હિન્દ ન્યુઝ, સાવરકુંડલા
રાજકારણમાં અભી બોલા અભી ફોક જેવા રાજનેતાઓ હોય છે પણ સાવરકુંડલા લીલીયા માટે આશીર્વાદ રૂપ કાર્યના પ્રેરણા સમાન ધારાસભ્ય મળ્યા હોય તો તે છે મહેશભાઈ કસવાળા, સાવરકુંડલા લીલીયા વિધાનસભાની ચૂંટણી ટાઇમે ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે નામાંકન થયેલા મહેશ કસવાળા પ્રત્યે અનેક વાતો વિરોધી જૂથો દ્વારા ઉડાડવામાં આવેલ કે અમદાવાદના છે ને ચૂંટણી લડવા આવ્યા છે, ત્યારે એકમાત્ર મહેશ કસવાળાએ કહ્યું કે, હું લડવા માટે નહીં પણ તમારા વિકાસનો પર્યાય બનવા આવ્યો છું. અને ચૂંટાઈને આવીશ તો સાવરકુંડલા લીલીયાનું ઋણ અદા કરીશ. ચૂંટાઈને આવ્યા બાદ એક પણ દિવસ એવો નથી ગયો કે ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા ગાંધીનગર સાચવિલયોમાં, મંત્રીઓ, મુખ્યમંત્રી પાસે જઈને માત્ર સાવરકુંડલા લીલીયાના વિકાસની રજુઆતો કરી જેના ફળસ્વરૂપે રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા મુક્ત મને વિકાસની હારમાળા વરસાવતી આવી છે. જેના ભાગરૂપે શેત્રુજી નદી કાંઠાનો વિસ્તાર ગણાતો જૂનાસાવર ગામને 1.44 કરોડના ખર્ચ નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. સાથે સાથે 1.50 કરોડના ખર્ચ જૂના સાવરથી જીરો રોડ રેલ્વે સ્ટેશન સુધીના રસ્તાનું નવીનીકરણનો શુભારંભ ધારાસભ્ય મહેશ કસવાળાના વરદહસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે જી.પં. આરોગ્ય સમિતીના ચેરમેન અશ્વિનભાઈ કુંજડીયા, તાલુકા ભાજપા અધ્યક્ષ જીવનભાઈ વેકરીયા, સાવરકુંડલા શહેર ભાજપા અઘ્યક્ષ પ્રવીણભાઈ સાવજ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી પુનાભાઈ ગજેરા, સરપંચ કલ્પેશભાઈ કાનાણી, તાલુકા પંચાયત સદસ્ય મનુભાઈ ડાવરા, કાંતિભાઈ કાનાણી ( તાલુકદાર), તાલુકા યુવા મોરચાના પ્રમુખ મહેશ ભાલાળા, પ્રવીણભાઈ ભાલાળા, કનુભાઈ ગોરી, અંકિતભાઈ કાનાણી, સંજયભાઈ લહેરી, કેરાળા સરપંચ ધીરુભાઈ, ધનજીભાઈ વઘાસીયા, નાથાભાઈ સોરઠીયા, ભરતભાઈ ડાવરા સહિતનાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ “અટલધારા” કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.