જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને આજે કલેકટર કચેરી ખાતે મળી હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની આ બેઠકમાં ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી તેમજ તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ રજુ કરેલા રસ્તાઓ, બીનઅધિકૃત દબાણો, વીજ ફીડર, પાણીની વ્યવસ્થા, જમીન માપણી, બીનખેતી, યોજનાઓની સહાય અંગે વગેરે બબતોને લગતા પ્રશ્નો પરત્વે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજુ કરવા અંગેની સૂચના આપી હતી. ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટર…

Read More

પાલિતાણામાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા

હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ સવારે પાલીતાણા ખાતે એક અને અખંડ ભારતના શિલ્પી એવાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. સરદાર પટેલની પ્રતિમા અને સરદાર ચોકના અનાવરણ પ્રસંગે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તથા આર.સી.મકવાણા, મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા, ઘનશ્યામભાઈ શિહોરા, રેખાબેન ડુંગરાણી તથા પાલીતાણાના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં. બ્યુરોચીફ : હકીમ ઝવેરી

Read More

ભાવનગર જિલ્લામા મહિલા વિકાસ અર્થે શ્રેષ્ઠ કામગીરી કરતી સંસ્થા અથવા વ્યક્તિઓને “મહિલા વિકાસ પુરષ્કાર” આપવા અર્થે અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારનાં મહિલા વિકાસ બાળ વિકાસ વિભાગ દ્વારા “મહિલા વિકાસ પુરષ્કાર” યોજના હેઠળ દર વર્ષે રાજ્યની મહિલા સ્વેચ્છિક સંસ્થા અને મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારને પુરષ્કાર આપવા માટે નક્કી થયેલ છે. જેમાં શ્રેષ્ઠ મહિલા સંસ્થાને રૂ. એક લાખ અને શ્રેષ્ઠ મહિલા કાર્યકરને રૂ.૫૦ હજાર આપવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં મહિલા વિકાસને લગતી શ્રેષ્ઠ કામગીરી કરતી એક સ્વૈચ્છિક સંસ્થાને અને એક શ્રેષ્ઠ સામાજીક કાર્યકરને વર્ષ ૨૦૨૧-૨૦૨૨ નાં “ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર” એનાયત કરવા મહિલા અને બાળ અધિકારીની કચેરી-ભાવનગર મારફતે નિયમ નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.…

Read More

પાલીતાણા ખાતે કોવિડ રસીકરણ કેન્દ્રની મુલાકાત લેતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા

હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આજે સવારે પાલીતાણા ખાતે કાર્યરત કોવિડ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. મંત્રીએ ઉપસ્થિત પાલીતાણાવાસીઓને કોરોનાના સામે રક્ષણ માટે કોરોના રસીની ઉપયુક્તતા વિશે જાણકારી આપી દરેક વ્યક્તિ કોરોનાની રસી લઈ લે તે આજના સમયની તાતી જરૂરિયાત છે તેમ સમજાવ્યું હતું. મંત્રીએ આ અવસરે નવી શબ વાહિનીને પણ જનતાના ઉપયોગ માટે ખુલ્લી મૂકી હતી. અવસરે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ તેમની સાથે જોડાયા હતાં. આ પ્રસંગે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તથા આર.સી.મકવાણા, મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા, ઘનશ્યામભાઈ શિહોરા, રેખાબેન ડુંગરાણી તથા પાલીતાણાના…

Read More