હિન્દ ન્યુઝ, જસદણ
છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેના વિરોધમા હિન્દુ એકતા મંચ અને સમસ્ત હિન્દુ સમાજ જસદણ દ્વારા શહેરના ડી.એસ.વી.કે. હાઇસ્કૂલથી હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી.
શહેરના મુખ્ય માર્ગો પર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હત્યાચાર બંધ કરોના નારા સાથે રેલી નીકળી તાલુકા સેવા સદન ખાતે આવેદન પત્ર આપી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરવા રજૂઆત કરેલ. આ તકે હિન્દુ એકતા મંચના કાર્યકરો, સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ