હિન્દ ન્યુઝ, મોરબી
પોલીસ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી દીકરીઓને પ્રોત્સાહિત કરાશે
મોરબીમાં ૧૦ ડિસેમ્બરના રોજ પોલીસ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી દીકરીઓને માર્ગદર્શન આપવાના હેતુથી મિશન ખાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યમાં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં રાજ્યની દીકરીઓ તથા મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક બને શારીરિક રીતે સંપન્ન અને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે.
જે અંતર્ગત બેટી બચાઓ, બેટી પઢાઓ હેઠળ દીકરીઓ પોલીસ કોન્સ્ટેબલ, પોલસી સબ ઇન્સ્પેક્ટર તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેઓ માટે ‘મિશન ખાખી’ અન્વયે તા.૧૦/૧૨/૨૦૨૪, મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે GMERS મેડીકલ કોલેજ રેલ્વે સ્ટેશન સામે, મોરબી ખાતે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માહિતી આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.