હિન્દ ન્યુઝ, ગાંધીનગર
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ચર્ચા વિમર્શ.
ચિલ્ડ્રન યુનિવર્સિટી, ટીચર યુનિવર્સિટી તેમજ સાયકાટ્રીસ્ટની સાથે પરામર્શ કરીને પરિપત્ર જાહેર કરાશે. એન.જી.ઓ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક કાર્યકરો તેમજ મીડિયાના મિત્રોને આ મહાભિયાનમાં જોડાવવા માટેની મંત્રીની અપીલ.