરીઓનું હિમોગ્લોબીન અને બ્લડ ગૃપની તપાસણી કરવામાં આવી હતી. એનિમિયા એ એવી સ્થિતિ છે જેમાં લાલ રક્ત કોશિકાઓની સંખ્યા (આરબીસી), અને પરિણામે તેમની ઓક્સિજન-વહન ક્ષમતા, શરીરની શારીરિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે અપૂરતી છે. લાલ રક્તકણોનું ઉત્પાદન અથવા લાલ રક્તકણોનું અસ્તિત્વ એનિમિયાનું કારણ બની શકે છે. આયર્નની ઉણપ એનિમિયા બાળકોમાં ક્ષતિગ્રસ્ત જ્ઞાનાત્મક, કામમાં ઘટાડો થાય છે.…
Read Moreઅમેરિકા સ્થિત મુેકશભાઈ વસાણીના સપનાને સાકાર કરવા એઈમટ્રોન ફાઉન્ડેશન દ્વારા ત્રંબા ખાતે યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર કરવા તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, રાજકોટ મુકેશભાઈ વસાણીનો જન્મ કોટડાસાાંગાણી તાલુકાના નાના વડીયા ગામે થયેલ છે. મુકેશભાઈ એ સંઘર્ષ માંથી પસાર થઇ સફળતાના ઉચ્ચ શિખરો હાંસલ કરેલ છે. મુકેશભાઈ વસાણીની નાના વડીયાથી અમેરિકા સુધીની યાત્રામાં ઘણા ચઢાવ અને ઉતરાવ સાથે એઈમટ્રોન કાંપનીની સ્થાપના કરી. હાલ તેઓ એઈમટ્રોન ગ્રુપ ઓફ કંપનીના એમ.ડી. અને સી.ઈ.ઓ. તરીકેનું દાયિત્વ નિભાવી રહ્યા છે. તેઓ દ્વારા વર્ષ ૨૦૦૮ માં અમેરિકા અને ભારતમાં એઈમટ્રોન ગ્રુપ ઓફ કંપનીની સ્થાપના કરવામાં આવી. સમયના સથવારે કંપનીએ અમેરિકા અને ભારતમાં નોંધનીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. અનુભવના આધારે કંપની દ્વારા…
Read More