હિન્દ ન્યૂઝ, દિયોદર
વિખવાદ માં રહેલ દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો જોવા મળી આવ્યો હતો જેમાં ખેડૂત વિભાગ માં 10 સીટ માટે 20 ઉમેદવાર અને વેપારી વિભાગ માં 4 સીટ માટે 8 ઉમેદવાર એટલે કુલ 14 સીટ માટે 28 ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો હતો જેમાં કુલ 2189 મતદારો હોવાથી આ ચૂંટણી રસાકસી બની હતી. જેમાં આજે શાળા નંબર 2 ખાતે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ચૂંટણી ધ્યાને લઇ વેપારી મતદારો માટે બે તેમજ ખેડૂત મતદારો માટે પાંચ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં વહેલી સવાર થી કુલ 7 મતદાન મથકો પર મતદારો મતદાન કરવા પોહચ્યા હતા અને શાંતિપુણ માહોલ માં મતદાન કર્યું હતું. જો કે બુધવાર ના દિવસે માર્કેટ યાર્ડ ની ચૂંટણી માં 50 થી વધુ પોલીસ સ્ટાફ અને 34 જેટલા કર્મચારી ઓ ખડેપગે ઉભા રહ્યા હતા. જેમાં કોરોના વાઈરસ વચ્ચે ગેટ પર તાપમાન ચકાસી સેનેટાઈઝર કરી ફરજીયાત માસ્ક સાથે મતદારો ને મતદાન મથક ખાતે મુકલવામાં આવ્યા હતા. જ્યાં સોસીયલ ડિસ્ટન સાથે મતદારો એ મતદાન કર્યું હતું. માર્કેટ માં સંપૂર્ણ વેપારી અને ખેડૂતો ચાલુ સતા થી ખૂબ નારાજ છે માર્કેટ યાર્ડ નો કોઈ વિકાસ થયો નથી ભૂતકાળ માં મેં ચેરમેન તરીકે સેવા આપી છે. જેનો તમામ મતદારો ને અનુભવ છે. તમામ મતદારો અને લોકો એ આ વખતે નક્કી કર્યું છે. આ વખતે અમારી પરિવર્તન પેનલ ની જીત નક્કી છે. પરિવર્તન પેનલ નું જે લક્ષ છે તે રીતે અમો નક્કી જીતી શુ. વર્તમાન પેનલ ની જીત થશે જેનો મને પૂરેપૂરો વિશ્વાસ છે -શિવાભાઈ ભુરિયા વર્તમાન ચેરમેન. ચૂંટણી સમય સમગ્ર વિસ્તાર માં મારો સાત દિવસ નો પ્રવાસ રહો છે જેમાં તમામ જગ્યા પર મને સારો આવકાર મળ્યો છે. જેથી ચોક્કસ દેખાય છે કે તમામ મતદારો અમારી પેનલ સાથે છે અમારા 14 ઉમેદવારો વિજેતા બને તેવી અમો ને પૂરેપૂરી આશા છે અને વિશ્વાસ છે 28 વર્ષ થી માર્કેટ નો વહીવટ કર્યો છે. કોઈ ગેરરીતિ થઈ નથી અને હંમેશા ન્યાય સાથે હું રહુ છુ મને વિશ્વાસ છે અમારા 14 ઉમેદવારો વિજેતા થશે. માર્કેટ યાર્ડ માં કુલ 16 સીટ ની ચૂંટણી યોજાનાર હતી પરંતુ તેલંબિયા વિભાગ માં સ્થાનિક ધારાસભ્ય અને વર્તમાન ચેરમેન શિવાભાઈ ભુરિયા અને તેમના પુત્ર બિન હરીફ થતા 14 બેઠક માટે બુધવારે મતદાન યોજાયું હતું.
અહેવાલ : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર