હિન્દ ન્યુઝ, રાજકોટ
ગુજરાત સરકાર દ્વારા રમતોને પ્રોત્સાહન અને બાળકોના વિકાસ માટેની ઉત્તમ તકોનું નિર્માણ કરતું પ્લેટફોર્મ બન્યું છે ખેલ મહાકુંભ.
આજે ખેલ મહાકુંભએ રમતવીરોનો ઉત્સવ બન્યો છે. જેના આયોજનને બિરદાવતા રાજકોટના દોડવીર અજીત હેરભાએ જણાવ્યું છે કે,”ખેલ મહાકુંભ એ અનેક ખેલાડીઓ માટે ખૂબ સારું પ્લેટફોર્મ સાબિત થયું છે. ૨૦૧૯થી હું આ આયોજનનો ભાગ રહ્યો છું. મારી મૂળ રમત એથ્લેટિક્સમાં સ્પ્રિન્ટર છે એટલે કે ઝડપી દોડ જેમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટરની દોડમાં મેં અનેક વાર ભાગ લીધા છે. રાજ્ય સ્તર સુધીની આ સ્પર્ધાઓમાં હું રાજ્યકક્ષાએ રમતમાં ક્રમાંક પ્રાપ્ત કરીને આવ્યો છું. તથા રાષ્ટ્રીય સ્તરે પણ અનેકવાર રમતનો ભાગ રહી ક્રમાંક પ્રાપ્ત કરી ચૂક્યો છું. ખેલ મહાકુંભ દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામથી ખૂબ સારો ઉત્સાહ રહે છે.