ગીર-સોમનાથ જિલ્લામાં ૧૫-૧૮ વર્ષની વયજૂથના બાળકો માટે ૧૨૫ કેન્દ્રો પર વેક્સીનેશન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર સામે ૧૫-૧૮ વર્ષની વયજૂથના બાળકોને સુરક્ષા કવચ આપવા માટે ગીર સોમનાથ જિલ્લામાં ૧૨૫ કેન્દ્રો પર વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ વયજૂથના બાળકોને કોવેક્સીન જ આપવામાં આવશે.

બાળકો શૈક્ષણિક કાર્યની સાથે અન્ય કાર્યો પણ નિર્ભિકપણે કરી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૫-૧૮ વર્ષની વયજૂથના બાળકોને વેક્સીન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ ૨૦૦૭ પહેલાં જન્મેલા હોય તેવા બાળકોને રસી આપવામાં આવી રહી છે. આ માટે Cowin પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશનની સાથે ઓનસાઈટ પર પણ નોંધણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Related posts

Leave a Comment