દાહોદ જિલ્લાના‌ ભથવાડા ટોલ પ્લાઝા પર પિપલોદ ગાડી ના ચાલકો જોડે મહિનાનો લોકલ પાસ રીન્યુ કરવા માટે પૈસા લઈને પાવતી આપતા નથી

હિન્દ ન્યુઝ, દાહોદ

દાહોદ જિલ્લાના ભથવાડા ગામમાં ટોલ પ્લાઝા આવેલું છે. જેમાં દરરોજ ની હજારો ની સંખ્યા માં ગાડીઓ પસાર થાય છે. જેમાં ભથવાડા ટોલ પ્લાઝા થી થોડીક દોરી પર પિપલોદ ગામ આવેલું છે. જે પીપલોદ ગામના ‌ગાડીઓના માલિકો જે વ્યાપારીઓ દરરોજ અપડાઉન કરતા હોય છે. જેના જોડે ગાડી પસાર કરવા માટે પૈસાની માંગણી કરે છે કે પૈસા આપો નહીં તો મહિનાનો લોકલ પાસ કરવાની માંગણી કરે છે ને કહે છે કે તમે પાસ કરવો નહીં તો અહીં તમને પૈસા ભરવા પડશે. પિપલોદ ગામ ના ગાડી માલિકો ને વધારે હેરાન ગતિ ના થાય એ‌ માટે મહિના ના 275/- રૂ. ભરીને લોકલ પાસ કરાવે છે. આ પાસ ૩૦ દિવસ સુધી ચાલે છે. ૩૦ દિવસ પછી ગાડી ના માલિકો ગાડી પસાર પહેલા પાસ ને રીન્યુ કરાવવા માટે
એમની ઓફિસમાં જઈને પૈસા ભરે છે. એને કોઈ પાવતી આપતા નથી, ને પૈસા લઈને પાસ ને રીન્યુ કરતા નથી. જ્યારે ગાડી માલિક ગાડી પસાર કરે છે તો એને કહેવામાં આવે છે કે તમારો પાસ પૂરો થઈ ગયો છે. પૈસા ભરો તો તમારી ગાડી પસાર થશે. આવો અભ્ર વ્યવહાર કરીને ગાડીના માલિકોને હેરાન કરે છે. તથા જે પીપલોદ ગામની ગાડીઓ ના માલિકો ‌મહિનામાં 3 થી 4 વખત ટોલ પ્લાઝા થી પસાર થાય છે એને મહિનાનો લોકલ પાસ લેવું જ પડશે, એવું કહીને હેરાન ગતિ કરે છે. આ ટોલ પ્લાઝા ને તંત્ર ધ્યાનમાં લઈને તપાસ કરે એવી પીપલોદ ગામના ગાડીઓ ના માલિકોની માંગ ઉઠી છે.

રિપોર્ટર : વિજય બાચાણી, દાહોદ

Related posts

Leave a Comment