અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચૂંટણી સબંધી વિસ્તારમાં ચાર કરતા વધુ વ્યક્તિઓની મંડળી ભરવા, બોલાવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, જામનગર

                  જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીનું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ ચૂંટણી સંબંધી પ્રચાર માટે કે આવેદનપત્ર આપવાના હેતુથી કે દેખાવો યોજવાના હેતુથી જાહેર સ્થળોએ લોકો ટોળા સ્વરૂપે એકઠા કે પસાર થાય તેથી ભયમુક્ત વાતાવરણ ટાળવા તેમજ સમગ્ર જિલ્લામાં સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભાવેશ ખેર દ્વારા જાહેરનામું બહાર પાડી જામનગર જિલ્લામાં ઉક્ત ચૂંટણી સબંધી વિસ્તારમાં ચાર કરતા વધારે વ્યક્તિઓની મંડળી ભરવા, બોલવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યક્તિઓને, ફરજ ઉપર હોય તેવા બિન પોલીસ દળો જેવા કે ગૃહ રક્ષક દળ, જી.આઇ.એસ.એફ. ફોરેસ્ટ, કસ્ટમ, સેન્ટ્રિલ એક્સાઇઝ, એન.સી.સી.વિગેરે કે જેને ખાસ પોલીસ અધિકારીના અધિકારો એનાયત થયેલ હોય તેવી વ્યક્તિઓને. લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રાને, મતદાર યાદીમાં નોંધાયેલ માન્ય મતદારોની મતદાન સમયેની હરોળ (ક્યુ/લાઇન)ને, ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી અથવા આવી પરવાનગી આપવા માટે અધિકૃત કાર્યપાલક મેજિસ્ટ્રેટ દ્વારા મંજુરી આપેલ વ્યક્તિઓને આ જાહેરનામુ લાગુ પડશે નહીં.આ હુકમ નગરપાલિકાઓની ચૂંટણી તેમજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment