આણંદ જિલ્લાના ફૂડ સેફટી વિભાગ દ્વારા હોટલ રેસ્ટોરન્ટમાં જરૂરી તપાસણી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જૂન ૨૦૨૫ માસમાં આણંદ તેમજ તાલુકાની જુદી જુદી હોટેલ રેસ્ટોરન્ટનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. તૈયાર રાંધેલા ખોરાકના ૧૯ નમૂનાઓ તેમજ રો મટીરિયલ મસાલાના નમૂનાઓ લેવામાં આવ્યા છે,તેમજ જુદા જુદાં રિટેલ/ હોલસેલ/મેન્યુ. માંથી ખાદ્યતેલના, આઇડીન સોલ્ટના , કેરી ના રસ ,નમકીન, અથાણા, મધ, મિલ્ક, સોજી , લસ્સી, ટામેટો કેચ અપ, કોલ્ડ ડ્રિન્કસ, શરબત ના નમૂનાઓ લઈ પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવેલ છે. વધુમાં જિલ્લામાં આવેલ જુદા જુદા મધ્યાન ભોજન કેન્દ્ર, અને આઇસીડીએસ ખાતે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ સાથે કુલ ૭૦…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસા ઋતુમાં મેલેરિયા વિરોધી જુન માસમાં વાહક જન્ય અને પાણી જન્ય રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરીની સઘન ઝુંબેશ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ સુધી મેલેરીયા મુકત ગુજરાતનું લક્ષ્ય પાપ્ત કરવા નિર્ધાર કરવામાં આવ્યો છે. ”મેલેરીયા મુકત ગુજરાત’’ સુત્રને સાર્થક કરવા સક્રિય પ્રયત્નો તમામ જિલ્લાઓ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે “મેલેરિયાનો અંત આપણાથી, પુન: રોકાણ કરો, પુન: કલ્પના કરો, પુન: જાગ્રુત કરો.” થીમ આધારે જનજાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં જૂન માસને મેલેરીયા વિરોધી માસ-૨૦૨૫ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર, મેલેરિયા(આરોગ્ય)શાખા જિલ્લા પંચાયત, ગીર સોમનાથ તથા ગીર સોમનાથ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.બરુઆ…

Read More

મેદસ્વિતા ઘટાડવા માટે ખાંડનું સેવન ઘટાડવું આવશ્યક

હિન્દ ન્યુઝ, બોટાદ               ખાંડનું વધુ પડતું સેવન આજનાં સમયમાં મેદસ્વિતાનું એક મુખ્ય કારણ બની ગયું છે. આપણાં દૈનિક આહારમાં છુપાયેલી ખાંડ જેવાં કે ઠંડાં પીણાં, મીઠાઈઓ, બિસ્કિટ અને પેકેજ્ડ ફૂડ આપણાં શરીરમાં વધારાની કેલરી એકઠી કરે છે, જે ચરબીના રૂપમાં શરીરમાં સંગ્રહિત થાય છે. જ્યારે આપણે સતત આ વસ્તુઓનું સેવન કરીએ છીએ ત્યારે શરીરને વધારાની ઊર્જાની જરૂર પડતી નથી અને તેને ચરબીના રૂપમાં સંગ્રહિત કરે છે, જે ધીમે ધીમે વજન વધારવા તરફ દોરી જાય છે.               ખાંડનું…

Read More

આંકોલવાડીમાં સગર્ભા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       તાલાલા તાલુકાના આંકોલવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત સગર્ભા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વેરાવળ સિવિલ હોસ્પિટલના સ્ત્રીરોગ તજજ્ઞ ડો.નગ્મા સિકંદરભાઈ મામટી દ્વારા સગર્ભા મહિલાઓની તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં જાંબુર, જશાધાર, સુરવા, મંડોરણા, બામણાસા, રામપરા, માધુપુર, હડમતિયા અને ભીમદેવળ સહિત આસપાસના ગામોમાંથી ૬૦ જેટલી સગર્ભા મહિલાઓ હાજર રહી હતી અને આ તમામ મહિલાઓનો સંપૂર્ણ એએનસી ચેકઅપ, લોહીની તપાસની સાથે જરૂરી દવા આપવામાં આવી હતી. તે ઉપરાંત સગર્ભા મહિલાઓને સ્વચ્છતા અને માર્ગદર્શન પણ આપવામાં…

Read More

આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો ના ફેલાય તે માટે હાથ ધરાઈ ખાસ ઝુંબેશ

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની ઋતુ ને ધ્યાનમાં લઈ ને તથા મેલેરિયા વિરોધી માસ ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીશ્રી ડોક્ટર રાજેશ પટેલના માર્ગદર્શન મુજબ ૪૫ જેટલી ટીમ દ્વારા મચ્છર જન્ય રોગચાળો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છર થી ફેલાતા રોગ અટકાયત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, અને ૫૬૧૪૭ ઘરો ખાતે સર્વે કરવામાં આવ્યો છે, ૧૫૫ દુકાન, સંસ્થાઓ ખાતે ડેન્ગ્યુ મેલેરિયાના નોટિફિકેશન એક્ટની અમલવારી સબંધે નોટિસ આપવામાં આવી છે, ૪૧૬૪ પાત્રોમાં પોરા જોવા મળતા કુલ રૂપિયા ૧,૯૭,૨૦૦/- નો દંડ વસૂલ…

Read More

નોંધણા ગામમાં બાળકોને TD વેક્સિન અપાઈ: આરોગ્ય વિભાગનો સરાહનીય પ્રયાસ

હિન્દ ન્યુઝ, જંબુસર         ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધણા ગામમાં એક મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધણા ગામની બી.બી. પટેલ હાઈસ્કૂલ અને પ્રાથમિક મિશ્ર શાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોરાના આયુષ્યમાન આરોગ્ય મંદિર નોંધણા દ્વારા ટીડી (TD) વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો.      આ કેમ્પમાં ૧૦ વર્ષના અને ૧૬ વર્ષના બાળકોને ટીડી વેક્સિન આપવામાં આવી હતી. આ વેક્સિનેશન અભિયાનમાં કોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સી.એચ.ઓ. રૂપલ દેસાઈ, એમ.પી.એચ.ડબલ્યુ. ગણપતસિંહ મોરી, એફ.એચ.ડબલ્યુ. પૂનમબેન પટેલ અને આશા વર્કર બહેનો હાજર રહીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બાળકોના સ્વાસ્થ્ય માટે આ પ્રકારના…

Read More

ભુજ ખાતે મધુમેહ, હરસ- મસા- ભગંદર અને મેદસ્વિતા માટે નિદાન-સારવાર-સલાહ તથા સિનિયર સીટીઝન કેર કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ભુજ    નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે મધુમેહ (ડાયાબીટીસ) નિદાન-સારવાર-સલાહ કેમ્પનું આયોજન દર માસના પહેલા બુધવારે કરવામાં આવે છે, જે અંતર્ગત નિ:શુલ્ક મધુમેહ નિદાન-સારવાર-સલાહ કેમ્પ, સિનિયર સિટીઝન કેર કેમ્પ તથા હરસ-મસા-ભંગદર નિદાન સારવાર કેમ્પનું તા. ૨ જુલાઈના રોજ આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનો સમય સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦નો રહેશે.    સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયોજિત આ કેમ્પમાં ડાયાબીટીસની નિ:શુલ્ક આયુર્વેદિક/હોમિયોપેથિક ઔષધીય તથા યોગ દ્વારા સારવાર, દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. મફત બ્લડ…

Read More

એલોપેથી/ આયુર્વેદિક/ હોમીયોપેથી કે સારવાર ઉપચાર કે નિદાન કરતા/ લેબોરેટરી કે બ્લડ બેંક ચલાવતા તમામે કાયદા હેઠળ રજીસ્ટ્રેશન મેળવવું ફરજીયાત

હિન્દ ન્યુઝ, બોટાદ       ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ ૨૦૨૧ અંતર્ગત બોટાદ જિલ્લા તળે આરોગ્યને લગતી તપાસ નિદાન અને સારવાર કરતા એલોપેથી, આયુર્વેદિક, હોમીયોપેથી અને લેબોરેટરી કે બ્લડ બેંકથી સારવાર ઉપચાર તપાસ અને નિદાન કરતા તમામ ક્લિનીક સંસ્થા, ટ્રસ્ટ, હોસ્પિટલ, નર્સીંગ હોમ અને પોલીકિલનીક વગેરેઓએ ફરજીયાત કાયદા તળે તા:-૧૨/૦૯/૨૦૨૫ પહેલા કાયમી રજીસ્ટ્રેશન મેળવી લેવા જણાવવામાં આવે છે.    તા: ૧૨/૦૯/૨૦૨૫ પછી પ્રોવિઝનલ રજીસ્ટ્રેશનની પ્રક્રીયા સદંતર બંધ થઇ જશે. અને માત્ર ને માત્ર કાયમી રજીસ્ટ્રેશનની જ પ્રક્રિયા કરવામાં આવનાર છે. તો જે તબીબના જરૂરી સાધનિક કાગળો કઢાવવાના…

Read More

ઈન્ટરનેશલ ડ્રગ્સ એબ્યુઝ નિમિતે આણંદ જીલ્લામાં આવેલ ઈન્દુકાકા ઇપકોવાળા ફાર્મસી કોલેજ ખાતે વિધ્યાર્થીઓ માટે ડ્ર્ગ્સના દુરપયોગ અંગે જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ      ઈન્દુકાકા ઇપકોવાળા ફાર્મસી કોલેજ ખાતે (આઈઆઈસીપી)- આંતરરાષ્ટ્રીય નશા વિરોધી અને ગેરકાયદેસર વેપાર વિરોધી દિન – 2025ની ઉજવણી અંતર્ગત “વિદ્યાર્થી જાગૃતિ કાર્યક્રમ – નશાના દુષ્પરિણામો” (ઈન્ટરનેશનલ ડે અગેન્સટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઈલીસીટ ટ્રાફીકીંગ – 2025) અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે રાષ્ટ્રસંઘની થીમ હતી –“સાંકળો તોડો: સૌ માટે નિવારણ, સારવાર અને પુનઃપ્રાપ્તી”( “બ્રેકીંગ ધી ચેન્સ પ્રીવેન્સન, ટ્રીટમેન્ટ એન્ડ રીકર્વરી ફોર ઓલ!”) હતી.  આણંદ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનર ડો. સી.યુ.ચોડવડીયા દ્વારા “નશા મુકત ભારત અભિયાન “ એનસીપીસીઆર (નેશનલ કમીશન ફોર ચાલ્ડ પ્રોટેશકન્સ) અંતર્ગત…

Read More

ગાંધીનગર ખાતે નિર્મિત ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે નિર્મિત ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકો માટેની વિવિધ આરોગ્ય વિષયક આરોગ્ય વિષયક સેવાઓ, યોજનાઓ, કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા અને મૂલ્યાંકન માટેના ‘વન સ્ટોપ સેન્ટર’ સમા આ કેન્દ્ર ખાતે અત્યાધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું તથા આરોગ્યલક્ષી યોજનાકીય લાભોને 100 ટકા સેચ્યુરેશન સુધી પહોંચાડવામાં આ કેન્દ્ર આશીર્વાદરૂપ બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ આ અવસરે ટી.બી.ના દર્દીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી…

Read More