હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા હાલાર પંથકના જાણીતા, સેવાભાવી અને દાતા સદગૃહસ્થ જામનગર નિવાસી દિપકભાઈ લાલ પરિવાર દ્વારા પૌત્રરત્ન રિયાનના અવતરણની ખુશાલીમાં ખંભાળિયા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ગરીબોને ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાલ પરિવારના સંપૂર્ણ આર્થિક સહયોગથી ખંભાળિયાના ઘી ડેમમાં વિસ્તારમાં આવેલા સ્લમ વિસ્તાર ખાતે મોટી સંખ્યામાં બાળકોને રસ-પુરીનું ભોજન કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન માટે રઘુવંશી જ્ઞાતિના અગ્રણી સક્રિય કાર્યકર હાર્દિક મોટાણી, રાજુભાઈ બરછા, વિગેરેએ નોંધપાત્ર જેહમત ઉઠાવી હતી. લાલ પરિવારની આ વધુ એક સેવા પ્રવૃત્તિથી લાભાર્થી પરિવારજનોએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. રિપોર્ટર : જયરાજ માખેચા,…
Read MoreMonth: April 2022
પાદર પ્રા.શાળા નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો
હિન્દ ન્યુઝ, કાકરેજ તાલુકાની પાદર પ્રા.શાળા નો શૈક્ષણિક પ્રવાસ તા. ૬-૪-૨૦૨૨ ના રોજ યોજાયો. શાળા ના ૧૨૦ બાળકો એ ભાગ લીધો. નડાબેટ, લખાપીર, ધરણીધર ઢીમા જેવા સ્થળો ની મુલાકાત લીધી. નડાબેટ મુકામે ભારત-પાકિસ્તાન ૦ પોઈન્ટ બોર્ડર ઉપર બાળકો ને મુલાકાત કરાવી. દેશ ના જવાનો કેવી પરિસ્થિતિમાં આપણા દેશ નુ રક્ષણ કરે છે તે સમજ આપવામાં આવી. સરહદી ગૌરવ ગાથા, ઐતિહાસિક માહિતી તેમજ રમત ગમત વિભાગ માં બાળકો એ આનંદ લીધો તેમજ નડેશ્વરીમાતા ના દર્શન કર્યા. લખાપીર દાદા, ધરણીધરજી ભગવાન ઢીમા દર્શન કરી તમામ ભુલકાઓ તેમજ શાળા પરિવારે ધન્યતા અનુભવી. શાળાના…
Read Moreઢોલ વાગ્યા દિયોદર સુજલામ સુફલામ કેનાલ માં પાણી છોડવા ખેડૂતો ની રજુઆત
હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર અને લાખણી તાલુકા માંથી પ્રસાર થતી સુજલામ સુફલામ કેનાલ માં પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતો માં રોષ જોવા મળી આવ્યો છે જેમાં પુન કેનાલ માં પાણી ચાલુ કરવાની માંગ ને લઈ ખેડૂતો ઢોલ વગાડતા વગાડતા મામલતદાર કચેરી પોહચ્યા હતા જેમાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. એક બાજુ વર્તમાન સમય ઉનાળા પાક નું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે જેમાં દિયોદર અને લાખણી વિસ્તાર માંથી પ્રસાર થતી સુજલામ સુફલામ કેનાલ માં એકાએક 1/4/2022 થી સવારે પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતો માં ભારે રોષ જોવા મળ્યો…
Read Moreસંતરામપુર તાલુકાના ના મહેતા ના વાંટા ગામે ગામલોકો તથા મુગા પશુ વેઠી રહ્યાં છે પીવાના પાણી ની મુશ્કેલી
હિન્દ ન્યુઝ, મહિસાગર સંતરામપુર તાલુકાના નજીક ના મહેતા ના વાંટા ગામે ગામલોકો ને પાણી માટે ખૂબ જ વલખાં મારવા પડે છે, ગામના મુખી સરપંચ ને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ સરપંચ તરફ થી કોઈ પણ સમાધાન કરવામાં આવેલ નથી. સરપંચ દ્વારા એવું જાણવા મળેલ છે કે સરકાર દ્વારા એવી કોઈ પાણી ની સુવિધા કરવામાં આવતી નથી તથા ગામલોકો દ્વારા એવું જાણવા મળી રહ્યુ છે અગાઉ ભૂતપૂર્વ સરપંચ રોજ પાણી નું ટેન્કર મોકલી ને પાણી ની સમસ્યા નું સમાધાન કરી આપવામાં આવ્યું હતું અને આ ચાલુ વર્ષે જો અમારી સમસ્યા…
Read More‘સ્વચ્છતા પખવાડિયું -૨૦૨૨’ અંતર્ગત ભાવનગર જિલ્લામાં ‘હેન્ડ વોશિંગ ડે’ ની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં તા. ૧ થી ૧૫ એપ્રિલ, ૨૦૨૨ સુધી ” સ્વચ્છતા સૌનો વ્યવસાય ” સુત્ર અમલીકૃત થાય એ હેતુથી ‘સ્વચ્છતા પખવાડિયું -૨૦૨૨’ અંતર્ગત ભાવનગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો અને સરકાર હસ્તકની હોસ્પિટલોમાં સ્વચ્છતાને અગ્રીમતા આપી સ્વચ્છતાને અમલમાં મૂકવા માટે જુદી-જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત આજ રોજ જિલ્લાની ૨૦૦ કરતાં વધુ સરકારી અને ખાનગી શાળામાં ‘હેન્ડ વોશિંગ ટેકનિક’નું ૧૬ હજાર વિદ્યાર્થીઓ સમક્ષ પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ અધિકારીના માર્ગદર્શન નીચે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, રાષ્ટ્રીય…
Read Moreબોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા રમત ગમત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા વહીવટી તંત્ર બોટાદ તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી બોટાદ દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ યોજાશે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભમાં પાંચ કેટેગરી મુજબ માનસિક દિવ્યાંગ (MRMR), શારીરિક ક્ષતિગ્રસ્ત (OHOH), અંધજન (BLINDBLIND), શ્રવણમંદ ક્ષતિવાળા (DEAFDEAF) અને સેરેબ્રલ પાલ્સી (CPCP) ધરાવતા ભાઈઓ/બહેનો આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. ચાલુ વર્ષે અલગ કેટેગરીમાં સેરેબ્રલ પાલ્સીના ખેલાડીઓ માટે સીધે સીધી…
Read Moreમહીસાગર જિલ્લાના દેગમડા ખાતે પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત્ત જવાનોનો અને તાજેતર માં નિવૃત્ત થયેલા જવાનો નો સન્માન સમારંભ
હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લાના દેગમડા ખાતે પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત્ત જવાનોનો અને તાજેતર માં નિવૃત્ત થયેલા જવાનો નો સન્માન સમારંભ મહીસાગર તીર્થ ધામ દેગમડા ખાતે મઘ્ય ગુજરાત ધર્માઅઘ્યક્ષ (હિંદૂ યુવા વાહિની) મહંત શ્રી અરવિંદગિરિ મહારાજ ના સાંનિધ્યમાં યોજાયો. જેમાં સમારંભ ના અઘ્યક્ષ દીપેશભાઈ પટેલ (Ex.પેરા મિલેટરી સંગઠન પ્રમુખ), તુલસીભાઈ, શૈલેષભાઈ બારિયા, ભાનુભાઇ વાળંદ, રમણભાઈ ખાંટ, મહીસાગર હિન્દુ યુવા વાહિની ટીમ ના કાર્યકર્તાઓ અને સનાતન ધર્મ પ્રેમી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અર્ધ લશ્કરીદળોના જવાનો ના મૂળભૂત પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. હી.યુ.વા પ્રશ્નો ના નિરાકરણ ના પ્રયત્નો માટે જવાનો…
Read Moreપરીક્ષા પે ચર્ચાની પાંચમી શ્રેણીમાં પ્રધાનમંત્રીએ પરીક્ષાર્થીઓ સાથે પ્રેરક પ્રોત્સાહક સંવાદ સાધ્યો લુણાવાડાની કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે મહાનુભાવોએ વિદ્યાથીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળ્યો
હિન્દ ન્યુઝ, લુણાવાડા દિલ્હીના તાલકટોરા સ્ટેડીયમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત પાંચમી શ્રેણીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ સાધી પરીક્ષાના તણાવને દુર કરવા માટે અને પરીક્ષામાં વધુ સારૂ પ્રદર્શન કરવા ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતું. આ કાર્યક્રમ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આજે ૧ લી એપ્રિલે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ દુરદર્શનની નેશનલ ચેનલ તથા દુરદર્શનની તમામ પ્રાદેશિક ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેને સમગ્ર ભારત સહિત મહીસાગર જિલ્લામાં કિસાન માધ્યમિક વિદ્યાલયમાં વિદ્યાર્થીમિત્રો અને શિક્ષકોએ નિહાળ્યું હતું. પ્રધાનમંત્રીએ પ્રેરક સંવાદમાં જણાવ્યું હતું કે, જો…
Read Moreમધ્યાહન ભોજન યોજના હેઠળ ફરજ બજાવતા માનદ વેતનધારકોની “cooking Competition” યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર મધ્યાહન ભોજન યોજના હેઠળ ફરજ બજાવતા માનદ વેતનધારકો જેવા કે સંચાલક/રસોઈયા/મદદનીશની cooking Competition નું આયોજન તાલુકા કક્ષાએ તા.૨૬/૦૩/૨૦૨૨ તથા જિલ્લા કક્ષાએ તા.૨૯/૦૩/૨૦૨૨ ના રોજ આયોજન કરવા કમિશનર, મધ્યાહ્ન ભોજન યોજના, ગાંધીનગર તરફથી સુચના થયેલ. ભાવનગર જિલ્લામાં દરેક તાલુકા મથકે cooking Competition નું આયોજન થયેલ. તાલુકા મથકની આ Competition માં પ્રથમ વિજેતા બનેલ સ્પર્ધકોમાંથી જિલ્લા કક્ષાની સ્પર્ધા તા.૨૯/૦૩/૨૦૨૨ ના રોજ મોડેલ સ્કુલ સિદસરમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૧૦(દસ) તાલુકા વિજેતાઓમાંથી નવ વિજેતાઓએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ. જે પૈકી સિહોર…
Read Moreઆગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષાનાં પ્રવેશ પત્રો વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા, જી.ભાવનગર ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષા આગામી તા.૦૯.૦૪.૨૦૨૨ ના રોજ યોજાનાર છે. રોલ નંબર 131865 થી 132116 સુધીના કુલ ૨૫૨ વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય, ત્રાપજ બંગલા પરીક્ષા કેન્દ્ર પરથી રોલ નંબર 132117 થી 132356 સુધીના કુલ ૨૪૦ વિદ્યાર્થીઓ તળાજા તાલુકાનાં બેલા ગામ ખાતે આવેલ એન. એસ. ડાંખરા ઉત્તર બુનિયાદી વિદ્યાલય, બેલા(બેલા સંસ્થા) પરીક્ષા કેન્દ્ર પરથી તથા રોલ નંબર 132357 થી 132568 સુધીના કુલ ૨૧૨ વિદ્યાર્થીઓ તળાજા તાલુકાનાં બોરડા ગામ ખાતે આવેલ શ્રી કૃષ્ણ ઉત્તર બુનિયાદી…
Read More