હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
મુખ્ય નિર્વાચન અધિકારી, ગાંધીનગરના હુકમથી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે છોટાઉદેપુર જીલ્લામાં પી.ડબ્લ્યુડી મતદાતાઓ માટેની સુવિધાઓનું મોનીટરીંગ અને મૂલ્યાંકન માટે એમ.એ પંડ્યા(IAS), સેટલમેન્ટ કમિશનર અને લેન્ડ રેકર્ડ નિયામક, ગાંધીનગરની નીમણુંક સ્ટેટ નોડલ અધિકારી તરીકે કરવામાં આવેલ છે. જેઓ છોટાઉદેપુર જિલ્લામાં તા.૨૨/૦૩/૨૦૨૪ના રોજ મુલાકાતે આવનારા છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ આ અંગેની તમામ વિગતો તૈયાર રાખવા સંબંધિત અધિકારીઓને સુચના આપેલ છે.