વાંકાનેર સીટી પોલીસે ઈંગ્લીશ દારૂ સાથે બેને ઝડપી લીધા

હિન્દ ન્યૂઝ, વાંકાનેર

વાંકાનેર સીટી પોલીસે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ અને મોબાઈલ સહિતના મુદામાલ સાથે બે ઇસમોને વાંકાનેર સીટી પોલીસે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ અને મોબાઈલ સહિતના મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે ગાયત્રી મંદિર પાસે આરોગ્યનગર શેરી નં. ૦૫ માં રહેતા હાર્દિક અસયાના મકાનમાં દરોડો કરતા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૨ કીમત રૂ ૧૬૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે દારૂ અને બે મોબાઈલ અને દારૂનો જથ્થો મળીને કુલ રૂ ૧૭,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી હાર્દિક ગોવિંદ અસયા (લોધા) ઉ.વ.૨૯) અને કિશન ઉર્ફે કાનો અશોક ખીરૈયા રહે આરોગ્યનગર શેરી નં ૦૪ ગાયત્રી મંદિર રોડ વાંકાનેર વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર

Related posts

Leave a Comment