સ્પે.ખેલ મહાકુંભ ૩.૦- બોટાદ જિલ્લો
હિન્દ ન્યુઝ, બોટાદ
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર બોટાદ કચેરી હસ્તક શારીરિક ક્ષતિગ્રસ્ત(OH) ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શારીરિક ક્ષતિગ્રસ્ત (OH) કેટેગરીના ખેલાડીઓ (ભાઈઓ/બહેનો) માટે જિલ્લાકક્ષાની વિવિધ રમતો તા.૨૩/૦૨/૨૦૨૫ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, ખસ રોડ, બોટાદ ખાતે યોજાશે. સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓ વધુ માહિતી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, તાલુકા સેવા સદન, ૩ જો માળ, બી-વીંગ, ઓફીસ નં.૦૪, પાળીયાદ રોડ, બોટાદ કચેરીનો સંપર્ક કરવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી, બોટાદ દ્વારા જાણ કરવામાં આવે છે.