હીટ વેવ વખતે પશુઓની વિશેષ કાળજી રાખો

હિન્દ ન્યુઝ, બોટાદ 

             હીટ વેવ પશુ-પક્ષીઓ માટે પણ આકરી સાબિત થતી હોય છે. ત્યારે બોટાદ જિલ્લાનાં પશુપાલન અધિકારીશ્રી ડો.આર.જી.માળી દ્વારા બોટાદ, રાણપુર અને ગઢડા મહાજન પાંજરાપોળની મુલાકાત લીધી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે અનુરોધ કર્યો હતો કે ગરમીના કલાકો (સવારે ૧૧ વાગ્યાથી ૪ વાગ્યા સુધી) પશુઓને આરામ કરવા માટે છાંયાવાળી અને પુરતી હવા ઉજાસવાળી જગ્યાએ રાખવા. બપોરનાં સમયે ભીનાં કપડાંથી પશુનું શરીર ઢાંકવું જોઈએ. હવા ઉજાસ માટે પશુઓનાં શેડના દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી. દિવસે તડકો હોય તે સમય દરમ્યાન પશુઓનાં શેડમાં શણના ભીના કોથળા બાંધવા. ડાંગરની પરાળી વગેરેથી છત/છાપરા ઢાંકવા, છતને સફેદ કલરથી રંગવી. 

           પશુઓનાં પીવાના પાણીના કવાડા સ્વચ્છ રાખવા અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવી. પશુઓને દિવસમાં ઓછામાં ઓછા એકવાર, શક્ય હોય તો દિવસનાં ઠંડકના કલાકો દરમ્યાન (વહેલી સવારે કે સાંજે) સ્નાન કરાવવું. દિવસનાં ગરમીનાં કલાકો દરમ્યાન પશુઓનું પરિવહન કરવાનું ટાળવું. ચરાવવાનો સમય વહેલાં સવારે કે સાંજનાં સમયે નિયત કરવો. લીલાચારાની સાથે, પશુઓને પોષક આહાર મળી રહે તે મુજબ ખાણ-દાણ અને પૂરક આહારનો સમાવેશ કરવો તેમ સૂચન કર્યું હતું .

Related posts

Leave a Comment