હિન્દ ન્યુઝ, જામનગર
આશરે ૪૦ વર્ષની ઉંમરના રખડતુ ભટકતુ જીવન જીવતા અને ભિક્ષા વૃત્તી કરી પોતાનુ ગુજરાન ચલાવતા એક અજાણ્યા પુરૂષ જામનગર એસ.ટી.બસ સ્ટેશન સામે બેભાન હાલતમાં મળી આવતા જેઓને સારવાર માટે જી.જી.હોસ્પીટલ ખાતે લઇ જવામા આવેલ. સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરે આ શખ્સને મૃત જાહેર કરેલ હોય જે વ્યક્તિની ઓળખ થાય તે માટે જામનગર સીટી એ.ડીવી.પોલીસ સ્ટેશન દ્વારા યાદિ બહાર પડાઈ છે.શારીરિક ઓળખ તરીકે આ શખ્સના જમણા હાથમા ‘MERI JAAN SABINA’ લખાવેલ છે.જેથી આ અજાણ્યા ઇસમના વાલી વારસની ઓળખ અંગે જો કોઈને જાણ થાય તો પો.સબ ઈન્સ.ડી.જી.રામાનુજ મો-૯૦૧૬૭૦૬૬૯૦, સીટી-એ ડીવી. પોલીસ સ્ટેશન ફોન નં-(૦૨૮૮)૨૫૫૦૨૪૩ પર સંપર્ક કરવા જણાવાયું છે.