ઝડપી-આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વધુ એક કદમ

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકારે અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કર્યા બાદ પ્રથમવાર આ ૩ ડ્રાફટ ટી.પી મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલે અલંગની જે ૩ ડ્રાટ ટી.પી મંજૂર કરી છે તેમાં ડ્રાફટ ટી.પી સ્કીમ નં.૧ ત્રાપજ, સ્કીમ નં. ર મહાદેવપર-કઠવા અને સ્કીમ નં-૩ અલંગ-મણાર –કઠવા ની સ્કીમ સમાવિષ્ટ છે. આ ડ્રાફટ ટી.પી સ્કીમને મુખ્યમંત્રીની મંજૂરી મળતાં હવે સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ થશે. એટલું જ નહિ, આંતરમાળખાકીય સવલતો પ્રાપ્ત થવાથી નાગરિકોના ઇઝ ઓફ લિવીંગમાં પણ વૃદ્ધિ થશે. અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની આ ત્રણેય ડ્રાફટ ટી.પી માં કુલ…

Read More

જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષાનાં પ્રવેશ પત્રો વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષાનાં પ્રવેશ પત્રો વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા, જી.ભાવનગર ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષા આગામી તા.૧૧/૦૨/૨૦૨૩ ના રોજ યોજાનાર પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવનાર તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ઉક્ત પરીક્ષાના પ્રવેશ પત્રો નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ www.navodaya.gov.in અથવા www.nvsadmissionclassnine.in પરથી છે. પ્રવેશ પત્રો ડાઉનલોડ કરી શકાશે તેમ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા જણાવાયું છે.

Read More

શિહોરનાં આંબલા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા ખાતે તા. ૧૮ અને ૧૯ જાન્યુઆરીનાં રોજ ઝોનકક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભાવનગર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા દ્વારા આયોજિત પ્રાથમિક તથા માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું ઝોન કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩ ટેકનોલોજી અને રમકડાની થીમ પર તા. ૧૮ અને ૧૯ જાન્યુઆરીના રોજ ભાવનગર જિલ્લાનાં શિહોરનાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે યોજાશે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના મધ્યમ દ્વારા ભાવનગર જિલ્લાનાં વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ વિષયમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી ઝોન કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાશે જેમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગરનાં બાળ વૈજ્ઞાનિકો…

Read More

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની શાનદાર ઉજવણી કરવા માટે બોટાદ વહીવટી તંત્ર સુસજ્જ

હિન્દ ન્યુઝ, બોટાદ ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની શાનદાર ઉજવણી કરવા માટે બોટાદ વહીવટી તંત્ર સુસજ્જ થઈ રહ્યું છે. આ પ્રસંગે બોટાદ જિલ્લો પોતાની ગૌરવભરી ઓળખ રાજ્ય અને દેશ સમક્ષ રજૂ કરશે. ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન અનુસાર બોટાદના ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓનો પ્રારંભ થઈ ચુક્યો છે. પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે વિવિધ કાર્યક્રમોના ભવ્ય આયોજન માટે જોરશોરથી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ તૈયાર કરવાની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બોટાદ ખાતે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે શાનદાર સાંસ્કૃ્તિક…

Read More

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનીયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા અન્વયે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો જાહેર જનતા જોગ

હિન્દ ન્યુઝ, બોટાદ તા.૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા બોટાદ જિલ્લાના તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારના કુલ ૪૬ ૫રીક્ષા કેન્દ્રો પર લેવાશે. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના સમય સવારે ૧૧:૦૦ કલાકથી બપોરે ૧૨: ૦૦ કલાક (કુલ સમય ૧ કલાક) દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં નીચે મુજબના પ્રતિબંધો ફરમાવ્યા છે. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેકસનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦…

Read More

ખેડૂત જોગ: ૧ ફેબ્રુઆરી,૨૦૨૩ સુધીમાં ખેડૂતોએ બાગાયતી સહાય માટે બીલ ફાઇલ જમા કરવાની રહેશે

હિન્દ ન્યુઝ, બોટાદ નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ દ્વારા જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ વર્ષે કચેરી દ્વારા બાગાયતની સહાય યોજનાઓમાં પૂર્વ મંજૂરી આપેલી હોય એવા ખેડૂતોએ સહાય માટે જરૂરી સાધનિક કાગળો સાથે બીલ ફાઇલ તા.૦૧/૦૨/૨૦૨૩ સુધીમાં જમા કરવાની રહેશે. આ માટે જિલ્લાના બાગાયતદાર ખેડૂતો નાયબ બાગાયત નિયામકની કચેરી, એ/એસ/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદનો સંપર્ક સાધી શકશે. ૦૧/૦૨/૨૦૧૩ બાદ આવેલા બીલ દરખાસ્ત ફાઇલે કરવામાં આવશે. સમય મર્યાદાને ધ્યાને લઇ ખેડૂતોએ વહેલી તકે બીલ ફાઇલ જમાં કરાવવા બાગાયત કચેરી, બોટાદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Read More

બોટાદ જિલ્લાના રોજગાર ઈચ્છુક યુવાનો માટે ઉજળી તક

હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી-બોટાદ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તે માટે ઉજળી તક પૂરી પાડવામાં આવી છે. ગ્રામીણ કોટા એક્સેસ બેંક લીમીટેડ એકમ માટે ટ્રેઈની, કેન્દ્ર મેનેજર તથા ફિલ્ડ મેનેજરની જગ્યા માટે ભરતી પ્રક્રિયા યોજાશે. ૧૯થી ૨૯ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦ પાસની લઘુતમ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનોએ અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૧૯ જાન્યુઆરીના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક…

Read More

થરાદમાં એકતા ટુર્નામેન્ટ ક્રિકેટનો થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના હસ્તે કરાવ્યો શુભારંભ

હિન્દ ન્યુઝ, થરાદ થરાદ મહાજનપુરા ચાર રસ્તા પાસે એકતા ટુર્નામેન્ટ ક્રિકેટનો કરાયો શુભારંભ. એકતા ટુર્નામેન્ટ ક્રિકેટમાં થરાદના પૂર્વ ધારાસભ્યો ગુલાબસિંહ રાજપૂતે રીબેન કાપી અને ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાય હતો તેમાં ગુલાબસિંહ રાજપૂતે બેટિંગ કરી હતી અને નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ ઓઝાએ ગેનબાજી કરી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુત સહિતના નગરપાલિકાના સદસ્યો ગ્રામજનો અને ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજક પ્રતાપસિંહ રાજપુત, વિજયસિંહ રાજપૂત, મુનાભાઈ રાઉમા, હરેશભાઈ રાજપૂત, જાકીરભાઇ ફકીર, યુબભાઈ મેમણ, બચુભાઈ શેખ, પરભુભાઈ માળી, બરકતભાઈ રાઉમાં, લક્ષ્મણભાઈ રબારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ ઉપરમુખ સહિતનું…

Read More

સહજાનંદ ગુરૂકુળ માનકૂવા દ્વારા સૈનિક કલ્યાણ કચેરીને રૂ.૩૧ હજારનું દાન આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ભુજ         આપણા જવાનો દેશ સેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના માતૃભુમિના રક્ષણ કાજે શહિદ થવા, પોતાના ધૈર્ય અને સાહસથી દેશને અખંડિત રાખવા, આપણને હર ક્ષેત્રે વિજયી બનાવી આપણા મસ્તક ઉન્નત રાખવા અને પોતે બધા જ દુ:ખો ભોગવીને આપણને સ્વતંત્રતાનું સુખ આપવા તત્પર રહે છે, ત્યારે તેઓના તથા શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરીને શ્રી સહજાનંદ ગુરૂકુળ, માનકૂવા દ્વારા રૂ. ૩૧,૦૦૦ સૈનિક કલ્યાણ કચેરી, ભુજને સુપ્રત કરેવામાં આવ્યા હતા.         સહજાનંદ ગુરુકુળ, માનકૂવાના સંચાલક સંતો પ.પૂ શાસ્ત્રી સ્વામીશ્રી ઉત્તમપ્રિયદાસજી, શાસ્ત્રી સ્વામી આનંદસ્વરૂપદાસજી, શાળાના ગુજરાતી…

Read More

શીતલહેરમાં ઠંડીથી બચવા નાગરીકો, કૃષિપાક, પશુધન માટે વહીવટીતંત્ર દ્વારા જારી કરાઇ માર્ગદર્શિકા

હિન્દ ન્યુઝ, ભુજ શીત લહેર દરમિયાન ઠંડીના પ્રકોપથી બચવા માટે કચ્છ કલેકટરના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે અનુસાર સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો ,ટીવી, અખબારો જેવા તમામ મીડિયા આઉટલેટ્સને અનુસરીને સર્તક રહેવા અનુરોધ કરાયો છે. કાતિલ ઠારમાં કામ વગર લોકોને બહાર ન નીકળવા તથા બિનજરૂરી મુસાફરી ન કરવા વહીવટીતંત્ર તરફથી અપીલ કરાઇ છે. જિલ્લા સમાહર્તાશ્રી દિલીપ રાણાના માર્ગદર્શન હેઠળ જારી કરાયેલી માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ, શિયાળાના ગરમ કપડાંનો પૂરતો સ્ટોક કરો. કટોકટીનો પુરવઠો રાખો – જેમ કે ખોરાક, પાણી, ઇંધણ, બેટરી, ચાર્જર, ઈમરજન્સી લાઈટ…

Read More