હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર થતા આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. જેથી, આદર્શ આચાર સંહિતાના અમલ દરમ્યાન રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા રાજકીય પ્રકારની જાહેરાતો, ઝીન્ગ્લ્સ, ઇન્સ્ર્શન, બાઈટસ વગેરે વિજાણુ માધ્યમો જેવા કે ટી.વી ચેનલો, ખાનગી ચેનલો, રેડિયો, કેબલ, ટી.વી નેટવર્ક, ખાનગી એફ.એમ.માં પ્રસારિત કરતા પહેલા મીડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટી(MCMC) સમક્ષ રજુ કરી, મંજુરી મળ્યા બાદ જ પ્રસારણ કરવાની કાર્યપધ્ધતી અનુસરવાની હોય છે.
જેથી, તમામ કેબલ ઓપરેટરોએ પોતાની ચેનલમાં રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા આપવામાં આવતી જાહેરાત પ્રસિધ્ધ કરતા પહેલા રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા MCMC કમિટીનું પ્રમાણપત્ર મેળવેલ હોવાની ખાત્રી કર્યા બાદ જ રાજકીય પક્ષો/ઉમેદવારોની જાહેરાત પ્રસિધ્ધ કરી શકાશે જેની સર્વે ટી.વી, રેડિયો, ટી.વી નેટવર્ક તથા ખાનગી એફ.એમ ચેનલો, કેબલ ઓપરેટરોને નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવે છે.