ફોર વ્હીલર વાહનના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે

હિન્દ ન્યુઝ, ભુજ          પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ – કચ્છની અખબાર યાદી મુજબ એલએમવીના ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ  GJ-12-FC, GJ-12-DM, GJ-12-DS,GJ-12-EE, GJ-12-FA ,GJ-12-FBનું  Re-Auction  શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૬/૧૧/૨૦૨૨, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે . ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૧૧/૨૦૨૨, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ ૧૮/૧૦/૨૦૨૨, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૨૦/૧૧/૨૦૨૨, સમય સાંજે ૪ કલાક થશે.         સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર રૂ.૧૫૦૦૦ તથા અન્ય નંબરોના ફીના દર રૂ.૮૦૦૦ રહેશે. જાહેર કરેલા નંબરોમાંથી જે નંબર ઓનલાઇન ઉપલબ્ધ હશે તે નંબર મેળવી શકાશે. …

Read More

જમ્મુ કાશ્મીરથી BSF જવાનોની સાયકલ રેલી સાંતલપુરા ના ઝઝામ ગામ ખાતે પહોંચી

હિન્દ ન્યુઝ, રાધનપુર આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત સીમા સુરક્ષા દળના જવાનોની જમ્મુથી ભુજ સુધીની સાયકલ રેલી બુધવારે 93મી કોર્પ્સ બીએસએફ બીઓપી જાખોત્રા ખાતે પહોંચી હતી.જેમાં ગામના લોકો, સભ્યો, સરપંચ, સીમા જન કલ્યાણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લોકો નજીકની શાળાના શિક્ષકો અને શાળાના બાળકો અને બીએસએફના અધિકારીઓએ ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું. બુધવારે બપોરે BOP મસાલી અને BOP ઝઝામ વિસ્તારમાં પહોંચીને 93મી બટાલિયન બોર્ડર સિક્યુરિટી ફોર્સના અધિકારીઓ કંપની કમાન્ડહેન્ડ દલબીરસિંઘ ઐરાવત ટુ.આઇ.સી જોનચીનીર ડી.સી બી. એન.લોહાની કંપની કમાન્ડર સોનુંલાલ ઇન્સ્પેક્ટર સંતોષકુમાર રાય અને અનિલ…

Read More

અવસર લોકશાહીનો નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મિશન-૨૦૨૨

હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં તા. ૧૮મી નવેમ્બર દરમિયાન ‘અવસર રથ’ આવી પહોંચશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અવસર રથ પાળીયાદ રોડ વિસ્તાર-બોટાદ, સજેલી-વજેલી, સમઢીયાળા-૨, ઝમરાળા, રતનવાવ, રોહીશાળા, નાના ઝીંઝાવદર, ઈશ્વરીયા, લાખણકા, પીપળ-તતાણા અને ઉગામેડી સહિતના વિસ્તારોમાં ભ્રમણ કરી લોકોને મતદાન અંગે જાગૃત કરશે. બોટાદમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન મુજબ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોની…

Read More

અવસર લોકશાહીનો: લોકશાહીને વધુ મજબૂત બનાવવા જનતાને અચૂક મતદાન કરવાની ઈ-પ્રતિજ્ઞા લેવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર બી.એ.શાહ

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ હિન્દ ન્યુઝ, બોટાદ     રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ‘અવસર ઈ-પ્લેડ્જ કેમ્પેઈન’ શરૂ કરવામાં આવ્યુ છે. ચૂંટણીપંચ દ્વારા સર્વે મતદાતાઓ કોઈપણ જાતના ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને પ્રલોભિત થયા વિના, અચૂક મતદાન કરીને લોકશાહીના આ અવસરમાં જોડાય તે માટે ઈ-પ્રતિજ્ઞા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર જોડાઈ તે માટે સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ અંગે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચે મતદારો…

Read More

બોટાદ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં કાનૂની સેવાઓ અંગે જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ-નાલ્સા, ન્યૂ દિલ્લીના આદેશથી તેમજ નામદાર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ,અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદ દ્વારા તારીખઃ-૩૧/૧૦/૨૦૨૨ થી તારીખઃ–૧૩/૧૧/૨૦૨૨ના સમયગાળા દરમ્યાન બોટાદ જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ આવેલ તમામ ગામડાઓમાં “Empowerment of citizens through Legal Awareness and Outreach” પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતગર્ત જાહેર જનતા નાલ્સાની વિવિધ પ્રજાલક્ષી સ્કીમનો વધુમાં વધુ લાભ લઈ શકે તે હેતુથી જિલ્લામાં આવેલી તમામ ગ્રામ પંચાયતોમાં જાહેર જનતા માટે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લેટેસ્ટ લો અને સ્કીમ, મૂળભૂત…

Read More

બોટાદ જિલ્લામાં હથિયાર બંધીને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

હિન્દ  ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં ચાલુ માસ નવેમ્બર-૨૦૨૨ તથા આગામી ડિસેમ્બર-૨૦૨૨ ના માસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, લાકડીઓ, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરિક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાની…

Read More

સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કોઇ કાઢે નહીં તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૬/૧૧/૨૦૨૨ ના રોજથી તા.૨૦/૧૧/૨૦૨૨ ( બંન્ને દિવસો સહિત) સુધીની મુદત માટે કોઇપણ સભા/સરઘસ/રેલી માટે ઉક્ત મનાઇ હુકમ ફરમાવ્યો છે. ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળીઓ, સરકારી નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યકિતને, કોઈ લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રા કે જેમાં જોડાનાર વ્યકિતઓને તેમજ…

Read More

ભાવનગરમાં મત ગણતરી કેન્દ્રની મુલાકાત લેતા જિલ્લા કલેકટરશ્રી ડી.કે.પારેખ

હિન્દ  ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં વિધાનસભા સામાન્ય ચુંટણી ૨૦૨૨ નાં મત ગણતરી કેન્દ્રની જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ દરેક વિધાનસભા દીઠ સ્ટ્રોંગ રૂમ, મત ગણતરી કેન્દ્ર, મીડિયા સેન્ટર વગેરે સવલતો તથા ભૌતિક સગવડતા અંગેની જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.આ મુલાકાતમાં પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ. એન. કટારા, ભાવનગરના પ્રાંત અધિકારી એચ.એમ ઝણકાટ, સ્થાનિક રીટનિંગ ઓફિસરો, જી.ઈ.સી. સ્ટાફ તથા સ્થાનિક ચૂંટણીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

ભાવનગરમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ અધિકારીઓની જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ,  ભાવનગર વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાવનગરમાં કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. કે. પારેખની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓની તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં વિધાનસભાની ચૂંટણીઓ વખતે પોલીસના કર્તવ્યો જેવા કે બંદોબસ્ત અને સુરક્ષા, શિક્ષાત્મક-૧૯૫૧ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ગુના કરતી વ્યક્તિઓ સામે કાર્યવાહી, ચૂંટણીઓને લગતી જાહેર સભાઓમાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણી, EVM ની સુરક્ષા, મતદારોને કોઈ પણ પ્રકારની રૂકાવટ કે અવરોધ વિના પોતાનો મત નોંધવા માટે સગવડ મળી રહે, મતદાનને દિવસે મતદાન મથકોએ અનિચ્છનીય બનાવ અટકાવવા માટે અગાઉથી સાવચેતીના પગલાં લઈને બનાવો નિવારવા અંગે જણાવાયું હતું.…

Read More

મારુ મતદાન, મારી જવાબદારી સૂત્રને સ્વીકારી મતદાન કરવા અપીલ કરતા જિલ્લા કલેકટર ડી.કે.પારેખ

હિન્દ  ન્યુઝ, ભાવનગર મારુ મતદાન, મારી જવાબદારી ના સૂત્રને સ્વીકારી ભાવનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. કે. પારેખે અપીલ કરી છે. ગુજરાત રાજ્ય વિધાનસભા ૨૦૨૨ ની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે ભાવનગર જિલ્લામાં ૧-ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ મતદાન થનારું છે ત્યારે નિર્ભય અને નિષ્પક્ષ રીતે લોકશાહીના પર્વને ઉજવીને વધુમાં વધુ મતદાન કરવા જિલ્લા કલેકટર દ્વારા જણાવાયું છે. કલેકટર એ વધુમાં જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાની સાત વિધાનસભાની બેઠકોમાં સવારે ૮ થી સાંજના ૫ વાગ્યા સુધી મતદાન થનાર છે મતદાન કરવા…

Read More