હિન્દ ન્યુઝ, રાજકોટ મુકેશભાઈ વસાણીનો જન્મ કોટડાસાાંગાણી તાલુકાના નાના વડીયા ગામે થયેલ છે. મુકેશભાઈ એ સંઘર્ષ માંથી પસાર થઇ સફળતાના ઉચ્ચ શિખરો હાંસલ કરેલ છે. મુકેશભાઈ વસાણીની નાના વડીયાથી અમેરિકા સુધીની યાત્રામાં ઘણા ચઢાવ અને ઉતરાવ સાથે એઈમટ્રોન કાંપનીની સ્થાપના કરી. હાલ તેઓ એઈમટ્રોન ગ્રુપ ઓફ કંપનીના એમ.ડી. અને સી.ઈ.ઓ. તરીકેનું દાયિત્વ નિભાવી રહ્યા છે. તેઓ દ્વારા વર્ષ ૨૦૦૮ માં અમેરિકા અને ભારતમાં એઈમટ્રોન ગ્રુપ ઓફ કંપનીની સ્થાપના કરવામાં આવી. સમયના સથવારે કંપનીએ અમેરિકા અને ભારતમાં નોંધનીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. અનુભવના આધારે કંપની દ્વારા…
Read MoreMonth: February 2023
ગીર સોમનાથ નાં ઉનાના પાતાપુરમાં યોજાઈ પશુપાલન શિબિર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉના તાલુકાના પાતાપુર મુકામે પશુપાલન શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથ સંચાલિત પશુ દવાખાના ઉના તથા વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાભરના પશુપાલનો જોડાયા હતાં અને પશુધન-પશુપાલન તેમજ ખેતી વિશે ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું. આ તકે ઉના તાલુકાના ૩૦૦ જેટલા પશુપાલક ભાઈઓ-બહેનોએ પશુપાલન વિશે જુદા જુદા વિષયો પર નિષ્ણાંતો દ્વારા માહિતી મેળવી હતી. આ તકે કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ઉપરાંત મંચસ્થ મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ઉનાના…
Read Moreઆર.ટી.ઓ. કચેરી દ્વારા બાકી બચેલ ગોલ્ડન/સિલ્વર નંબરોનાં ઓનલાઇન રી-ઓક્શન માટેની અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-AX 0001 થી 9999, હળવા મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EE 0001 થી 9999 અને દ્રીચક્રી મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EF 0001 થી 9999 નાં બાકી બચેલી ગોલ્ડન/સિલ્વર નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૧૫-૦૨-૨૦૨૩ થી તા.૧૭-૦૨-૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૧૭-૦૨-૨૦૨૩ થી તા.૧૯-૦૨-૨૦૨૩ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
Read Moreભાવનગર તાલુકા મા તા. ૯ ફેબ્રુઆરીના એનેમિયા મુકત ભારત અંતર્ગત ટેસ્ટ, ટ્રીટ અને ટોક (T૩) કેમ્પ શામ પરા કસ્તુરબા ગર્લ્સ હોસ્ટેલ ખાતે યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા એનેમિયા મુકત ભારત અંતર્ગત તા.૯ ફેબ્રુઆરીના ટેસ્ટ, ટ્રીટ અને ટોક એમ ટી૩ કેમ્પ ભાવનગર જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ યોજાયો હતો. જેમાં મુખ્યત્વે ૧૦ થી ૧૯ વર્ષની કિશોરીઓનું હિમોગ્લોબીન અને બ્લડ ગૃપની તપાસણી કરવામાં આવી હતી. એનિમિયા એ એવી સ્થિતિ છે જેમાં લાલ રક્ત કોશિકાઓની સંખ્યા (આરબીસી), અને પરિણામે તેમની ઓક્સિજન-વહન ક્ષમતા, શરીરની શારીરિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે અપૂરતી છે. લાલ રક્તકણોનું ઉત્પાદન અથવા લાલ રક્તકણોનું અસ્તિત્વ એનિમિયાનું કારણ બની શકે છે. આયર્નની ઉણપ એનિમિયા બાળકોમાં ક્ષતિગ્રસ્ત જ્ઞાનાત્મક, કામમાં ઘટાડો થાય છે.…
Read Moreધોરડોના સફેદ રણમાં જી-૨૦ દેશોના પ્રતિનિધિઓ બન્યા યોગમય
હિન્દ ન્યુઝ, ભુજ જી-૨૦ના ટુરિઝમ વર્કિંગ ગ્રુપની મીટીંગના ત્રીજા દિવસે આજે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છમાં ધોરડોના સફેદ રણમાં પ્રભાતનાં આહલાદક વાતાવરણમાં યોજાયેલ આ યોગ સેશનમાં જી – ૨૦ દેશોના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા. સૂર્યોદય સાથે યોગ સેશનની શરૂઆત થઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિષ્ણાત યોગાચાર્ય અને યોગ શિક્ષકોની ટીમ દ્વારા સૂક્ષ્મ વ્યાયામ, યોગાસનો અને પ્રાણાયામનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વિદેશી પ્રતિનિધિઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગમય બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રસ્તાવ બાદ યુ.એન. દ્વારા ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ જાહેર કર્યો…
Read MoreTWGની બેઠકમાં સમૂહ ચિંતનથી પ્રવાસન ક્ષેત્રને નવી દિશા અને ઊર્જા મળશેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ
હિન્દ ન્યુઝ, ભુજ જી-20 અંતર્ગત કચ્છના ધોરડો ખાતે આજે ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. રાજ્યના આંગણે પધારેલા જી-20 દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સાડા છ કરોડ ગુજરાતીઓ માટે આ ગર્વનો અવસર છે. વિકાસમાં પ્રવાસનની ભૂમિકાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ કહ્યું હતું કે, દેશ અને દુનિયાની જીડીપીમાં ટૂરિઝમનું મહત્ત્વનું યોગદાન છે. આપણે ગુજરાતને સમૃદ્ધ અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ. ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની આ બેઠકમાં વિવિધ દેશો અને સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિવિધ પડકારો અને વિકાસ…
Read Moreશિવરાત્રી મેળા ૨૦૨૩ યાત્રાળુઓની સુવિધા માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરાશે
હિન્દ ન્યુઝ, જૂનાગઢ લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્રબિંદુ એવા શિવરાત્રી મેળાનો તારીખ 15 થી આરંભ થનાર છે શિવરાત્રી મેળામાં આવતા યાત્રી કોને કોઈ અગવડ ન પડે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત થશે. જેમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ફોન – ૦૨૮૫- ૨૬૩૩૪૪૬,૨૬૩૩૪૪૭,૨૬૩૩૪૪૮. સેન્ટ્રલાઈઝ કંટ્રોલરૂમ ઝોનલ કચેરી – ૦૨૮૫ – ૨૯૬૦૧૧૬,૨૯૬૦૨૪૬. માહિતી કેન્દ્ર – ૦૨૮૫ – ૨૯૬૦૧૭૩,૨૯૬૦૧૭૪. પોલીસ ઈમરજન્સી નં. ૧૦૦લ ફોન – ૦૨૮૫ – ૨૬૩૦૬૦૩,૨૬૩૨૩૭૩,ફોરેસ્ટ કંટ્રોલ રૂમ – ૦૨૮૫- ૨૬૩૩૭૦૦, ફાયર ઈમરજન્સી નં. ૧૦૧ ફોન – ૦૨૮૫ – ૨૬૨૦૮૪૧, ૨૬૫૪૧૦૧, મો – ૯૬૨૪૭૫૩૩૩૩, એમબ્યુલન્સ…
Read Moreપીએમ કિસાન યોજનાના ૧૩મા હપ્તાનો લાભ લેવા આધારસિડિંગ તથા ઈ-કેવાસી ફરજિયાત
ગીર સોમનાથ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂ.૬૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. કેન્દ્ર સરકાર યોજનાનો આગામી ૧૩ હપ્તો ચુકવવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિસ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત આધાર ઈ-કે.વાય.સી. પૂર્ણ કરવાનું રહેશે તથા જે બેંક ખાતામાં લાભ લેવા માંગતા હોય તે બેંક ખાતાનું આધાર કાર્ડ સાથે સિડિંગ થયેલ હોવું ફરજીયાત છે. જે લાભાર્થીઓને પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં આપેલ બેંક ખાતાનું આધારસિડિંગ બાકી હોય તો જે-તે બેંકનો સંપર્ક કરી અથવા નજીકની પોસ્ટ શાખાની ઇન્ડીયન…
Read Moreવર્તમાન સમયના પ્રતિકારો માટે વિદ્યાર્થીનીઓને “રાણી લક્ષ્મીબાઇ આત્મરક્ષા પ્રશિક્ષણ”ની તાલીમ અપાશે
હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચ જીલ્લા શિક્ષણ શાખા અંર્તગત સમગ્ર શિક્ષા અને સુરક્ષાસેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે છેડતી વિગેરેનો પ્રતિકાર કરી શકે અથવા વિપરીત સ્થિતિનો સામનો કરી શકે તેવા ઉમદા હેતુથી “રાણી લક્ષ્મીબાઇ આત્મરક્ષા પ્રશિક્ષણ” તારીખ ૦૬ ફેબુઆરી ૨૦૨૩થી શાળા કક્ષાએ આપવામાં આવી રહી છે. આ તાલીમ ભરૂચ જિલ્લાની ૫૧૧ સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની ૨૦,૫૪૧ તેમજ ૩૨ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની ૧૪૨૯ કન્યાઓને આત્મરક્ષણની કેળવણી મળે રહે તે હેતુ પંચીંગ, બ્લોકીંગ, રેસલીંગ, જુડો-કરાટે, ફાઇટ-કરાટે જેવી પાયાની સ્વ-રક્ષણ તાલીમ જીલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તથા પોલીસ વિભાગના સઘન મોનિટરીંગ હેઠળ કરવામાં આવશે.…
Read Moreસુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ખાતે આગામી ૨૫-૨૬ ફેબ્રુઆરી એમ બે દિવસીય ઉત્સવના આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર એકશન મોડમાં
હિન્દ ન્યુઝ, શુકલતીર્થ સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અન્વયે સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ભરૂચ ખાતે આગામી ૨૫ અને ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ એમ બે દિવસીય ઉત્સવના આયોજન કરવા માટેની યોજના અંર્તગત ભરૂચમાં શુકલતીર્થ ઉત્સવની ઉજવણી થનાર છે. આ ઉત્સવની તૈયારીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરા આયોજન સંદર્ભે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાતમાં પ્રાંત અધિકારી યુ.એન.જાડેજા દ્વારા અમલીકરણ અધિકારીઓને મેળા અંગે સુચારુ આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. મેળા સંબંધિત સાધનિક વ્યવસ્થા માટે સંબંધિત અધિકારી તથા કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ વેળાએ જીલ્લા યુવા વિકાસ…
Read More