વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ના પી એસ ઈ. ઝાલા તેમજ વિરમગામ રૂરલ પોલીસની પ્રશંસનીય કામગીરી

હિન્દ ન્યૂઝ, વિરમગામ

એડી.જી.પી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષક કે.સી ભાટી અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ તથા મદદનીશ પોલીસ અધિક્ષક ડો . લવીના સિન્હા વિરમગામ વિભાગ વિરમગામ નાઓ ના માર્ગદર્શન અનુસાર જીલ્લા માં પ્રોહીબીશન અંગે ની પ્રવૃતિઓ નેસ્તનાબૂદ કરવા પો.સબ. ઈન્સ એમ.એચ ઝાલા નાઓને સુચન કરેલ છે. સુચન અનુસંધાને વિરમગામ રૂરલ પો. સ્ટે વિસ્તારમાં પ્રોહી. વોચ માં હતા દરમિયાન એમ.એચ.ઝાલા પો.સબ. ઈન્સ વિરમગામ ના ઓને ખાનગી રાહે બાતમી મળેલ કે એક ટાટા કંપની નું સફેદ કલર નું એલપીજી ટેન્કર વાહન નંબર Rj 31 Ha 6075 ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો ભરીને અમદાવાદ ધ્રાંગધ્રા હાઈવે રોડ પરથી પસાર થવાનું છે જે અનુસંધાને વડગાસ ગામ ના પાટીયા થી એકાદ કી.મી આગળ ધ્રાંગધ્રા તરફ હાઈવે રોડ ઉપર નાકાબંધી સદર વાહન રોકી ચેક કરતા ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ની કુલ બોટલ નંગ ૬૦૬૦ કુલ કિંમત ૨૨ , ૬૨ , ૦૦૦ તથા બીયર ટીન નંગ ૨૦૪૦ કુલ કિંમત રૂ ૧,૨૦,૦૦૦ અશોક લેલન વાહન કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦ અંગ ઝડતી ના રોકડ ૧૫૦૦ મોબાઇલ રૂ ૭૦૦૦ સહિત કુલ કિંમત રૂ.૩૩,૯૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી હનુમાન સ/ઓ રીડમલ રામ‌ ખમમુ રામ જાતે બીસનોઈ (ઉ.વ ૨૫ ) ધંધો ડ્રાઇવિંગ રહે. કાલુ કી બેરી કિતનોરિયા તા.સેડલા થાણા – બામનોર જી. બાડમેર ને ઝડપી લીધો હતો. જે મુદ્દામાલ કબજે કરી આરોપી તથા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ મોકલનાર ગજ્જે સિંગ નામનો માણસ તથા ગુજરાત માં વિદેશી દારૂ જથ્થો મંગાવનાર ઈસમો તથા પોલીસ તપાસ માં નીકળે તે વગેરે વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળ ની વધુ તપાસ પીએસઆઈ એમ.એચ ઝાલા ચલાવી રહ્યા છે.
ઉપરોક્ત કામગીરી માં વિરમગામ રૂરલ ના પો.સબ.ઈન્સ એમ.એચ .ઝાલા તથા એએસઆઈ નરેશભાઈ મોહનભાઈ અ.પો.કો રાજેશકુમાર માધવજીભાઈ, આ.પો.કો ચેહરભાઈ ભીખાભાઈ સામેલ હતા.

રિપોર્ટર : નસીબખાન મલેક, વિરમગામ

Related posts

Leave a Comment