દિયોદર ના ફાફરાળીના નાનકડા ગામ માં ત્રણ સગા ભાઈ ઓ દેશ ની સેવા માટે જોડાયા

હિન્દ ન્યૂઝ, દિયોદર

મૂળ દિયોદર તાલુકા ના ફાફરાળી ગામ ના વતની ગંગાજી ચેલાજી ઠાકોર વર્ષો થી ખેત મજૂરી કરે છે અને તેમનું સપનું હતું કે પોતાના ત્રણ લાડકવાયા દીકરા દેશ ની સેવા માટે જોડાય આ સપનું આ પરિવાર ને સાકાર બન્યું છે. રાત દિવસ મહેનત કરી ગંગાજી ચેલાજી ઠાકોરે પોતાના ત્રણ દીકરા ને ભણાવ્યા હતા. જેમાં આજે સહુ થી મોટો દીકરો મુકેશજી ઠાકોર આર્મી મેડિકલ વિભાગ માં હૈદરાબાદ માં સેવા આપે છે અને બીજો પુત્ર દીનેશજી ઠાકોર ભચાઉ ખાતે પોલીસ જવાન માં ફરજ નિભાવે છે. જેમાં સહુ થી નાનો દીકરો મહેશજી ઠાકોર પણ આર્મી રાજપૂતાના રાઇફલ માં તાલીમ લઈ ને એક વર્ષ બાદ આજે પોતાના વતન ફાફરાળી ગામે આવતા સમસ્ત ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. નાનકડા ગામ ના ત્રણ દીકરા એ ફાફરાળી ગામ સહિત દિયોદર ઠાકોર સમાજ નું ગૌરવ વધારતા સમસ્ત ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા દિયોદર

Related posts

Leave a Comment