ભાવનગર ગ્રામ્યની કચેરીએ તા.૦૮ ડિસેમ્બર રવિવાર રજાના દિવસે આધારકાર્ડ નંબર પરથી e-KYC કરવાની ઝુંબેશ શરુ રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

      ભાવનગર જિલ્લાના ભાવનગર(ગ્રામ્ય) તાલુકા વિસ્તારના તમામ રેશનકાર્ડધારોકોને પોતાના આધારકાર્ડ નંબર પરથી e-KYC કરવાની કાર્યવાહી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી છે.

રેશનકાર્ડધારક ત્રણ રીતે e-KYC કરાવી શકે છે. આધારકાર્ડ e-KYC કરવાની પ્રક્રિયા માટે ૧) ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત કચેરી અથવા રેશનકાર્ડ માં દર્શાવવામાં આવેલા વાજબી ભાવની દુકાન ખાતે ૨) તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ભાવનગર(ગ્રામ્ય) ખાતે કરાવી શકાય છે. (3) આ ઉપરાંત ઘરેબેઠા મોબાઇલ ફોનમાં “MY RATION” એપ્લીકેશન મારફત રેશનકાર્ડધારક e-KYC કરી શકે છે.

e-KYC માટે રેશનકાર્ડ નંબર મોબાઇલ નંબર અને આધારકાર્ડ નંબરને માત્ર વિગતો જ આપવાની છે. અન્ય કોઇ દસ્તાવેજ ઝેરોક્ષ કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી.વધુ જાણકારી માટે આપના ગામના ઈ-ગ્રામ કેન્દ્રના વી.સી.ઈ, તાલુકા માં મામલતદાર કચેરી ભાવનગર(ગ્રામ્ય)મા પુરવઠા શાખા નો સંપર્ક કરવાનો રહે છે. આ ઝુંબેશમાં ભાવનગર ગ્રામ્ય વિસ્તારના મહતમ નાગરિકો e-KYC કરાવી શકે તે સારું તા. ૦૮/૧૨/૨૦૨૪-રવિવાર ની જાહેર રજાના દિવસે e-KYC ની કામગીરી માટે મામલતદાર કચેરી. ભાવનગર(ગ્રામ્ય) ચાલુ રાખવામાં આવેલ છે. જેની ભાવનગર ગ્રામ્યના તમામ રેશનકાર્ડધારોકોએ નોંધ લેવા ભાવનગર ગ્રામ્ય મામલતદારની યાદીમાં જણાવાયું છે.  

Related posts

Leave a Comment