કોડીનારના સાંઢણીધાર ગામે નાબાર્ડ દ્રારા વર્કશોપ યોજાયો

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ,

તા.૧૪, કોડીનાર તાલુકાના સાંઢણીધાર ગામે નાબાર્ડ દ્વારા પ્રશિક્ષક અને સ્વ-સહાય જૂથના સભ્ય માટે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં નાબાર્ડ ડીડીએમ કિરણ રાઉત, સોરથ મહિલા વિકાસ સહકારી સમિતિના શ્રીમતી મોતીબેન, કોડીનાર તાલુકા સહકારી બેંકિંગ સંઘ મર્યાદિત રધુભાઇ ચાવડા, બરોડા બેંકના અમોલ ભોસલે અને તાલુકા પંચાયતના કે વી ગોહિલે માર્ગદર્શન આપ્યું હતું. આ વર્કશોપમા ૮૦ સ્વ-સહાય જૂથની બહેનોએ ભાગ લીધો હતો. વર્કશોપમાં આત્મનિર્ભર યોજના, ઇશક્તિ, પંચસૂત્ર વિશેષ માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી હતી. વર્કશોપનું આયોજન પ્રથામિક શાળામાં કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment