હિન્દ ન્યુઝ, પોરબંદર ટેકનોલોજીને કાર્યક્ષમતા સાથે જોડીને પોરબંદર વહીવટી તંત્રએ ભારત અને ગુજરાત સરકારના વિવિધ પ્રોજેક્ટને સાકાર કરવા કમર કસી છે. વિઝન પોરબંદર ૨૦૪૭માં પણ આરોગ્ય સેવાના ઇન્ડીકેટરને પેપરલેસ સાથે નવા રૂપમાં દર્શાવવામાં આવ્યું છે. પોરબંદરના આરોગ્યતંત્રએ આભા પ્રોજેક્ટમાં રાજ્યમાં અગ્રેસર કામગીરી કરી છે. આભા યોજના ભારત સરકારની હેલ્થ સેવાને ગુણવતાસભર અને સરળ કરવા માટે ફિઝિકલ ડોક્યુમેન્ટેશનમાંથી દર્દીને મુક્ત કરી દર્દીની હિસ્ટ્રીને ઓનલાઈન કરે છે. આ યોજનામાં પોરબંદર જિલ્લો મિશન મોડમાં કામ કરી રહ્યો છે.લાભાર્થીઓનું ડીઝીટલ લોકર જેવું જ પ્લેટફોર્મ બનાવવામાં આવી રહયું છે જે ડીઝીટલ ઇન્ડીયા અને ડીઝીટલ ગુજરાતના…
Read MoreMonth: February 2023
“નલ સે જલ યોજના” થકી રાજકોટ જિલ્લાના ૫૯૯ ગામમાં ૩૭,૦૩૭ નવા નળ કનેકશન સહિત કુલ ૩,૧૦,૯૧૧ ઘરોમાં પહોંચ્યું પીવાનું શુદ્ધ પાણી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લામાં ‘‘નલ સે જલ યોજના’’ અન્વયે ૫૯૯ ગામમાં ૩૭,૦૩૭ નવા નળ કનેકશન સહિત કુલ ૩,૧૦,૯૧૧ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા જલ જીવન મિશનનો ઉદેશ્ય દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવીને નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે, જેના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના સક્ષમ માર્ગદર્શન હેઠળ “નલ સે જલ યોજના” અંતર્ગત વર્ષ ૨૦૨૪ સુધીમાં દરેક ઘરને નળ મારફતે પાણી પુરૂ પાડવાનો લક્ષ્યાંક…
Read Moreરાજકોટ ખાતે યોજાયેલી યોગાસન સ્પર્ધાના ૨૬૦ થી વધુ સ્પર્ધકોમાં ૬૦% થી વધુ મહિલાઓ
હિન્દ ન્યુઝ, રાજકોટ દરેક વ્યક્તિ યોગ કરીને નિરોગી બને, તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજકોટના વિમલ નગર મેઇન રોડ સ્થિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોગાસન સ્પર્ધા ૨૦૨૨-૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે સૌરાષ્ટ્ર ઝોનના કો ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત યોગ અને રમતગમત ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે. રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના સહકાર અને આયોજન તથા રમત ગમત વિભાગના સચિવ અશ્વિનીકુમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ત્રણ તબક્કામાં યોગાસન સ્પર્ધા…
Read Moreકાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા વ્યાજખોરોના ત્રાસમાંથી સામાન્ય પ્રજાજનોને બચાવવા વ્યાજબી દરે લોન ધીરાણ મળી શકે જે અંગે લોકોમાં જાગૃતી લાવવા નવાગામ ખાતે યોજાયેલ લોન ધીરાણ કેમ્પ
હિન્દ ન્યુઝ, કાલાવડ ગુજરાત રાજ્ય સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો વિરૂધ્ધ કડકાઇથી કાર્યવાહી કરવા માટે અને પ્રજામા વ્યાજખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરાવવા જાગૃતી લાવવાના હેતુથી અગાઉ જાહેર લોક દરબાર/ લોક સંવાદ નુ આયોજન કરવામા આવેલ. આ લોક સંવાદમાં વ્યાજખોરો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરાવવા જાહેર જનતા તરફથી મારો પ્રતીસાદ સાપડીયો હતો. જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક જામ. ગ્રામ્ય વિભાગ ડી.પી.વાઘેલા ના માર્ગદર્શન મુજબ વ્યાજખોરોના ત્રાસમાંથી સામાન્ય જનતાને બચાવવા ભગીરથી પ્રયાસના ભાગ રૂપે તા.૦૮/૦૨/૨૦૨૩…
Read Moreભાવનગર જિલ્લામાં તા. ૯ ફેબ્રુઆરીના એનેમિયા મુકત ભારત અંતર્ગત ટેસ્ટ, ટ્રીટ અને ટોક (T૩) કેમ્પ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા એનેમિયા મુકત ભારત અંતર્ગત તા. ૯ ફેબ્રુઆરીના ટેસ્ટ, ટ્રીટ અને ટોક એમ ટી૩ કેમ્પ ભાવનગર જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ યોજાશે જેમાં મુખ્યત્વે ૧૦ થી ૧૯ વર્ષની કિશોરીઓનું હિમોગ્લોબીન અને બ્લડ ગૃપની તપાસણી કરવામાં આવશે. એનિમિયા એ એવી સ્થિતિ છે જેમાં લાલ રક્ત કોશિકાઓની સંખ્યા (આરબીસી), અને પરિણામે તેમની ઓક્સિજન-વહન ક્ષમતા, શરીરની શારીરિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે અપૂરતી છે. લાલ રક્તકણોનું ઉત્પાદન અથવા લાલ રક્તકણોનું અસ્તિત્વ એનિમિયાનું કારણ બની શકે છે. આયર્નની ઉણપ એનિમિયા બાળકોમાં ક્ષતિગ્રસ્ત જ્ઞાનાત્મક, કામમાં ઘટાડો થાય છે. પુખ્ત…
Read Moreજી-૨૦ સમિટના ડેલીગેટસનું સફેદ રણમાં કેમલ સફારી અને કચ્છી સંસ્કૃતિની ઝાંખી પેશ કરીને કરાયું સ્વાગત
હિન્દ ન્યુઝ, ભુજ જી-૨૦ સમિટ અનુસંધાને વિવિધ દેશના ડેલીગેટસ કચ્છના મહેમાન બન્યા છે. ત્યારે ધોરડો સફેદ રણ ખાતે કેમલ સફારી અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ રજૂ કરીને તેમનું કચ્છી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છની સંસ્કૃતિની ઝલક સાથે અધિકારીઓને શ્વેત રણમાં મીઠેરો આવકાર આપવામાં આવ્યો હતો. ધોરડો ખાતે સફેદ રણ નિહાળવા નીકળેલા ડેલીગેટસના માનમાં વોચ ટાવરથી સનસેટ પોઇન્ટ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમની ઝલક રજૂ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ તથા સ્થાનિક કલાકારો પોતાની કળા રજૂ કરી હતી. રોડના શોના લોક સંગીતમાં જોડિયા પાવા, મોરચંગ, સુરંદો, ગડા- ગમેલા,…
Read Moreધોરડોમાં જી-૨૦ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી વિદેશી મહાનુભાવો અભિભૂત
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છના ધોરડોમાં જી-૨૦ની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકના પ્રથમ દિવસે સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સહ ગાલા ડિનરનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની રંગારંગ પ્રસ્તુતિ જોઈને વિદેશી મહેમાનો અભિભૂત થઈ ગયા હતા. કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, મુખ્ય સચિવ રાજકુમાર, પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સૂર્યાસ્ત બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થયો, ત્યારે ધોરડોની સફેદ રણની ધરા પર જાણે ગુજરાત તેમજ દેશની અસ્મિતાના…
Read Moreધોરડો ખાતે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ સહિત સુવિધાઓનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છના સફેદ રણ ધોરડો ખાતે ૭ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન જી-૨૦ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બેઠકના બીજા દિવસે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ તેમજ એપ્રોચ રોડનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીપરસોત્તમ રૂપાલા તેમજ ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ધોરડો ગ્રામ પંચાયતના સરપંચ મિયા હુસેન પાસેથી રણોત્સવની શરૂઆતથી માં ડીને અત્યાર સુધી સફરની વિગતવાર જાણકારી મેળવી હતી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૮મા રણોત્સવમાં આપેલા સંબોધનને…
Read Moreગોળ ઉત્પાદનમાં અગ્રેસર ગીર સોમનાથ, રાબડાં થકી મીઠી આવક મેળવતાં ખેડૂતો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારની આગેવાનીમાં ગુજરાત વિકાસની આગેકૂચ કરી રહ્યું છે. તદુપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રાકૃતિક ખેતીની આગેવાની પણ ખેડૂતોને દિશાદર્શન પૂરું પાડી રહી છે. જેના કારણે ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જેમાં દેશી ઓર્ગેનિક ગોળ પણ લોકોના ભોજનની થાળીમાં મીઠાશ વધારતો થયો છે. ગીર સોમનાથમાં કોડીનાર, તાલાલા, ગોવિંદપરા, પ્રાસલી, ગીરગઢડા, બોરવાવ વગેરે પ્રદેશ ગોળ ઉત્પાદન માટે જાણીતા છે. ગીર સોમનાથના ખેડૂતો પોતે જ ગોળ ઉત્પાદન કરી સારી એવી કમાણી કરતાં થયાં છે અને અન્ય રાજ્યોના શ્રમિકોને પણ…
Read MoreG20 પ્રતિનિધિઓની મુલાકાતના પગલે સ્મૃતિવન મેમોરિયલ અને મ્યૂઝિયમ જાહેર જનતા માટે ૧૦ ફેબ્રુઆરીના રોજ બપોરના ૩ વાગ્યા સુધી બંધ રહેશે
હિન્દ ન્યુઝ, ભુજ સ્મૃતિવન શુક્રવાર ૧૦ ફેબ્રુઆરીના રોજ જ્યારે G20 પ્રેસિડેન્સીમાં પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપના વિદેશથી આવેલા મહેમાનોની યજમાની કરવા જઈ રહ્યું છે ત્યારે જાહેર જનતા માટે સ્મૃતિવન મેમોરિયલ અને મ્યૂઝિયમ શુક્રવારે બપોરે ૩ વાગ્યા સુધી બંધ રહેશે. મ્યૂઝિયમ ટિકિટ બારી બપોરે ૩ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. કચ્છના ધોરડો ખાતે તા ૭ થી ૯ ફેબ્રુઆરી દરમિયાન G20 પ્રેસિડેનસીમાં પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની મીટીંગ યોજાઈ રહી છે જેનું સમાપન આંતરરાષ્ટ્રીય કક્ષાએ બનેલા સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાતથી થશે. માનનીય વડાપ્રધાનના દૂરદ્રષ્ટિ સમા સ્મૃતિવને ઉદ્ઘાટન સમયથી જ લોકો અને પ્રવાસીઓની ખૂબ…
Read More