નવા સચિવાલય ગાંધીનગર ખાતેથી 500 નવા અત્યાધુનિક 112 ‘જનરક્ષક’ વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

   નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં નવા સચિવાલય ગાંધીનગર ખાતેથી 500 નવા અત્યાધુનિક 112 ‘જનરક્ષક’ વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું…

રાજ્યના નાગરિકોને ઝડપી અને અસરકારક ઇમરજન્સી સેવા પૂરી પાડવાના હેતુથી ગુજરાત પોલીસના કાફલામાં વધુ નવા 500 વાહનોના ઉમેરા સાથે હવે સમગ્ર ગુજરાતમાં 24 કલાક કુલ 1000 ‘જનરક્ષક’ વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત રહેશે… 

આધુનિક 150 બેઠકો ધરાવતા કોલ સેન્ટર, CAD (Computer Aided Dispatch) સિસ્ટમ અને કોલર લોકેશન ટેક્નોલોજીના ઉપયોગથી રાજ્યનો સરેરાશ પોલીસ રિસ્પોન્સ ટાઈમ ઘટીને માત્ર 10 મિનિટ 49 સેકન્ડ થયો છે. નવા વાહનો અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી આ રિસ્પોન્સ ટાઈમને 8 મિનિટથી નીચે લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment