હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર નગર પાલિકા રાધનપુર નગરપાલિકા દ્વારા ગોગાશેરી માં ઘણા સમય થી લઇ ને ગટર વ્યવસ્થા, સાફ-સફાઈ નો પ્રશ્ન હતો. લોકો ની વારંવાર અરજીઓ નગરપાલિકા માં આપવામાં આવી હતી ત્યારે નગરપાલિકા માંથી હિતેશ ભાઈ ચૌધરી દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી. હિતેશભાઈ હાજર રહી કામગીરી સારી કરાવી હતી. હિતેશ ભાઈ ના જણાવ્યા અનુસાર આ અમારી ફરજ છે અને બને એટલા પ્રયત્નો કરી લોકો ને ગટર વ્યવસ્થા સાફ સફાઈ કરી આપશું ની ખાતરી પણ આપી હતી. સાફ સફાઈ અર્થે આવેલ મજદુરો એ પણ વ્યવસ્થિત કામગીરી લોકો ના કહ્યા મુજબ કરી…
Read MoreMonth: January 2022
જસદણ શહેરમાં અલગ-અલગ સ્કૂલો કોલેજો માં કોરોના ની વેક્સિન આપવા માટેનું આયોજન
હિન્દ ન્યુઝ, જસદણ આખા ભારતદેશમાં ૧૫ થી ૧૮ વર્ષ ની ઉંમરના બાળકોને કોરોના ના રક્ષણ માટે વેક્સિનેશન માટે જસદણ શહેરમાં અલગ-અલગ સ્કૂલો કોલેજો માં કોરોના ની વેક્સિન આપવા માટેનું આયોજન કરવામાં આવેલ. જેની શરૂઆત શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા તેમજ યુવા ભાજપ પ્રમુખ નિલેશભાઈ દુધરેજીયા, રમેશભાઈ હિરપરા તેમજ તમામ સ્કૂલના સંચાલકો સાથે સંકલન કરી અને આરોગ્યની ટીમ ડોક્ટર અફઝલ તેમજ જીતુભાઈ પટેલ અને વેક્સિનેશન ના ઇન્ચાર્જ પંકજભાઈ ચાંવ, સહ ઇન્ચાર્જ ડો. કેતનભાઈ પટેલ ઉપસ્થિ રહેલ જેમાં જસદણની આસ્થા સ્કૂલમાં બપોર…
Read Moreહારિજ નગરપાલિકા ના રોડ કોન્ટ્રાકટર દ્વારા સારો રોડ તોડી પાડવા અંગે અનેક પ્રકારના સવાલો ઉઠવા પામ્યા
હિન્દ ન્યુઝ, હારીજ હારીજ નગરપાલિકા તરફી છાસવારે ગટર અને રોડ ના મુદ્દે સમસ્યાઓનો ભોગ હારીજ નગરની જનતા બની રહી છે. હારીજ બજાર માં અંદાજે એક વર્ષ અગાઉ બનાવેલ માર્ગ ને નુકસાન વગર તોડી પાડવામાં આવ્યો છે જેના કારણે નગરમાં અવર જવરના માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કોઈ પણ પ્રકારના કામ વગર કોન્ટ્રાકટર દ્વારા રોડ તોડી પાડવામાં આવ્યો છે ત્યારે કોન્ટ્રાકટર ની ભ્રષ્ટ નીતિ અંગે વેધક સવાલો ઉઠવા પામ્યા છે. હારિજનો નેહરુ રોડ દિવાળીના સમય થી બનાવવા નું કાર્ય ચાલું કરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી આ રોડનું કાર્ય પૂર્ણ…
Read Moreપાલિતાણાના વિદ્યાર્થીઓએ કોરોના વેકસીન લેવામાં ઉત્સાહ દાખવતા પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટર પર પ્રોત્સાહિત કર્યા
હિન્દ ન્યુઝ, ભાવનગર. 03/01/2022 દેશભરમાં 15 થી 18 વર્ષના 7.40 કરોડ કિશોર કિશોરીઓ માટે આજ તારીખ 3જી જાન્યુઆરીથી કોરોના વિરોધી રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. દરમિયાન આજે ગુજરાતમાં ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે અંકુર વિધાલયમાં વિદ્યાર્થીઓએ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અપાતી વેકસીન ઉત્સાહભેર લીધી હતી. તે અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા એ ટ્વીટર પર ફોટાઓ સાથે વિગતો ટાંકી વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. અને જેઓ કોરોના વેકસીન લેવામાં બાકી છે તેમને સત્વરે વેક્સીન લેવા અનુરોધ કર્યો હતો. ભારત સરકારના આરોગ્ય મંત્રી માંડવિયાના આ ટ્વિટર સંદેશની ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નોંધ…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં 11 લાખ વૃક્ષો વાવવનો જે મહા સંકલ્પ કરવામાં આવેલ તે અંતર્ગત પ્રચાર પ્રસાર સમિતિ ની આજરોજ બેઠક મળી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા મીટીંગ માં સોમનાથ ટ્રસ્ટના વૃક્ષારોપણ ના મહા સંકલ્પનો વિષય છેવાડાના લોકો સુધિ પહોચે, પર્યાવરણ વિશે જાગૃતિ આવે,લોકો વૃક્ષ ને પ્રેમ કરતા થાય. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર વૃક્ષારોપણ કરી આ પ્રોજેક્ટ પૂર્ણ નથી કરવાનો સાથે જ વૃક્ષોનો ઉછેર થાય, ખેડૂતોને વૃક્ષારોપણ થી આર્થિક ઉપાર્જન થાય, વૃક્ષના માધ્યમથી ખેડૂતોની રોજીરોટી ચાલે. ભવિષ્યમાં વૃક્ષો અને વૃક્ષારોપણ ની બાબતમાં ગીર સોમનાથ જિલ્લો ગુજરાત નહીં પરંતુ ભારત ભર માં રોલ મોડલ તરીકે સ્થાપિત થાય. લોકવાયકા માં લીલી નાઘેર કહેવાતું આ ક્ષેત્ર આવનારા વર્ષોમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ ના આ મહા…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ વખત રાજ્યકક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના વડા મથક અને સુપ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ મહાદેવવી સાનિધ્યમાં પ્રથમ વાર રાજ્યકક્ષાની ત્રિ-દિવસીય હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રાજેશ ડોડીયાની પ્રેરક ઉપસ્થિતીમાં બહેનો માટેની હોકી સ્પર્ધાનો શુભારંભ કરાયો હતો. રાજ્યભરમાંથી અંડર-૧૯ની ૩૦ જેટલી ભાઈઓની હોકી ટીમ અને ૨૪ બહેનોની હોકી ટીમ ગીર વેરાવળ-સોમનાથના આંગણે રાજ્યકક્ષાની હરીફાઈમાં ભાગ લેવા પહોંચી છે. આ તમામ ખેલાડીઓના સપોર્ટ સ્ટાફ અને શિક્ષકોને રહેવાની-જમવા સહિતની તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે. આ સ્પર્ધામાં ૯૦૦ જેટલા ખેલાડીઓ અને ૧૦૦ થી વધુનો સપોર્ટ સ્ટાફ ગીર સોમનાથ જીલ્લાવી…
Read Moreવેરાવળ તાલુકામાં ૨૨ મધ્યાહ્ન ભોજન સંચાલક કમ-કૂકની જગ્યા ભરાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળ તાલુકામાં ૨૨ મધ્યાહન ભોજન સંચાલકની તદ્દન હંગામી ધોરણે જગ્યા ભરવામાં આવશે. આ માટે લાયકાત ધરાવતા ફકત સ્ત્રી ઉમેદવારો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ પદ માટે લાયક વયમર્યાદા તા.૦૭-૦૧-૨૦૨૨ ની સ્થિતિએ ૨૦ થી ૬૦ વર્ષ સુધીની છે શૈક્ષણિક લાયકાત ધો.૧૦ પાસ પરંતુ એસ.એસ.સી. પાસ ઉમેદવાર ન મળે તો તેવા કિસ્સામાં ધોરણ-૭ પાસ પસંદ થવા પાત્ર છે. આ પદ પર માસિક માનદ વેતન રૂ. ૧૬૦૦/- મળવા પાત્ર થશે. આ માટે ઉમેદવારોએ મામલતદાર કચેરી, વેરાવળ(ગ્રામ્ય), સરકારી વિજ્ઞાન શાળા સામે, રાજેન્દ્ર ભુવન રોડ ખાતેથી નિયત નમુનાના અરજી પત્રક…
Read Moreગીર-સોમનાથ જિલ્લામાં ૧૫-૧૮ વર્ષની વયજૂથના બાળકો માટે ૧૨૫ કેન્દ્રો પર વેક્સીનેશન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર સામે ૧૫-૧૮ વર્ષની વયજૂથના બાળકોને સુરક્ષા કવચ આપવા માટે ગીર સોમનાથ જિલ્લામાં ૧૨૫ કેન્દ્રો પર વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ વયજૂથના બાળકોને કોવેક્સીન જ આપવામાં આવશે. બાળકો શૈક્ષણિક કાર્યની સાથે અન્ય કાર્યો પણ નિર્ભિકપણે કરી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૫-૧૮ વર્ષની વયજૂથના બાળકોને વેક્સીન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ ૨૦૦૭ પહેલાં જન્મેલા હોય તેવા બાળકોને રસી આપવામાં આવી રહી છે. આ માટે Cowin પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશનની સાથે ઓનસાઈટ પર પણ નોંધણીની સુવિધા…
Read Moreવેરાવળમાં જાહેરહિતમાં ખસી ગયેલા કોળીવાડાના આસામીઓ માટે નવા આવાસના નિર્માણ માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે ખાતમૂહુર્ત
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળ શહેરના કોળીવાડા વિસ્તારના ૧૦ આસામીઓએ નગરપાલિકાના જુની કોર્ટથી રામભરોસા પોલીસ ચોકી સુધી જતા રોડ પર આવેલા પોતાની માલિકીના મકાનો જાહેર હિતમાં ખસેડવા સમંત થયા હતા. નગરપાલિકા દ્વારા આ તમામ આસામીઓને રહેણાંક માટે જમીન આપવમાં આવી હતી. આ જમીનમાં નવા મકાન બનાવવા માટે રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કોળીવાડા વિસ્તારના આ મકાનધારકોની અપાયેલી જમીન પર આવાસ નિર્માણ માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઇ ફોફંડીએ જણાવ્યું કે, કોળી વાળાના આ મકાનોનો પ્રશ્ન લગભગ ૩૫ વર્ષ…
Read Moreકોરોના સંક્રમણને ધ્યાને લેતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કેટલાક નિયંત્રણો લંબાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું
આ જાહેરનામું તા.૦૭/૦૧/૨૦૨૨ સુધી બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે હિન્દ ન્યુઝ, બોટાદ કોરોના સંક્રમણને ધ્યાને લેતા ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૨૦/૧૨/૨૦૨૧ ના હુકમથી સમગ્ર રાજ્યમાં જાહેર કરવામાં આવેલ નિયંત્રણો તા.૨૧/૧૨/૨૦૨૧ થી તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી અમલમાં રહે તે મુજબ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ જેના અનુસંધાને તા.૨૦/૧૨/૨૦૨૧ થી બોટાદ જિલ્લામાં વિગતવાર જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. કોરોના સંક્રમણને ધ્યાને લેતા ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૩૧/૧૨/૨૦૨૧ ના હુકમથી થયેલ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણોની અવધિ લંબાવવાનું નક્કી કરેલ છે જે અન્વયે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે નિયંત્રણોની અવધિ લંબાવતું જાહેરનામું પ્રસિધ્ધ…
Read More