વેરાવળમાં જાહેરહિતમાં ખસી ગયેલા કોળીવાડાના આસામીઓ માટે નવા આવાસના નિર્માણ માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે ખાતમૂહુર્ત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

વેરાવળ શહેરના કોળીવાડા વિસ્તારના ૧૦ આસામીઓએ નગરપાલિકાના જુની કોર્ટથી રામભરોસા પોલીસ ચોકી સુધી જતા રોડ પર આવેલા પોતાની માલિકીના મકાનો જાહેર હિતમાં ખસેડવા સમંત થયા હતા. નગરપાલિકા દ્વારા આ તમામ આસામીઓને રહેણાંક માટે જમીન આપવમાં આવી હતી. આ જમીનમાં નવા મકાન બનાવવા માટે રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કોળીવાડા વિસ્તારના આ મકાનધારકોની અપાયેલી જમીન પર આવાસ નિર્માણ માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઇ ફોફંડીએ જણાવ્યું કે, કોળી વાળાના આ મકાનોનો પ્રશ્ન લગભગ ૩૫ વર્ષ જૂનો પ્રશ્ન હતો. ભગવાન સોમનાથ દાદાની કૃપાથી એ પ્રશ્ન પણ હાલ થવા જઈ રહ્યો છે. જેથી સમગ્ર વેરાવળના નગરજનોને આ બન્ને રસ્તા ખૂબ પહોળા થવાથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થશે.

 

આ રસ્તાઓ એક તપેશ્વરથી સીધો ટાંકીમાંથી સીધો મુખ્ય રસ્તાને જોડશે અને બીજો કોળી વાળાના ૧૦ મકાનો નીકળશે તો રસ્તો ૩૦ ફૂટ પહોળો રસ્તો મળશે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, વેરાવળ નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશભાઈ વિઠલાણી, શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા, મોટા કોળીવાડા ટ્રસ્ટના પ્રમુખ વિરજીભાઈ જેઠવા, અગ્રણી સર્વ ભરતભાઈ ચોલેરા, સામતભાઈ, નગરપાલિકાના સભ્યો સાથે વેરાવળ કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

Related posts

Leave a Comment