હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની આગામી ટૂંક સમયમાં ટર્મ પૂરી થતી હોવાથી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય પ્રતિનિધિઓ તથા સમગ્ર જિલ્લામાંથી એક રાજ્ય પદ માટે સભ્યોના નામોની લોકશાહી ઢબે પ્રક્રિયા કરી, યાદી મંગાવેલ જે અન્વયે તારીખ 6 ઓકટોબર ના રોજ છોટા ઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમૂખ રમણભાઈ રાઠવા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. જેમાં છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકા ઘટક સંઘો દ્વારા રાજ્ય પ્રતિનિધિઓનાં જિલ્લા કક્ષાએ મોકલેલા 12 નામો પૈકીના એક સભ્યની વરણી કરવાની હોય, લોકશાહી ઢબે વરણી કરતાં છોટાઉદેપુર તાલુકામાંથી તાલુકા શિક્ષક સંઘના ઉપપ્રમુખ લોકપ્રિય એવા માધૂ ભાઈ રાઠવાની પસંદગી કરવામાં આવી હતી. રાજ્ય પદનામિત ઉમેદવારને છોટાઉદેપુર તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ જગદીશ રાઠવા અને કવાંટના શિક્ષક સંઘના મંત્રી શનિયાભાઈ રાઠવાએ માધુભાઈ રાઠવાને ટેકો જાહેર કર્યો હતો તેમજ સમગ્ર જિલ્લામાંથી બીજો કોઈ ઉમેદવાર ઊભો નહિ થતાં રાજ્યના પદનામિત સભ્ય માધુભાઈ રાઠવાને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતાં.
રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર