હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૧૪, ખેતી વિષયક ધિરાણ કરતી સેવા સહકારી મંડળીઓને જણાવવામાં આવે છે કે ટુંકી મુદત અને મધ્યમનું ધિરાણ તેમજ વસુલાત તથા સભાસદોની થાપણ વધારવા નાણાકીય સહાય આપવાની યોજના અમલમાં છે. જે માટે પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સેવા સહકારી મંડળીઓ કે જે છેલ્લા પાંચ વર્ષથી ધિરાણ કરેલ હોય, વસુલાત નિયમિત કરતી હોય તેમજ ધિરણ-વસુલાતમાં યોજનામા ઢાંચા મુજબ વધારો થયો હોય, તથા સભાસદ થાપણમાં વૃધ્ધિ થઈ હોય તે મંડળીને સહાય મળી શકે છે. જે ધ્યાને લઈને જરૂરી પાત્રતા ધરાવતી મંડળીઓએ તાત્કાલિક સને: ૨૦૧૫-૨૦૧૬ થી સને : ૨૦૧૯-૨૦૨૦ સુધીના પાંચ…
Read MoreMonth: October 2020
કોડીનારના સાંઢણીધાર ગામે નાબાર્ડ દ્રારા વર્કશોપ યોજાયો
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૧૪, કોડીનાર તાલુકાના સાંઢણીધાર ગામે નાબાર્ડ દ્વારા પ્રશિક્ષક અને સ્વ-સહાય જૂથના સભ્ય માટે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં નાબાર્ડ ડીડીએમ કિરણ રાઉત, સોરથ મહિલા વિકાસ સહકારી સમિતિના શ્રીમતી મોતીબેન, કોડીનાર તાલુકા સહકારી બેંકિંગ સંઘ મર્યાદિત રધુભાઇ ચાવડા, બરોડા બેંકના અમોલ ભોસલે અને તાલુકા પંચાયતના કે વી ગોહિલે માર્ગદર્શન આપ્યું હતું. આ વર્કશોપમા ૮૦ સ્વ-સહાય જૂથની બહેનોએ ભાગ લીધો હતો. વર્કશોપમાં આત્મનિર્ભર યોજના, ઇશક્તિ, પંચસૂત્ર વિશેષ માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી હતી. વર્કશોપનું આયોજન પ્રથામિક શાળામાં કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ
Read Moreગીર સોમનાથ જિલ્લામાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય સમારોહ માટે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૧૪, કોવિડ-૧૯ની અસરની ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ, નવરાત્રી અને આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે માર્ગદર્શક સુચનાઓ જારી કરવામાં આવી છે. કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક, રાજકીય સમારોહમા ૬ ફૂટનું અંતર રાખવુ, ચહેરાને ઢાંકી રાખવો, થર્મલ સ્કેનીંગ, સેનેટાઈઝરની સુવિધા, સાધનો સેનેટાઈઝ કરવા, હેન્ડવોશ, થુંકવા પર પ્રતિબંધ, ૬૫ વર્ષની વયના નાગરિકો, ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભાઓ, અન્ય બિમારીથી પિડાતા લોકોએ ભાગ લેવો નહિ, આરોગ્ય સેતુ એપનો ઉપયોગ, કોઈપણ સ્થળે ૫૦ થી વધુ…
Read Moreભાભર બ્રાહ્મ સમાજના આગેવાનો દ્વારા ભાભર મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, ભાભર ભાભર મામલતદાર કચેરી ખાતે બ્રાહ્મ સમાજના લોકો દ્વારા રાજસ્થાન ના કારોલી ખાતે થયેલ એક વૈષ્ણવ સમાજ ના વ્યક્તિ ની નિર્મમ હત્યા ના પગલે બ્રાહ્મણ સમાજ માં ઘેરો પ્રત્યાઘાત પડતાં આજે ભાભર ખાતે પણ બ્રાહ્મ સમાજના આગેવાનો દ્વારા ભાભર મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આ હત્યા ના બનાવ ને સખત શબ્દોમાં વખોડી ને આવતા દિવસો દરમિયાન જો કડક પગલાં લેવા માં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચીમક આપી હતી. જેમાં બ્રાહ્મણ સમાજ ના પ્રમુખ કાંતિભાઇ જોશી, મણીલાલ જોશી, લાભેશ દવે તથા તમામ નામી…
Read Moreજેતપુર ખાતે ઓમ કોવિડ-૧૯ હોસ્પિટલ પ્રજા સમક્ષ ખુલ્લી મુકવામાં આવી
હિન્દ ન્યૂઝ, જેતપુર કોરોના મહામારીમાં કોરોના દર્દીઓનો આંકડો આકાશને પણ પાર કરી જાય તેટલો ઊંચો થયો છે. વધતી જતી દર્દીઓની સંખ્યાને સુવિધાઓ આપવા, મોટા શહેરોની હોસ્પિટલો પણ ક્યાંકને ક્યાંક પાછી પડી રહી હોવાના દાખલાઓ સામે આવ્યા હતા. આ દરમ્યાન જેતપુરથી જૂનાગઢ વચ્ચે આવતી જેતલસરની સોરઠ હોટેલને જેતપુરના ચાર મિત્રોએ સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ કોવિડ હોસ્પિટલમાં ફેરવી નાખી છે. હોસ્પિટલ સંચાલક યોગેશ નાયડુ સાથે વાત કરતા જણાવ્યું કે એક કોરોના દર્દીને શું તકલીફ પડતી હોય છે તેના તે પોતે સાક્ષી છે.જે તે સમયે પોતે સંક્રમિત હતા તે સમયે ભોગવેલી મુશ્કેલીઓ અન્ય દર્દીઓને…
Read Moreછોટાઉદેપુરના સીતાફળની અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત ભરમાં માંગ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુરના જંગલોમાં થતા સીતાફળ આદિવાસીઓ માટે રોજગારીનું માધ્યમ બન્યા. સ્થાનિક ભાષામાં અનુરા તરીકે ઓળખાતા સીતાફળ સંપૂર્ણ ઓર્ગેનિક ફળ હોઇ એની માંગ ખૂબ જ રહેતી હોય છે. સમૃદ્ધ વન્ય સંપદાથી સંપન્ન છોટાઉદેપુર જિલ્લાના જંગલોમાં કુદરતી રીતે જ ઉગી નીકળતા સીતાફળના વૃક્ષો આ જિલ્લાના આદિવાસી સમાજ માટે પુરક રોજગારી આપી રહ્યા છે. અનેક ઇમારતી વૃક્ષો, ઔષધિય વનસ્પતિ, ચારોળી સહિત સીતાફળના ઝાડો મોટી સંખ્યામાં જોવા મળે છે. છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, કવાંટ અને નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલા જંગલોમાં કુદરતી રીતે જ સીતાફળના ઝાડો ઉગી નિકળે છે. પોતાની માલિકીના જમીનમાં ઉગતા…
Read Moreગીર સોમનાથ જિલ્લાના કોડીનાર માં ૧૪/ વર્ષ ની સગીરા પર દુષ્કર્મ દાદીમાં એ નોંધાવી પોલીસ ફરિયાદ ધટનામા રાજકીય આગેવાનુ પણ નામ
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, કોડીનાર શહેરમાં તા.૧૪/૧૦/૨૦૨૦ ના મંગળવારે બનાવ બનેલ મુર રાજુલા ગામની અને કોડીનાર શહેરમાં મધુવન સોસાયટી માં તેની નાની માં સાથે રહેતી ૧૪/વર્ષ ની એક માસુમ સગીરા ઉપર કોડીનાર ના એક પ્રતિષ્ઠિત રાજકીય મામા ની મદદથી તેમના ફાર્મ હાઉસ ખાતે દુષ્ટ કર્મ આચાર્યો અંગેની માસુમ સગીરા ની દાદીમા એ કોડીનાર મા ફરિયાદ કરતા ગીર સોમનાથ જિલ્લામાં ચર્ચા સાથે ચકચાર મચી ગઈ છે. બનાવ ની વિગતોના આધારે રાજુલા ના વડીલી રોડ નજીક રહેતા ફરીયાદી અમીના બેન દાદુ શાહ પઠાણ ની ૧૪/ વર્ષ ની માસુમ સગીરા પુત્રી છેલ્લા કેટલાક…
Read Moreદિયોદર ના ફાફરાળીના નાનકડા ગામ માં ત્રણ સગા ભાઈ ઓ દેશ ની સેવા માટે જોડાયા
હિન્દ ન્યૂઝ, દિયોદર મૂળ દિયોદર તાલુકા ના ફાફરાળી ગામ ના વતની ગંગાજી ચેલાજી ઠાકોર વર્ષો થી ખેત મજૂરી કરે છે અને તેમનું સપનું હતું કે પોતાના ત્રણ લાડકવાયા દીકરા દેશ ની સેવા માટે જોડાય આ સપનું આ પરિવાર ને સાકાર બન્યું છે. રાત દિવસ મહેનત કરી ગંગાજી ચેલાજી ઠાકોરે પોતાના ત્રણ દીકરા ને ભણાવ્યા હતા. જેમાં આજે સહુ થી મોટો દીકરો મુકેશજી ઠાકોર આર્મી મેડિકલ વિભાગ માં હૈદરાબાદ માં સેવા આપે છે અને બીજો પુત્ર દીનેશજી ઠાકોર ભચાઉ ખાતે પોલીસ જવાન માં ફરજ નિભાવે છે. જેમાં સહુ થી નાનો દીકરો…
Read Moreવાંકાનેર સીટી પોલીસે ઈંગ્લીશ દારૂ સાથે બેને ઝડપી લીધા
હિન્દ ન્યૂઝ, વાંકાનેર વાંકાનેર સીટી પોલીસે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ અને મોબાઈલ સહિતના મુદામાલ સાથે બે ઇસમોને વાંકાનેર સીટી પોલીસે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ અને મોબાઈલ સહિતના મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે ગાયત્રી મંદિર પાસે આરોગ્યનગર શેરી નં. ૦૫ માં રહેતા હાર્દિક અસયાના મકાનમાં દરોડો કરતા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૨ કીમત રૂ ૧૬૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે દારૂ અને બે મોબાઈલ અને દારૂનો જથ્થો મળીને કુલ રૂ ૧૭,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને…
Read Moreદિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી નું શાંતિપુણ માહોલ માં પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન થયું
હિન્દ ન્યૂઝ, દિયોદર વિખવાદ માં રહેલ દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો જોવા મળી આવ્યો હતો જેમાં ખેડૂત વિભાગ માં 10 સીટ માટે 20 ઉમેદવાર અને વેપારી વિભાગ માં 4 સીટ માટે 8 ઉમેદવાર એટલે કુલ 14 સીટ માટે 28 ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો હતો જેમાં કુલ 2189 મતદારો હોવાથી આ ચૂંટણી રસાકસી બની હતી. જેમાં આજે શાળા નંબર 2 ખાતે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ચૂંટણી ધ્યાને લઇ વેપારી મતદારો માટે બે તેમજ ખેડૂત મતદારો માટે પાંચ મતદાન મથકો ઉભા…
Read More