સહજાનંદ ગુરૂકુળ માનકૂવા દ્વારા સૈનિક કલ્યાણ કચેરીને રૂ.૩૧ હજારનું દાન આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ભુજ

        આપણા જવાનો દેશ સેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના માતૃભુમિના રક્ષણ કાજે શહિદ થવા, પોતાના ધૈર્ય અને સાહસથી દેશને અખંડિત રાખવા, આપણને હર ક્ષેત્રે વિજયી બનાવી આપણા મસ્તક ઉન્નત રાખવા અને પોતે બધા જ દુ:ખો ભોગવીને આપણને સ્વતંત્રતાનું સુખ આપવા તત્પર રહે છે, ત્યારે તેઓના તથા શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરીને શ્રી સહજાનંદ ગુરૂકુળ, માનકૂવા દ્વારા રૂ. ૩૧,૦૦૦ સૈનિક કલ્યાણ કચેરી, ભુજને સુપ્રત કરેવામાં આવ્યા હતા.

        સહજાનંદ ગુરુકુળ, માનકૂવાના સંચાલક સંતો પ.પૂ શાસ્ત્રી સ્વામીશ્રી ઉત્તમપ્રિયદાસજી, શાસ્ત્રી સ્વામી આનંદસ્વરૂપદાસજી, શાળાના ગુજરાતી મીડીયમના આચાર્ય માનસિંહ ચાવડા (માધ્યમિક વિભાગ) અને હાર્દિકભાઈ વ્યાસ (પ્રાથમિક વિભાગ આચાર્ય) ભંડોળમાં ફાળો આપી સૈનિકોની કલ્યાણ અર્થેની કામગીરીમાં સહભાગી બન્યા હોવાથી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યાના હસ્તે યાદગારી રૂપે સ્મૃતિ ચિન્હ એનાયત કરવામાં આવ્યું હતું. કચ્છ અને મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી ભરતસિંહ ચાવડાએ સહજાનંદ ગુરુકુળ, માનકૂવાના સંતો-મહંતોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment